વડગામમાં મેડિકલ કેમ્પ યોજાયો.

IMG-20160711-WA0002

વડગામમાં કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાયત્રી પરિવારના સયુંકત ઉપક્રમે પાચનતંત્રના વિવિધ રોગો તેમજ બાળકોને લગતા વિવિધ રોગોનું ફ્રી નિદાન તેમજ સલાહ કેમ્પ યોજાઈ ગયો.

આ પ્રકારના કેમ્પો ગ્રામીણ ક્ષેત્રના જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઊપયોગી થતા હોય છે કારણકે આજના મોંઘવારીના જમાનામાં ગામડામાંથી શહેરમાં કોઈ રોગના નિદાન માટે જવુ હોય તો કન્સલન્ટસી ફી, ભાડુ અને દવાઓ મળીને  સહેજે હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે તેવા સમયે નિષ્ણાત ડૉક્ટરો ઘર આંગણે આવીને ફ્રી ઓફ કોસ્ટ આ પ્રકારની સુવિધા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પુરી પાડે ત્યારે આમજનતા માટે આ પ્રકારના કેમ્પ આશિર્વાદ સમાન બનતા હોય છે.

તા. ૧૧.૦૭.૨૦૧૬ના રોજ આ જ પ્રકારનો મેડિકલ કેમ્પ વડગામની પ્રાથમિકશાળા-૧ ની જગ્યામાં સફળતાપૂર્વક યોજાઈ ગયો.

IMG-20160711-WA0001ઇંડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ આર. ગોસ્વામી તથા જામાભાઈ એ. ચૌહાણ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી મહોતભાઈ જી. પટેલ, ગાયત્રી પરિવારના શ્રી જશુભાઈ એમ. રાવલ તેમજ કરશનજી  સી. સોલંકી આ ઉપરાંત વડગામ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ગણેશભાઈ આર. ડેકલિયા, અશોકભાઈ નાઈએ તેમજ ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.

આ મેડિકલ કેમ્પમાં ઊપસ્થિત ડૉ શ્રી ડી.એમ. પટેલ (ગેસ્ટ્રોસર્જન) તેમજ ડૉ. મીનાબેન જે. પટેલ (બાળરોગ નિષ્ણાત) દ્વારા દર્દીઓને ફ્રી મેડિકલની સાથે વિશેષ સેવા આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડગામ સરપંચશ્રી તેમજ ગામ અગ્રણીઓએ હાજર રહી આજના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું.