ઇસ્લામપુરાના ઈસ્માઈલભાઈની ઈન્સાનિયત …..!!
સમજદાર નેકદિલ ઇન્સાન ને મંદિર-મસ્જીદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ નાં આશરાની જરૂર નથી પડતી કારણ કે પરવરદિગારે આવા ઈન્સાનોને સમજદારી અને ખાનદાની ની ભેટ આપી ને એ સાબિત કરી દીધું હોય જ છે કે તેમના ઉપર ઉપરવાળાનાં આશીર્વાદ છે જ અન્યથા સારા વિચાર-આચાર ની સાથે સમજણરૂપી દોલત કાઈ એમ ને એમ તો નથી મળી જતી. આખું આયખું કાવા-દાવા અને ટપલી દાવ માં હોંશિયારીથી વિતાવી દેતા કમભાગીઓને ક્યા ખબર છે કે પોતાનું જીવન સરવાળે તો એળે જ ગયું છે. સમજણ સાથે નું જીવન જીવતા મનુષ્યોનું કર્મ જ તેમની બંદગી છે તેમની પૂજા છે કે નમાજ છે.
વાત છે વડગામ તાલુકાનાં નાનકડા ગામ ઈસ્માલપુરાના વતની ઈસ્માઈલભાઈ ની…ઈસ્માઈલ ભાઈ નું વડગામ મુકામે લોખંડનું નાનું એવું કારખાનું છે. વડગામથી લક્ષ્મણપુરા જવાના માર્ગ ઉપરનાં અંતિમધામ માં દિલેર દાતાઓ અને ગ્રામજનો નાં સાથ સહકાર થી રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે..જાળી-દરવાજા બનાવવાનું કામ ઈસ્માઈલભાઈ ને આપવામાં આવે છે. મુસ્લિમ બિરાદર હોવા છતાં આ માણસે હિંદુ અંતિમધામ માં આવીને જે ભાવ થી કામ કર્યું છે તે તો તે વખતે ઈસ્માઈલભાઈ નો ચહેરો જોઈએ તો જ ખ્યાલ આવે..આ માણસે ખરા અર્થમાં ઇસ્લામ ધર્મને જીવ્યો છે…પચાવ્યો છે . આનાથી ઉત્તમ કોમી એકતા નું ઉદાહરણ બીજું શું હોઈ શકે ? અમને ખબર છે કે આજકાલ નાં કારીગરો કામમાં કેવા તિકડમ કરતા હોય છે પણ આ માણસે પૈસાની કોઈ ગેરંટી નાં હોવા છતાં કારણ કે આ તો સેવા નું અને ધાર્મિક કામ એટલે ઘણા ને શંકા જાય કે આ કામ માં નફો મળશે કે કેમ ? સમયસર કામ પૂર્ણ કર્યું એટલું જ નહિ પૈસાની કોઈ ઉઘરાણી નહિ …કામ પૂર્ણ થયા બાદ તેમને જ્યારે Payment આપવા ગયા તો કહે શું ઉતાવળ છે બીલ બનાવું એટલે આપજો …અમે કહ્યું કે આ રહ્યા પૈસા આપની પાસે રાખો બીલ પછી આપજો તો એમણે કહ્યું અઠવાડિયું પૈસા મારી જોડે પણ એમ જ પડ્યા રહેવાના છે તો આપની પાસે જ રાખો પછી આપજો ..અમે કહ્યું લો આ રૂ. ૫૦૦૦ ઉચક રાખો તમારે જરૂર પડશે એમણે કહ્યું બધા સાથે જ આપજોને…મને યાદ નથી કે એમણે કામ શરૂ કરતા કોઈ advance કે ત્યાર પછી પણ કોઈ ઉઘરાણી કરી હોય….આ ઇન્સાન ને કોઈ પણ પૈસો કાપ્યા વગર એની ઈમાનદારી ની વળતર તો આપવું જ પડશે ! મને શંકા છે કે આ ઇન્સાન ની છેલ્લે એટલે સુધી તૈયારી હશે કે કદાચ મને વળતર નાં મળે તો પણ ચાલશે !!! www.vadgam.com ઇસ્માઈલભાઈ ની ભાવનાસભર કામગીરી ની કદર કરી તેમને સલામ કરે છે …!!!!
Allah unki umar me barkat de