મેરા વડગામ બદલ રહા હૈ ….!!!

1પુસ્તકાલયો ભરચક દેખાવા માંડે ને સાહેબ ત્યારે સમજવું કે આવનાર સમયમાં સમાજમાં કંઈક સકારાત્મક પરિવર્તન આવશે. યુવાનોને અભ્યાસ ની ભૂખ જાગી છે નહી તો એક સમયે પુસ્તકાલયો ની જગ્યાએ પાનના ગલ્લે યુવાનોની ભીડ જામતી… પુસ્તકાલયો માં એક બે  નવરા વાતોડીયા સમય પસાર કરતા હોય એટલું જ.. યુવાનો અને પુસ્તકાલય માં એ સ્વપ્ન જેવું લાગતું એનો મને અનુભવ છે ….આખુ પુસ્તકાલય પાણી વગરના તળાવ જેવું લાગતું. હવે તળાવ ભરાયું છે તો હરખ તો થાય છે સાથે સાથે યુવ પેઢી પોતાની કિંમતી સમયનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી રહ્યા છે.

2

રૂટીન મુજબ આજ રોજ તા.૦૯.૦૯.૨૦૧૮ના રોજ વડગામ સરકારી પુસ્તકાલયમાં ગયો તો બેસવાની જગ્યા નહોતી એટલું જ નહી બહેનોની પણ હાજરી હતી. નિરવ શાંતિ વચ્ચે જે શિસ્ત અને ધ્યાનથી યુવક યુવતીઓ ઉજ્જવળ ભવિષ્ય માટેની તૈયારીઓમાં ડૂબેલા હતા જોઈને સઆનંદ આશ્ચર્ય અનુભવ્યું. ફોટો ક્લિક કરતી વખતે મને પણ થયું કે કદાચ એમને ખલેલ પંહોચશે પણ અંતે મે એક બે ક્લીક કરી જ લીધા. તમને વાત કરવી હોય તો પણ સંકોચ થાય તેવું વાતાવરણ જોઈ અદ્દભુત આનંદની અનુભૂતિ થઈ. લાઈબ્રેરીના આજ સુધીના સર્વે લાઈબ્રેરિઅનો અને ખાસ તો અનવરભાઈ જુનેજા અને સ્ટાફની મહેનત આખરે રંગ લાવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે……!!