Uncategorized

શ્રી મણીલાલ જી.પંચાલ

વડગામ નાં વતની એવા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મણીલાલ ગોદડભાઈ પંચાલ પરિવાર ધ્વારા અનોખું અન્નદાન.

અન્નદાન-મહાદાન ઉક્તિને સાર્થક કરતા વડગામ ના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ એવા શ્રી મણીલાલ ગોદડભાઈ પંચાલ પરિવાર ધ્વારા દર શ્રાવણ માસ માં છેલ્લા છ વર્ષ થી વડગામ ગામની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકો ,સ્ટાફ તેમજ ગામના અગ્રણીઓને આ પરિવાર ધ્વારા સમૂહ ભોજન આપવામા આવે છે.

દર શ્રાવણ માસની જેમ આ વર્ષે પણ તા. ૦૪.૦૮.૨૦૧૧ ના રોજ વડગામની તમામ શૈક્ષણિક શાળાઓના લગભગ ૪૦૦૦થી વધુ બાળકોને લાડુ-શાક-દાળ-ભાત નું સમૂહ ભોજન દાતા પરિવાર તરફ્થી આપવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે વિ.જે.પટેલ હાઈસ્કૂલના પંટાગણમાં યોજાયેલ સમારંભ માં સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ધુળિયા , પ્રમુખ શ્રી રામજીભાઈ પટેલ , શ્રી જશુભાઈ રાવલ,શ્રી પ્રતાપ સિંહ રાજપૂત , નિયામક શ્રી લક્ષ્મણભાઈ ઉપલાણા, પૂર્વ સરપંચ શ્રી કાળુજી સોલંકી , શ્રી મેઘરાજભાઈ ડેકલીયા , શ્રી કમલેશભાઈ પંચાલ , મહંત સત્યનારાયણપુરી ,આચાર્ય પીતાંબર મકવાણા ,દલાભાઈ પુરબિયા સહિત ગામના અગ્રણિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુપરવાઈઝર બી.આર.પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. ઉપરાંત વિ.જે પટેલ હાઈસ્કૂલ પરિવાર ધ્વારા ભોજનદાતા તથા તેમના ધર્મ-પત્નિ નુ શાલ-ફુલહાર વડે વિશિષ્ટ બહુમાન કર્યુ હતુ. આભાર વિધિ બી.આર.પટેલે કરી હતી. કાર્યક્રમ સફળ બાનાવવા શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનુ સફળ સંચાલન ગ્રંથપાલ પી,કે,રાવલે કર્યુ હતુ.

સમાજ માં અનોખુ પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ શ્રી મણિલાલ ગોદડભાઈ પંચાલ તેમજ તેમના પરિવાર ને વડગામ ગામ વતી ખૂબ અભિનંદન.