Poem-Gazal

કાવ્ય રચના : કનૈયાલાલ શંકરલાલ જોષી (કલ્પ)

[વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની શ્રી કનૈયાલાલ શંકરલાલ જોષી કે જેઓ ‘કલ્પ’ ના ઉપનામે પણ ઓળખાય છે, શ્રી કનૈયાલાલ શંકરલાલ જોષી કાવ્ય લેખન નો વિશેષ શોખ ધરાવે છે. તેઓનું એક કાવ્ય બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે.પુસ્તકની વિગત કાવ્ય ના અંતમાં આપવામાં આવી છે.]

 

ઘા

છાનાં નયન ટકરાય જ્યાં, ગેબી ગર્જના થાય,

વીજલડી ચમકાર કરે જ્યાં, વર્ષાની ધાર થાય.

ભાવભીના તરબોળ બની, ઉગ્યા માયાવી વૃક્ષો,

ગેલ કરે એક બીજાને, મૂકી મનડાનો શેહ,

હૈયે વસવ્યું અમૃત જેને, વિષની કેવી આશ ?

 

ભાનુ શશીની શાખે,

અર્પ્યા મીઠાં મનડાં,

મન મંદિર માં…..!

મહિમા ગાતા…..!

નિહાળ્યાં એ દિપકો!

 

ભલેને વાયુ તણા છીછકાર, વહી જાય શીરે!

એક બીજાને ગેલ કરતાં, ચૂમી રહ્યા એ વૃક્ષો,

વાસના તણું વાદળ હતું, સંકેલી લીધી માયા,

લોલુપ એના એ નયન થી, છિદ્રાળુ થઈ કાયા,

વમણ તણા વ્હેણમાં, ‘કલ્પ’ ગોથા ખાય,

છાનાં નયન ટકરાય જ્યાં, ગેબી ગર્જના થાય…

 

[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]