કોમી એખલાસવાળું ગામ માનપુરા……
બનાસકાંઠા જિલ્લાની દક્ષિણ સરહદ પર છેલ્લે આવેલુ વડગામ તાલુકાનું માનપુરા ગામ કોમી એખલાસ માટે પ્રસિધ્ધ ગામ છે.ગામનો જૂનો ઇતિહાસ જોઈએ તો આ ગામ એમ તો પસવાદળના પરા માં વસેલુ હતુ.જેને પાછળથી માનપુરા નામ આપવામા આવ્યુ. ઈ.સ.૧૯૦૮ માં માનપુરાની સ્થાપના મોમીનભાઈઓએ કરી હતી.આજે અદાજે ૧૬૦૦ની વસ્તી ધરાવતા આ ગામ માં મોટા ભાગે આગાખાની,ઇસ્માઈલી અને મોમીન લોકોની વસ્તી વધુ છે.તેમની સાથે વણકર,ચમાર,દેવીપૂજક,કુંભાર,ઠાકોર,લુહાર અને વાલ્મિકી સમાજના લોકો પણ હળીમળીને રહે છે.આ ગામના મોટાભાગના આગાખાની લોકો એન.આર.આઈ છે.
વડગામ તાલુકાના ત્રણ ગામો મેતા, મહેંદીપુરા અને માનપુરા માં આગાખાની અને ઈસ્માઈલી કોમના લોકો વસે છે.આ કોમ શિક્ષણ,આરોગ્ય અને શાંતિપ્રિય જીવન એ સૂત્રને પોતાનો આધાર માનીને ચાલે છે.એમના ધર્મગુરૂ નામદાર આગાખાનનો આદેશ છે કે, “દુનિયાના જે પણ દેશમાં વસો,ત્યાના કાયદા કાનુંનનો સખ્તાઈથી અમલ કરો અને બીજાના ધર્મનો હમેંશા આદર કરો.”
આગાખાની લોકો તેમના આદેશનો અમલ કરે જ છે.માનપુરા જેવા નાનકડા ગામના કોમી એખલાસના દ્રષ્ટાંતો લખવા બેસીએ તો પાનેપાના ભરાય તેટલી વાતો છે.ગામના લોકો પ્રગતિશીલ,શેક્ષણિક અને નિર્વ્યસની સાથે શાંતિપ્રિય છે.
કોમી એખલાસનો એક દાખલો જોઈએ તો ,ભારત-પાકિસ્તાન ના ભાગલા વખતે દેશભર માં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.પરંતુ માનપુરાના લોકો તે વખતે પણ હળીમળીને રહ્યા હતા.એવા માં આગાખાની લોકોના ધર્મગુરૂ નામદાર આગાખાન વિદેશથી મુંબઈ ખાતે પધાર્યા ત્યારે તેમના અનુંયાયીઓને તેમના દિદાર માટે મુંબઈ જવાનું થતા ગામના હિન્દુ ભાઈઓએ ચૌદ દિવસ સુધી મોમીનભાઈઓની જમીન-જાગીર અને ઘરોની રખેવાળી કરી હતી.અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.ગામના મંદિરનો જીર્ણોધ્ધાર કરવાની વાત હોય કે કોઈ ગરીબ હિન્દુ કન્યાના લગ્નની વાત હોય મોમીનભાઈઓએ આજ દિન સુધી છુટા હાથે દાન-દક્ષિણા કરવામાં પાછુ વળીને જોયુ નથી.
માનપુરા ગામને નુંરમહમદભાઈ જીવાભાઈ માંકળોજીયાના સરપંચપદ દરમિયાન ગુજરાત સરકાર ધ્વારા સને ૨૦૦૭ના નિર્મળ ગામનો પુરસ્કાર મળેલ છે. સરપંચ નુંરમહમદભાઈ જીવાભાઈ માંકળોજીયાને એક આદર્શ ગામના ઉલ્લેખનીય સફળ સરપંચ બનવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ (સને ૨૦૦૬) પણ મળેલ છે.આ ગામની એકતાની એક ખૂબી એ પણ છે કે, આ ગામમા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સરપંચની ચૂંટણી એક જ વખત થઈ છે.
(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)
આ ઉપરાંત વડગામ તાલુકામા આવેલ માનપુરા ગામની વેબસાઈટ www.manpura.com/ પણ છે જેમાંથી નીચેની માહિતી મુકવામા આવી છે.
This picture which was taken some time in the early 1960′s which has a lot of significance as far as women and Islam is concerned. Most of the world and a vast majority of NGO’s are taking up causes to raise a higher moral, social, or cultural level or condition among today’s women. I believe that women in our Jamat and in this case our village were given equal status and respect as men in most cases. Ladies were allowed to voice their opinion and participate in public speaking majority of the times.
I know of Kulsum bai Akbar Lanani, she was in charge of our health center that operated out of the Jamat khana since 1970. Later on in the years about 1990 a dedicated infirmary was opened by the Aga khan health services. Aminaben Mema ( mother of Noorji Mema Maknojia. House opposite Jamat Khana) was another female personality who took care of all expectant ladies and helped deliver babies at home. Back then in the early 60 and 70′s there was no proper means of transportation to Sidhpur and local Doctors in the village were virtually non existent.
Manpura- a brief history
Manpura is a small village located in Northern Gujarat, Taluka Vadgam, district Banaskhata. As far as I know we do not have any historical documentation either verbal or literary about our village. I encourage readers of this blog to talk to their elders about any historical facts or any vital info that they can gather on this little village. Manpura is geographically located 23°58’59″ North Latitude, and 81 o .29′ and 72°23’47″E and is about less than one square kilometer, to be more precise it is .6 sq km. The climate is semi arid. The temperatures in summer can go as high as 45 degrees C and low as 10 degrees C. As of now it is inhabited by less than 300 people the population can swell in summer to about 500 to 600 people.
Manpura is inhabited by a cross section of people from all sections of the Hindu faith including Waghris, Vankars, Thakors and Lavhars and only one section of the Shia Muslim community called “Momins” AKA “Moomnas”. Originally, several hundred years ago and up until 1930 the entire population were farmers and made a living tilling their land. Momins were some of the first to leave their village and headed to Mumbai for better opportunities. Some eventually left the Indian subcontinent and settled in various countries such as USA, Canada, Australia and UK.
According to Shakil Vazirali Bhandari and I quote “Our village name MANPURA mean’s Respect For All. Recently our village won the NIRMAL GAAM contest (staged by the central government)standing first in VADGAM district. Our Sarpanch Mr.Noormohmed Jiva Maknojia received the award & cash price from The PRESIDENT OF INDIA Mr.A P J ABDULKALAM at New Delhi.” Our village has produced Doctors, Entrepreneur, Engineers, CA’s or CPA’s and other professionals. In future posts I will make an attempt to document all those great hardworking people that make us proud.
It is awsome blog we have created. Good luck for furture.
keep up doing good
It’s proud as an Ismaili…..keep it continue….thank to all manpuria