Statue of Unity પ્રોજેક્ટ હેડ તરીકે વડગામ તાલુકાનું ગૌરવ…..!!
તાજેતરમાં Statue of Unity એ ચર્ચાનો મુદ્દો હતો. ભારતના વંદનિય મહામાનવ સરદાર પટેલ સાહેબની જગતની સૌથી ઊંચી પ્રતિમા ના સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પ્રોજેક્ટ હેડ તરીકે વડગામ તાલુકાના સીસરાણા ગામના મુળ વતની શ્રી સંજ્યભઈ જોષી કાર્યરત હતા એ બહુ ઓછા લોકોને ખબર હશે.
રાજકીય મહાનુભાવો સાથે ફોટામાં દ્રશ્યમાન શ્રી સંજયભાઈ જયંતીભાઈ જોષી મૂળ વડગામ તાલુકાના સીસરાણા ગામના વતની છે. એડીશનલ કલેક્ટર ના હોદ્દા ઉપર બિરાજમાન શ્રી સંજયભાઈ જોષી હાલમાં Statue of Unity Project Head તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
વડગામ.કોમ શ્રી સંજયભાઈ ની વહીવટ ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી બદલ ગૌરવ અનુભવી તેઓશ્રી ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
આદર્શ શિક્ષક અને આચાર્ય શ્રી જયંતી કાકાના પુત્ર શ્રી સંજયભાઈ એ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. સખત મહેનત અને દ્રઢ મનોબળ સાથે કેવી રીતે ઉજ્જ્વળ કારકિર્દી બનાવી શકાય તેનુ ઉત્તમ ઉદાહરણ શ્રી સંજયભાઈ એ પુરુ પાડયું છે.
Thanks to Vadgam.com for introducing such a real hero. He is a really motivational personality.
Mare I’d banvu se