વિશેષ પ્રવૃતિઓ

વડગામ ડાયરી Android App નું લોકાપર્ણ….!!

Vadgam Diary App

લોકાપર્ણ અને એ પણ વેબસાઈટ ઉપર એ થોડુક આશ્ચર્યજનક જરૂર લાગશે પણ જ્યારે આપણે વડગામ મોબાઈલ ડિજિટલ ડાયરી Android App નું લોકાપર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેનુ ડિજિટલ લોકાપર્ણ કેમ નહિ તેવો વિચાર આવતા કોઈ પણ જાતના ધમધમાટ કે ઘોંઘાટ વગર આ વેબસાઈટના માધ્યમથી આજરોજ તા.૨૭.૦૯.૨૦૧૫ને રવિવારે વડગામ વેબસાઈટ ઉપર વડગામ તાલુકાના પ્રજાજનોના લાભાર્થે વડગામ સોશિયલ મિડિયા ગ્રુપ ના સૌ સાથી મિત્રો વતી વડગામ ડિજિટલ ડાયરીનુ લોકાપર્ણ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.

જીવન કેટલુ જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ વિચારવાનું છે. સમાજે આપણને શું આપ્યુ એની ચિંતા કર્યા વગર આપણે સમાજને શું આપી શકીએ તેમ છીએ અથવા તો આટલા વર્ષોમાં આપણે સમાજને કેટલા ઉપયોગી થઈ શક્યા છીએ તેના ઉપર જીવનની સાર્થકતા માપી શકાય છે.

વડગામ સોશિયલ મિડિયા ગ્રુપ (www.vadgam.com) ના માધ્યમથી આ દિશામાં સાતત્યપૂર્ણ નાનો સરખો પ્રયાસ થઈ રહ્યો છે. થોડાક સમયથી વડગામ સોશિયલ મિડિયા ( વેબસાઈટ, ફેસબૂકગ્રુપ, વોટ્સએપગ્રુપ) ની રચના કરવામાં આવી છે. આ ગ્રુપના માધ્યમથી પર્યાવરણને અનુલક્ષીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો હોય, જીવદયા ક્ષેત્રે કોઈ કાર્ય કરવાનું હોય અથવા વ્યસનમુક્તિ કે જનજાગ્રુતિનું કોઈ કામ હોય તે સૌના સાથ અને સહકારથી સફળતાપૂર્વક થઈ રહ્યું છે.

વડગામ પંથકના ઉજ્જવળ ભવિષ્યની આશા અને અરમાનો સાથે નાના દિવડાને ટમટમતું અને પ્રજવલિત રાખવાના પ્રયાસરૂપે આ ગ્રુપના માધ્યમથી સૌ વડાગામવાસીઓ પોતપોતાની અનુકૂળતાએ સમયરૂપે, અર્થરૂપે, શ્રમરૂપે તેલનું સિંચન કરી રહ્યા છે જે આજનાં અંધકારમાં અજવાળું પાથરીને સાચી દિશા તરફ વડગામ પંથકને આગળ ધપાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

આજે ભાઈશ્રી વિપુલભાઈ નાથુભાઈ ચૌધરી કે જેઓ વડગામ તાલુકાના કરનાળા ગામના વતની છે તેમણે અથાક પ્રયત્નો થકી વડગામ તાલુકાને અનોખી ભેટ વડગામ ડિજિટલ ડાયરી ના સ્વરૂપે આપી છે તેને સર્વજન હિતાય, સર્વજન સુખાય હિતે આ વેબસાઈટના માધ્યમથી ગ્રુપના સૌ વડગામવાસીઓ વતી લોકાપર્ણ કરતા સુખદ અનુભૂતિ અનુભવું છું.

ભાઈ શ્રી વિપુલભાઈએ એપ ડેવલોપર તરીકે આ અગાઉ પાલનપુર અને ડિસા ડાયરીની ભેટ જનહિત માટે મોબાઈલ ઉપર તરતી મુકી છે જેનો અનેક લોકો સુખદ લાભ લઈ રહ્યા છે.

ભાઈ શ્રી વિપુલભાઈનો આ તબક્કે વડગામ ગ્રુપ વતી સહર્ષ આભાર વ્યકત કરુ છુ અને વડાગામ ડાયરી મોબાઈલ એપ વડગામ તાલુકાના સૌ પ્રજાજનોને વ્યાપકપ્રમાણમાં ઉપયોગી થશે અને તેમના જરૂરી સંપર્કના અભાવે રોજબરોજના અટવાતા કામો વધુ સરળતાથી પાર પાડવામાં આ મોબાઈલ એપ ઉપયોગી સાબિત થશે તેવી આશા રાખુ છું.

વડગામ મોબાઈલ ડિજિટલ ડાયરી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો. અથવા પ્લેસ્ટોર ઉપર સર્ચ કરો.