અંતિમધામ જગ્યાની સુધારણા
વડગામ ગામ માંથી લક્ષ્મણપુરા જતા માર્ગ માં આવતા અંતિમધામ કે જ્યા મૃતાત્મા ઓની અંતિમ વિધી કરવામા આવે છે.તે જગ્યાને વ્યવસ્થિત કરવાની જરૂરિયાત જણાય છે. વર્ષ-૨૦૧૨ માં આ જગ્યાને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસરૂપે નીચે જણાવેલ પ્રવ્રુતિઓ કરવાનુ આયોજન છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વડગામ ગામ ના નાગરિકો આ કાર્યમા યથાશક્તિ ફાળો નોધાવી સહકાર આપી શકે છે.આ કાર્યમા સહયોગ આપનાર દરેક વ્યક્તીની માહિતી તથા હિસાબો www.vadgam.com ઉપર મુકવામા આવશે.
(૧) ગામ માંથી દાતાશ્રીઓ ધ્વારા બેસવાના બાંકડાઓ આપવામા આવ્યા છે પણ તે વ્યવસ્થિત રીતે બેસી શકાય તેવી જગ્યાએ મુકવામા આવેલ નથી.તો તે બાંકડાઓને વ્યવસ્થિત જગ્યાએ મુકવા જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
(૨) અંતિમધામની જગ્યામા આવેલ બિનજરૂરી ઝાડીને દૂર કરવી.
(૩) યોગ્ય જગ્યાએ વ્રુક્ષારોપણ કરવુ.
(૪) આ જગ્યા માં ઉગેલ ઘાસ તેમજ કાંટાઓને દૂર કરી ટ્રેક્ટર દ્વારા વ્યવસ્થિત સફાઈ કરાવવી અને જગ્યાને ચોખ્ખી બનાવવી.
(૫) અન્ય જરૂરિયાત જણાય તે.
દર વર્ષે ગામ માં આવા નાના પ્રોજેક્ટ થકી અને થોડાક લોકફાળા થકી સુંદર કાર્યો થઈ શકે.
આ અંગે વધુ કોઈ આપના સુચનો હોય તો જણાવશો.
E-mail:-nitin.vadgam@gmail.com
M-9429407732