કોદરામમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ.
🚩રણુજા રામા પીર તીર્થસ્થાને પગપાળા દર્શનાર્થે જનાર યાત્રાળુઓ માટે સમસ્ત કોદરામ ગામ દ્વારા આસ્થાના પ્રતિક એવા બ્રહ્માણી માતાનાં મંદિર, કોદરામ (વડગામ) મુકામે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં પગપાળા જતા યાત્રાળુઓ માટે ચા – નાસ્તો, જમવાની, આરામ કરવા માટે તેમજ રાત્રી રોકાણ જેવી વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે…🙏
સેવાકીય કાર્ય થકી ગામનું નામ ઉજાળનાર ઘર્મભૂમિ કોદરામ (વડગામ) ના સમસ્ત ગ્રામજનો ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે. 🙏