Poem-Gazal

નિતિન રાવલ ની રચનાઓ : ભાગ – ૧

[પ્રસ્તૃત રચનાઓનું સર્જન વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની ભાઈ શ્રી નિતિનભાઈ મુકેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી નિતિનભાઈની તાજેતરમાં દેના ગ્રામીણ બેંકમાં નોકરી માટે પસંદગી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નિતિનભાઈ એ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરીંગની પરીક્ષા ઉત્તર ગુજરાત લેવલે પ્રથમ તેમજ ગુજરાત લેવલે બીજા ક્રમાંકમાં ઊર્તિણ કરી છે તેમણે ક્લાસ ૧-૨ પ્રિલિમ પણ પાસ કરી છે અને પરીક્ષાની આગળની તૈયારી કરી રહ્યા છે. કવિતા સર્જન તેમનો મૌલિક શોખ છે.]

 

[૧]

કટ ઓફ પાડને બહાર

અરે ઓ ! નિરાકાર દીનદુ:ખીયાના આધાર

વાહ ! કેવી કસોટીઓ લે છે, લગાતાર.

તૈયારીનું તો પૂછ જ નહિ, છે ઘણા પડકાર

જીવનની એરણ પર, વેરણનો છે રણકાર.

સત્યનું તો પૂછ જ નહિ, સિલેબસ અપરંપાર

ગરીબી, અન્યાય, ભ્રષ્ટાચાર વિષયોની છે વણઝાર.

બની બેઠા એ અધ્યાપકો, વગર ડિગ્રીનો આધાર

તારી આ યુનિવર્સિટીમાં, ડીગ્રીવાળો લાચાર.

એક કસોટી પાર પડે ને, બીજી છે તૈયાર

વિના કસોટી વટ પડે, એ જ થઈ ગયા હોંશિયાર.

સિધ્ધાંતોના સમર્થકો, છે હજીયે એવા જવાબદાર

સિધ્ધીવિનાના પરિક્ષકો, કરે છે તેમને બરબાદ.

બે વેતનું જીવન, નથી રહ્યો કસોટીનો ડર

અસમાનતા દૂર કરી, પારદર્શી કસોટીનું કર.

પરીક્ષાર્થીઓ અહિં છે, ઘણાય નરસિંહના અવતાર

પેપર સેટ કરીને, હવે તું જ કર એક તાર.

ધીરજ ને ખૂટવા ના દેતો, પુર એમાં હૂંકાર

બસ !!! જલદી કટ-ઓફ પાડને બહાર.

[૨]

રી ગયું !!!

 

ટેકનોલોજીનું ભ્રમાચ્છાદિત આવરણ ઘર કરી ગયું.

બેખબર બેધ્યાનપણામાં ખબર નહિં ક્યારે ટચ કરી ગયું.

માન સન્માનની મર્યાદાઓને સર કરી ગયું.

મર્મને કર્મના ભાવાવેશની જાણે કબર કરી ગયું,

સદ્દવિચારોનું જાણે કે વિખંડન કરી ગયું.

સત્તચિત્તઆનંદનું તો સરેચોક ખૂન કરી ગયું.

અમસ્થા ટોકાય નહિં વારંવાર કંઈક તો કરી ગયું.

આવડે ને સમજાય તો તો તમારું કામ કરી ગયું

ગ્લોબલાઈઝેશનમાં સહજ રીતે ખૂણામાં જડ કરી ગયું. (યૂઝર્સ)

આપણું નહિ ભલે ! તો એનું તો પાર કરી ગયું. (કંપનીઓ)

જો જો સંભાળજો કે બાળક સ્કીડ કરી ગયું (સ્કીડ = લપસવું)

જાણજો ક્યાંક ટેકનોલોજીનું ભૂત તો નથી ચડી ગયુ.

પત્ર સંવાદ અને આતુરતાની એ વાટો આ બધું ક્યારનું તરી ગયું

વાગોળો દાયકા પેલાની એ યાદો નથી લાગતુ ! બધું મરી ગયું.

ટેકનોલિજીનું………..

[3]

મન થાય છે

 

દિવાળીના દિવસોમાં અતીતના અંધકારમાં,

પ્રકાશ પાડવાનું મન થાય છે.

જિદ કરીને વાદ પાડીને કરેલી ભોળી ભૂલો,

યાદ કરી લેવાનું મન થાય છે.

પણ આજે………

ઠસ્સો ઠસ્સ ભરેલી પેલી ફટાકડાની,

આંગળિયાતને અપાવવાનું મન થાય છે.

ન નાના ન મોટા યુવાનીના આ ઊંમરે

વ્યહવારોમાં ડોકિયું કરવાનું મન થાય છે.

સબંધો ફરજોનું શૂન્યાવકાશ એ બાળપણ

યાદ કરીને રડવાનું મન થાય છે.

કરેલાં એ આનંદો હાથમાંથી સરકી જતં

અફસોસ કરવાનું મન થાય છે.

ન નાનાં ન મોટા યુવાનીના આ ઊંમરે,

આજ પાછા વળવાનું મન થાય છે.

હાથમાં ફોડતાં ફટાકડાં ત્યારે, આજે ફૂટતાં,

કાન બંધ કરવાનું મન થાય છે.

સલાહ ન માનનારાં ત્યારે, આજે ખુમારી કંઈક

સલાહ આપવનું મન થાય છે.

ન નાના ન મોટા યુવાનીના આ ઊંમરે,

જાણતાં અજાણ થવાનું મન થાય છે.

દિવસો વીતેલા એની યાદમાં આવનારાની સાદમાં

વિષાદ કરવાનું મન થાય છે.

દિવાળીના દિવસોમાં અતીતના અંધકારમાં,

પ્રકાશ પાડવાનું મન થાય છે.

ટિપ્પણી

આંગળિયાત :- આંગળી પકડીને ચાલનારું બાળક

ઊંમરે :- ઉમરનો એક ચોક્કસ સમયગાળો

 

[4]

સમયની સવારી

 

થોભી જા ! તને કહું છું સમયની સવારી

યત્નપૂર્વક કરી લઉં આજકાલની ગણતરી

જિંદગીને ભાગી થકી ઘણાંય પહેરવેશ

કંઈ ન મળ્યું ભાગફળ શૂન્ય એ જ શેષ

દોડ્યો પડ્યો અથડાયો કૂટાયો કોને કાજ

વગરફોગટનું ખોયું મેં તો મુદ્દલને વ્યાજ

સત્તચિત્ત આનંદના ભેગા કરી લઉં સરવાળા

એ જ મુદ્દલ ને એ જ વ્યાજ કરી લઉં એની માળા

શૂન્ય ને શૂન્યથી કેવી રીતે ભગાય !!!

અહિં તો બે મહિનામાં બે નવવર્ષ ઊજવાય

જાણું છું ! જીવનપર્યત આ જ નાટક ભજવાય

અહા !!! અહિં તો શૂન્યને શૂન્યથી જ ભગાય

કાચી પડી ગણતરી બધી પાકી

સાચી છે એ ગણતરી તેની જ બાદબાકી

જોઈ છે મેં આ જગતની ખૂમારી

નથી જોઈ આવી ગણિતની બિમારી

મેલી દો ! સઘળી મારામારી

થઈ ગઈ આજ અવળી સમયની સવારી.