જનરલ માહિતી, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

સામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….

sevajpg

COVID-19 એ આપણા જીવનકાળ ની સૌથી ઘાતક અને વિનાશકારી ઘટના છે અને એ આપણા સમાજની સંપૂર્ણ પરિભાષા બદલી નાખવાની ક્ષમત્તા ધરાવે છે એમ નિસંકોચ પણેકહી શકાય એમ છે. મારાં માટે બીજી કોઈ આવી મહામારી નથી જે આટલી તેજીથી વિશ્વભરમાં ફેલાઈ ચૂકી હોય ડિસેમ્બર-૨૦૧૯ ના અંતમાં ચીનમાં કોરોના વાઈરસનો પ્રથમ કેશ મળ્યો અને અપ્રિલ ૨૦૨૦ આવતા આવતા હાલત એવી થઈ કે દુનિયાની કુલ વસ્તીની ૧/૩ વસ્તી પોતાના ઘરોમાં બંધ છે. આ અભૂતપૂર્વ સંકટમાં રોજ કમાઈ ને રોજ ખાનાર શ્રમિક વર્ગ ને પોતાનું અને પોતાના અને પોતાના પરિવારના ભરણ-પોષણના સળગતા પ્રશ્નો ઊભા થયા.

ખલિલ જિબ્રાને વર્ષો પહેલા મદદકર્તાઓ માટે લખ્યું હતું કે મારા મિત્રો યાદ રાખો કે જે સિક્કા તમે વૃધ્ધ, અશક્ત અને જરૂરિયાતવાળા દરિદ્રના હાથમાં આપ્યો એ સિક્કો એ સિક્કો નથી રહેતો ઇશ્વરીય અંતર સાથે તમારા હર્દય ને જોડનારી એ સોનેરી સાંકળ થઈ જાય છે.

વડગામની અઢારેય આલમના પ્રજાજનો પરોક્ષ કે પ્રત્યક્ષરૂપે પ્રવર્તમાન કોરોના મહામારીના લીધે ઊભી થયેલી લોક્ડાઉન પરિષ્ઠિતિમાં તાલુકાના જરૂરિયાતમંદ પરિવારો ને ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે સહાયરૂપ બની તેમજ પ્રજાજનોમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવાવા જરૂરી સાધન-સામગ્રીનું વિતરણ કરી જનજાગૃતિનું મહત્વપૂર્ણ કાર્ય કરી સામાજિક જવાબદારી નિભાવી છે એટલું જ નહી સામુદાયિક સંક્ટમાં ભાગ લેવાની તત્પરતા દર્શાવી છે. માનવી એ સામાજિક પ્રાણી છે એ ન્યાયે જ્યારે જ્યારે સમાજ જીવનમાં જ્યારે કોઈ આપત્તિ આવે કે કટોક્ટી આવે તેવા સંજોગોમાં સ્વાભાવિક છે કે એક બીજાને સહાયરૂપ બની એ આપત્તિ કે કટોક્ટી સામે એક થઈ લડવું પડતું હોય છે અને એ જ માનવીમાં માનવતા નામના તત્વની જીવતા હોવાની સાચી ઓળખાણ છે. વડગામ તાલુકામાં કેટલાય એવા પરિવારો હશે કે જે રોજ ક્માઈ ને રોજ ખાનરા છે આવા લોકોને લોકડાઉન સ્થિતિમા દૈનિક ધોરણે કામ ન મળવાથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવું મુશ્કેલ બનતું હોય છે ત્યારે આવા કપરા સમયમાં સમાજ જીવનની કસોટી થતી હોય છે.
તાલુકા મથક વડગામમાં વડગામ સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને તેમની યુવા ટીમ દ્વારા અનેક દાતાશ્રીઓના સહયોગથી લગાતાર એક મહિનાથી વધુ સમય માટે વડગામના જરૂરિયાતમંદ પરિવારો માટે જમવાની વ્યવ્સ્થા ગોઠવામાં આવી આ એક અદ્દભૂત અને ઐતિહાસિક કાર્ય હતુ દરરોજ એમની ટીમ દ્વારા ફેસબૂક ઉપર મુક્વમાં આવતી દાતાશ્રીઓની યાદી અને જમવાની વિવિધ પૌષ્ટીક વાનગીઓની માહિતી અને એ તૈયાર કરવાની સમગ્ર પ્રકિયા જાણી અનેક દાતાશ્રીઓ એમાં ઉત્સાહભેર જોડાતા ગયા અને એક લાંબા સમય સુધી વડગામના અંદાજીત ૬૦૦ થી ૭૦૦ જરૂરિયાતમંદ પરિવારોને નિયમિત ભોજન મળતું થયું.

વડગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા ગામના જરૂરિયાતમંદ વ્યત્કિઓ માટે દરરોજ કઢી ખીચડીનું આયોજન ગોઠવાયું જેમા વડગામ ચૌધરી સમાજ દ્વારા ઉદાર હાથે આ નિમિત્તે દાન આપવામાં આવ્યું એટલુ જ નહી અન્ય સમાજ દ્વારા પણ આ ઉમદા કાર્ય હેતુ ફુલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે સહકાર સાંપડ્યો. ચૌધરી સમાજના ઉત્સહી યુવાનો દ્વારા ઉત્સાહભેર કામગીરી કરવામાં આવી.
વડગામ પુરબિયા યુવા મંડળ દ્વારા પણ તેમના સમાજ્ના જરૂરિયાતમંદ પરિવારોને દાતાશ્રીઓના સહકાર થકી રાશનકિટ સ્વરૂપે સહાય પહોંચાડાવામાં આવી અને તેમાં પુરબીયા યુવાનોએ ખંતપૂર્વક કાર્ય નીભાવ્યું.

વડગામા સ્થિત ઉર્બક સોસાયટી અને તેના યુવા પ્રમુખ શ્રી ધવલભાઈ બારોટ અને તેમની યુવા ટીમ દ્વારા પણ જરૂરિયાતમંદ પરિવારોની આવશ્ય્ક જરૂરીયાતોને પહોંચી વળવા સદા તત્પરક્તાપૂર્વક કાર્યશીલ રહ્યા. વડગામ જૈન સમાજ (મહાજ્ન) દ્વારા ગામના કુલ ૧૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રૂ ૧,૦૦,૦૦૦ થી વધુની રાશનકીટ પહોંચાડી મદદરૂપ બન્યા હતા. વડગામ હોમગાર્ડઝ યુનિટના ૨૦ સભ્યોને વડગામના રહેવાસી અને સુરત સ્થિત સ્વ. ચંપકલાલ રાવલના સુપુત્રો ભરતભાઈ તેમજ સંજયભાઈ તેમજ વડગામ CHC માં ફરજ બજાવતા હતા તે કલાબેન મોદીના અમેરિકા સ્થિત પુત્ર અશેષભાઈ વગેરેના સહયોગથી રાશનકીટ આપવામાં આવી હતી. બનાસકાંઠા મહાદવી મુસ્લિમ વિહારી યુથ ફાઉન્ડેશન દ્વારા વડગામ સ્થિત સરકારી હોસ્પિટલમાં PPE (પર્સનલ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટ) કીટો તથા માસ્ક આરોગ્ય સ્ટાફ્ને આપવામાં આવ્યા હતા એ જ રીતે તાલુકા પોલીસ મથકે પણ માસ્ક્નું વિતરણ કરવામાં આવ્યું હતું. વડગામ ક્ષત્રિય સેના દ્વારા પણ તાલુકા મથકમા લોકોને માસ્ક્નું વિતરણ કરવામં આવ્યું હતું. વડગામમાં આવેલી શૈક્ષણીક સંસ્થા ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સના પ્રમુખ શ્રી કાનજીભાઈ પટેલે સેનેટાઈઝની બોટલો અને માસ્ક્નું પ્રજાજ્નોમાં વિતરણ કરી જનજાગૃતિનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. વડગામ આર્યુવેદિક હોસ્પિટલ ના ડૉ. અલ્પેશભાઈ ત્રીવેદી અને તેમના સ્ટાફ દ્વારા તાલુકાના પ્રજાજનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ટેબ્લેટ તેમજ આર્યુવેદિક ઉકાળાનું રસપાન કરાવી લોકોને મહામારી સામે લડવાની શક્તિ મળે તે હેતુ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા શૈક્ષાણિક મહાસંઘ દ્વારા તાલુકાના જરૂરિયતમંદ વ્યક્તિઓને રેશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડગામ ભોજક સમાજદ્વારા સમાજ્ના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા સેવાકિય કાર્ય કરવામાં આવ્યું હતું. વડગામા તાલુકાના મેતા ગામમાં કોમી એકતાની મિશાલા જોવા મળી હતી. મેતા ગામના વતની અને હાલમાં અમેરિકા (યુ.એસ.એ) ખાતે રહેતા અકબરભાઈ જલાલભાઈ કરોવડીયા તરફથી પોતાના વતન મેતા ગામની વિધવા બહેનો અને ખૂબ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા એવા પરિવારોને સિયા ઈમામી, ઇસ્લામ કાબડીયા, અબ્દુલભાઇ અને સમાજિક કાર્યકર્તા મુબારકભાઈ તથા જમાતના ભાઇઓ દ્વારા ૪૦૦ મણ ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડગામ તથા મેમદપુર ગામના યુવાનો દ્વારા થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજી ગામના યુવાનોએ આપેલ રક્તદાન થકી અંદાજીત ૧૫૦ બોટલ રક્ત એક્ઠું કરવામાં આવ્યું હતું. મેમદપુર ગામના યુવાનો દ્વારા ગામના જરૂરિયતમંદ લોકોને લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકાની મોટાભાગને તમામ દૂધમંડળીઓ દ્વારા બનાસડેરીના ચેરમનશ્રીના માર્ગદર્શન નીચે તમામ દૂધ મંડળીઓ તેમજ ગામમાં સેનેટાઈઝનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું. તાલુકાની ગ્રામપંચાયતો પણ સક્રીય રહીને ગામને સેનેટાઈઝ કરવામાં સહકાર આપ્યો હતો.

અત્રે મારે વિશેષ ઉલ્લેખ મારે વડગામા તાલુકાન બે યુવા અગ્રણીઓનો કરવો છે. તાલુકા મથક વડગામના વતની અને જિલ્લા યુવા અગ્રણી શ્રી હિતેશભાઈ ચૌધરીએ જિલ્લામા વિવિધ જગ્યાએ થેલેસેમિયાગ્રસ્ત અને કેન્સર પિડીત દર્દીઓ માટે પાંચ થી છ મોટા રક્તદાન કેમ્પનું આયોજન કરાવી આવી આફતાની સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પૂર્ણ કરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તો વિવેકાનંદ યુવા મંડળ અને વહીવટી તંત્રના સહયોગથી લોક્ડાઉનના સમયમાં જરૂરિયાતની વસ્તુઓ અને સેવઓ મેળવવા માટે મોબાઈલ એપની સેવા શરૂ કરાવી પ્રશંસનિય કાર્ય કર્યુ હતું. તે જ રીતે વડગામ તાલુકાના ગીડાસણના વતની અને જિલ્લા યુવા અગ્રણી શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા પાલનપુર સ્થિત વડીલ વિશ્રાંતી ગૃહ માં નિવાસ કરતા વડીલોને લોક્ડાઉનની સ્થિતિમાં ઊભી થયેલી કટોક્ટી વખતે સવારા સાંજ ભોજનની વ્યવસ્થા કરાવવા ઉપરાંત પાલનપુરની વિવિધ હોસ્પિટલમાં સારવારા રહી રહેલા જરૂરિયાતમંદ પરિવારો માટે ટિફીન સેવાથી માંડી વતન પરત ફરી રહીલા મજૂરો માટે જમવાની સુવીધા પુરી પાડી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. વડગામા તલાટી મંડળ દ્વારા પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશનની મદદ પહોંચાડવામાં આવી હતી. વડગામ તાલુકાના છાપી મુકામે શ્રીમતી જી.બી.પવાયા અને શ્રેમતી પી.એસ.પવાયા સાયન્સ કોલેજ દ્વારા માસ્ક વિતરણ, હેન્ડ સેનેટાઈઝર અને હાથના ગ્લોઝ તેમજ ઇમ્યુનિટિ પાવર (રોગ પ્રતિકારક શક્તિ) ની દવાઓ વગેરેનું કોલેજ્ના આચાર્ય ડૉ. નિતાબેન ગોળ તેમજ પ્રોગ્રામ ઓફીસર શ્રી વિરજીભાઈ આર. ચૌધરીના માર્ગદર્શન નીચે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પ્રવૃતિ અંતર્ગત સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી તેમજ ડો.નરેન્દ્રભાઈ ચૌધરીએ તાલુકામાં કોરોના સંક્રમણની ને લગતી માહિતી અને માર્ગદર્શન માટે જ્યારે પણ વડગામ.કોમ માધ્યમથી તેમને ફોન કરવામં આવતો ત્યારે જનજાગૃતિ હેતુ તેઓ બંન્ને ડૉક્ટરશ્રીઓ એ ખૂબ જ સારો સહકાર આપ્યો છે. ઉપરાંત વડગામ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી તેમજ નરેન્દ્રભાઈ ચૌધરી અને તેમની સમગ્ર આરોગ્ય ટીમે કોરોના મહામારી દરિમાયન વડગામ તાલુકામાં પ્રશંસનિય કામગીરી કરી રહી છે તેનો વિશેષ આનંદ છે. રાષ્ટ્રીય સ્વયંમસેવક સંધ દ્વારા પણ તાલુકામાં જરૂરિયતમંદ લોકોને મદદરૂપ થવાની સેવાકીય કામગીરી કરવામાં આવી હતી.
આમ તાલુકામાં કોરોના મહામારી સંદર્ભે વિવિધ સંગઠનો, સંસ્થાઓ, વહીવટીતંત્ર અને વ્યક્તિગત ધોરણે પણ અનેક અનેક લોકો સહ્ભાગી બની મુશેક્લ સમયમં સામાજિક વ્યવ્સ્થા જળવાઈ રહે તેવા પ્રશંસનિય કાર્યો કરવામાં આવ્યા હતા. તાલુકામાં અને ધંધાર્થે તાલુકા બહાર રહેનાર અનેક એવા વડગામવાસીઓ છે જેમણે ફૂલ નહી પણ ફૂલ ની પાંખડી સ્વરૂપે આ મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનું ઇશ્વરીયકાર્ય કર્યુ છે કરી રહ્યા છે જે દરેકની વિગતવાર માહિતી ન હોવાથી અત્રે ઉલ્લેખ કર્યો નથી પણ એમનું યોગદાન પણ ઓછું આંકી શકાય એમ નથી.

કોરોના મહામારી પ્રસંગે જે પણ સામાજિક સંસ્થાઓ , સંગઠ્નો, સંસ્થાઓ, ,સામાજિક મંડળઓ, વહીવટીતંત્ર, આરોગ્ય કર્મચારીઓ, પોલીસતંત્ર, વિજકર્મીઓ તેમજ વ્યક્તિગત દાતીશ્રીઓ એ સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ સમાજ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપો થયા છે..થઈ રહ્ય છે તે તમામની કામગીરીને બિરદાવી માનવતાના દર્શન કરાવનાર સૌ કોઇને www.vadgam.com ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.