Blog

શસ્ત્ર પૂજા કાર્યક્રમ


દર સાલ ની જેમ આ વર્ષે પણ દશેરા પર્વ નિમિત્તે  વડગામ તાલુકા રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ દ્વારા વડગામ માં ભારતિય સંસ્કૃતિ ને અનુરૂપ શસ્ત્ર પૂજા નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું.

વડગામ પ્રાથમિક શાળા થી શરૂ કરી ને  સમગ્ર ગામ માં સ્વયં સેવકો દ્વારા સુંદર પથ સંચાલન કરવામાં આવ્યું .આ ઉપરાંત આજ નાં પ્રસંગે વિશિષ્ટ ઉપસ્થિત જીલ્લા બૌધિક પ્રમુખ માનનિય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા સ્વયં સેવકો ને બૌધિક પ્રવચન આપવામાં આવ્યું.અને અંતે ઉપસ્થિત સ્વયંસેવકો દ્વારા શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું .
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વડગામ તાલુકા કાર્યવાહક શ્રી મોઘજી ભાઈ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું.

આ ઉપરાંત આજના કાર્યક્રમ માં રતુભાઈ ગોળ , વાલુંભાઈ ચૌધરી એ વિશેષ ઉપસ્થિત રહી સ્વયં સેવક તરીકે વિશેષ જવાબદારી નિભાવી.

આમ ખરા અર્થ માં વડગામ તાલુકા રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ દ્વારા દશેરા ની ઉજવણી કરવામાં આવી.

This Post Has 0 Comments

Leave A Reply