રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વડગામમાં શક્તિ સાધના કળશ.
ગાયત્રી પરિવાર વડગામ દ્વારા શક્તિ કળશ યાત્રાનું વડગામ, મગરવાડા, લિંબોઇ, રૂપાલ ગીડાસણ, નાંદોત્રા, પીલુચા અને ભરોડ ગામોના ૨૪ ઘરોમાં સ્થાપન થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ કળશ એ શાંતિ કળશ છે જેનાથી કુટુંબ, પરિવાર, ગામમાં સંપ અને સુલેહ જળવાઈ રહે છે. વડોદરા ખાતે થયેલા અશ્વમેઘ યજ્ઞને ૨૫ વર્ષ ૨૦૧૮માં પુરા થતા હોવાથી રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા સમગ્ર ગુજરાતમાં ગામે ગામ શક્તિ સાધના કળશની સ્થાપનાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ શક્તિ કળશમાં હિમાલયની દિવ્ય સત્તાઓની તથા તેત્રીસ કોટી દેવતાઓની દિવ્ય શક્તિ તેમજ માં ગાયત્રી અને ગંગાની પાપ નાશિની શક્તિ અને ૭૫૦ વર્ષના અખંડ અગ્નિની પવિત્ર ભસ્મ સ્થાપિત કરેલી છે.
આ શક્તિ કળશ પૂ. ગુરુદેવ દ્વારા સાધનાથી શક્તિ પ્રાપ્ત કરવા માટે મોકલવામાં આવ્યો છે. જરૂરી અનુશાસનનું પાલન કરી પવિત્ર ભાવના સાથે કળશ સ્થાપન કરવાથી સૌના માટે લાભકારી થશે.
વડગામ ગાયત્રી પરિવાર દ્વારા સમયાંતરે પૂ. ગુરુદેવે ચિંધેલા માર્ગે અનેક સમાજ ઉપયોગી સકારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન ગોઠવવામાં આવે છે. વડગામ.કોમ વડગામ ગાયત્રી પરિવારને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.