Blog

જન્માષ્ટમી – ૨૦૧૫ @ વડગામ.

JanmaShtami-Vadgam-2015-16

શ્રાવણ વદ આઠમને શનિવાર વહેલી સવારથી તાલુકા મથક વડગામ મથકે જન્માષ્ટમીને લઈને લોકોમાં ચહલ પહલ વધી ગઈ છે કારણ સમજાય તેવુ છે આ વર્ષે પણ પરંપરાગત લોકમેળો યોજાઈ રહ્યો છે. અનેક વેપારીઓ પોતાની નાની-મોટી હાટડીઓ માંડીને આજ્ના દિવસે વિવિધ વસ્તુઓના વેપાર થકી વધુમાં વધુ નફો કમાઈ લેવા ગોઠવાઈ ગયા છે. લોકોનો અવિરત પ્રવાહ વડગામ બજાર તરફ ધીમે ધીમે વધી રહ્યો છે. મોટેથી ગુંજતા લાઉડ સ્પીકરો મેળાનો રોમાંચ વધારી રહયા છે.

JanmaShtami-Vadgam-2015-1વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ભાવ બાબતની રકઝક ચાલી રહી છે. માસુમ બાળકોની હઠ આગળ મા-બાપ મજબૂર દેખાઈ રહ્યા છે. વસ્તી અને વાહનો વધ્યા છે તેની સામે જગ્યા એની એ જ છે એટલે મેળામાં ફરવાની થોડીક તકલીફ જણાઈ રહી છે. મોટા થઈ ગયેલા ગઈકાલના નાનકાઓ મેળામાં માણવાથી દૂર થઈ ગયા છે હવે તેઓ પોતાને મેળામાં ફરવાને લાયક સમજતા નથી ફરે છે એ કહે છે કે આ છોકરાઓને મેળામાં લઈને આવ્યા છીએ. જેમ જેમ બપોર ચડે છે તેમ તેમ મેળો તેની પરાકાષ્ટાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. નવયુવાનો-યુવતીઓ અનેરા રોમાંચ સાથે રંગબેરંગી પોશાકોમાં સજજ કંઈક પોતાની મસ્તીમાં મેળો ઘમરોળી રહ્યા છે. ખાણી-પીણી ની જયાફતો ઊડી રહી છે. બ્રહમાણી માતાજી મંદિર સંકૂલમાં ગોઠવાયેલી ચકડોળોમાં ઘૂમતા બાળકોને જોઈ વડીલો ભૂતકાળ વાગોળી રહ્યા છે. ગરમી બેસૂમાર છે પણ મેળાનો આનંદ આગળ એની અસર લોકોને વરતાતી દેખાતી નથી.

JanmaShtami-Vadgam-2015-4

રાધા-કૃષ્ણ મંદિર પરિસરમાં દર્શનાર્થે લોકો ઓછા દેખાય છે. સાજે ચાર વાગવા છતાં મેળામાં ભીડ જણાઈ રહી છે. દરવર્ષની જેમ આ વખતે પણ અનેક સ્ટોલોની હારમાળા જોવા મળી રહી હતી.

ગોકુળ આઠમના દિવસે વરસાદના અભાવે ઊડતી કોરી ધૂળ અને રજકણો પરેશાની વધારી રહ્યા હતા. ગ્રામપંચાયત દ્વાર આગલા દિવસે મેળાની જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવે તો ખાસો એવો ફરક પડી શકે એવો એક વિચાર આવ્યો. મેળામાં પ્લાસ્ટિકનો ઊપયોગ એક દૂષણરૂપે વધી રહ્યો છે તેવું જોવામાં આવી રહ્યુ હતુ. પ્લાસ્ટિક ગંદકીમાં અનેક ગણો વધારો કરવાનું માધ્યમ બની ગયું છે.

JanmaShtami-Vadgam-2015-11

જન્માષ્ટમીના દિને ગામમાં રાધા-ક્રિષ્ણા પરિસરમાં રામ-કથા યોજાઈ રહી છે. પૂ. બટુક મુરારી બાપુ ઉપસ્થિત કથા રસિકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. મટકીફોડ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. કાનુડાની ઉજવણી હરખભેર થઈ રહી છે. કાનુડો પાછો વાળવામાં આવી રહ્યો છે. ખાણી-પીણીની જયાફતો ઊડી રહી છે.

વહેલી સવારે શરૂ થયેલો જન્માષ્ટમીનો ઉત્સવ રાત્રીના બાર વાગ્યા સુધી અવિરત ચાલી રહ્યો છે. પરંપરાગત વડગામમાં યોજાતા ગોકળ આઠમના લોકમેળાને માણવો એ પણ એક સુખદ સંભારણું છે એ તો જેઓ એકવાર આ મેળાની મુલાકાતે આવ્યા હોય તે જ જાણી શકે બાકી અહી થોડા ફોટોગ્રાફ્સ આપ્યા છે વર્ચ્યુલ મેળાની મોઝ માણવા માટે. ૨૦૧૬ના ગોકળ આઠમે વડગામના મેળાનો આનંદ લેવા જરૂર આવજો,,,,,,,,,,,,,.

JanmaShtami-Vadgam-2015-3

જન્માષ્ટમી પર્વના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લીક કરો.

Click Here  for more Photographs.

This Post Has 1 Comment

  1. Subodh Modi says:

    Thanks for all pictures.and articles…we remember our childhood and missing this fair.!..wish to all enjoy!!!!!

Leave A Reply