કલા મહાકુંભ -૨૦૧૭
તા.૨૧.૦૮.૨૦૧૭ને સોમવારના રોજ વડગામની અગ્રહરોળની શૈક્ષણિક સંસ્થા ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ -૨૦૧૭ની હરીફાઈ યોજાઈ ગઈ. આવી સ્પર્ધાઓના માધ્યમથી કળાપ્રેમીઓને એક અવસર પ્રાપ્ત થતો હોય છે પોતાની કળાને ઉજાગર કરવાનો અને પોતાના નામની ઓળખાણ જગતને કરાવવાનો. જ્યારે તાલુકા કક્ષાનો મહાકુંભ યોજાતો હોય ત્યારે સ્વભાવિક રીતે અપેક્ષા હોય કે ૧૧૦ ગામો ધરાવતા વડગામ તાલુકામાંથી વિવિધ કળાક્ષેત્રના પ્રતિભાવંત યુવક-યુવતીઓ તેમજ પ્રજાજ્નો ખૂબ મોટી સંખ્યામાં ઊપસ્થિત રહે પરંતુ આ સ્પર્ધામાં માત્ર ૧૫૭ જેટલા જ રજીસ્ટ્રેશન થાય તે ચિત્ર તાલુકા માટે થોડુક નિરાશાજનક ગણી શકાય અને હા તેમાય સમૂહ ગીતમાં- ૭૩, ગીતમાં-૩૨ ગરબામં-૩૮ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા જે એક સામાન્ય બાબત છે જ્યાર અનેક એવી વિશેષ કળાઓ છે જેમાં બહુ જ ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા હતા દાખલા તરીકે સુગમ સંગીત, લોકનૃત્ય,ભરતનાટ્યમ વગેરે….!!!
કારણ ગમે તે હોય પણ એ બાબત સુવિદિત છે કે પંથકના લોકો જાગૃતિના અભાવે આવા પ્લેટફોર્મનો પુરતો લાભ લઈ શકતા નથી અને પોતાની પ્રતિભાને આગળ લઈ જવા માટે ઉપયોગ કરી શક્તા નથી તે એક નિરાશાજનક બાબત છે.
ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સના સંચાલ શ્રી કાનજીભાઈ ચૌધરી અને તેમની સમગ્ર ટીમે કળા મહાકુંભને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી છે તે બદલ તેઓશ્રીને અને તેમની સમગ્ર ટીમને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.