વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ., વડગામ તાલુકાની આજકાલ

યાદગાર સંસ્મરણો : ભાગ – ૧

શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના નવીન મકાનના ઉદ્ઘઘાટન પ્રસંગે આવેલ મુખ્ય મહેમાન, પોતાના પરમ સ્નેહી, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા બનાસ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના સ્થાપક શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી કરે છે.

 

શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના નવીન મકાનના ઉદ્ઘઘાટન તથા શ્રી એમ.એમ.એલ. શાહ હાઇસ્કૂલ નામકરણ પ્રસંગે ઉદ્ઘાટક તથા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ગોરધનદાસ ચોખાવાલા ખૂબ ભાવપૂર્વક સંસ્થાના સ્થાપક શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશીનું અભિવાદન સન્માન કરે છે.

 

આ કાર્યક્રમમાં વિવિધલક્ષી વિદ્યામંદિરના નિયામક શ્રી સૂર્યકાંતભાઈ પરીખ ખાસ હાજર રહેલ અને જિલ્લામાં વિદ્યામંદિરની બરોબરી કરી શકે તેવી શાળા ઊભી કરવા બદલ શ્રી ડાહ્યાલાલ સાહેબની ખૂબ પ્રશંસા સાથે વંદન કર્યા ત્યારે ઉપસ્થિત ગામજનોએ અવિરત તાળીઓના ગડગડાટથી પોતાના વ્હાલા ગુરુજી ડાહ્યાલાલ સાહેબને સ્નેહથી ભીંજવી નાખેલા.