રિયા શાહની વતનના બાળકોના વ્યક્તિ ઘડતર હેતુ કાર્ય કરવાની ઉમદા ભાવના
વડગામની દિકરી રિયા શાહ દેશ – વિદેશમાં Oasis Movement ના માધ્યમ થકી વ્યક્તિ ઘડતરના પ્રેરક અને પ્રશંસનિય સામાજિક કાર્યો કરી રહ્યા છે , પણ એમને વિચાર આવ્યો કે મારા વતનમાં આવા કાર્યોનું આયોજન થાય તો ભવિષ્ય માં એની ઘણી સકારાત્મક અસરો સમાજ જીવનમાં જોવા મળી શકે. એમનું સ્વપ્ન છે કે મારા જિલ્લા ના કે તાલુકાની શાળાના બાળકોને યોગ્ય પ્લેટફોર્મ આપીએ તો શિક્ષણ ની સાથે મહત્વપૂર્ણ કહી શકાય એવા કેળવણીના પાઠ શીખી બાળકો ઉત્તમ નાગરિક બની સ્વસ્થ સમાજ નિર્માણની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણ મા સહયોગી બની શકે.
માત્ર 26 વર્ષ ની ઉમરે રિયા એક ઉત્તમ વિચાર સાથે અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય એવું કાર્ય કરી રહ્યા છે.
આપણા માટે આનંદની વાત છે કે આપણા તાલુકાની આ દિકરી આપણા વિસ્તારના બાળકોના જીવન ઘડતર માટે ઉત્તમ તક લઈને આવ્યા છે.
આપ સૌને વિનંતી કે આપેલ વિડીયોની લિંક આપણા તાલુકાની દરેક માધ્યમિક શાળા સુધી પહોંચાડશો જેથી વધુમાં વધુ શાળાના સંચાલકશ્રીઓ, આચાર્ય શ્રી ઓ એમની વાતને સાંભળી શકે , સમજી શકે અને એક ઉત્તમ કાર્ય ના નિર્માણ માં સહયોગી બની આપણા તાલુકાની યુવાપેઢીની ઉજ્જવળ આવતીકાલ માટે નિમિત્ત બની શકે.
આપણા તાલુકાની માધ્યમિક શાળાઓના આચાર્ય શ્રીઓ વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકે છે.
નિતીન એલ.પટેલ – 9429407732