વ્યક્તિ-વિશેષ

DSCI Excellence India Cyber Cop of the Year Awards 2012 થી સન્માનિત શ્રી કિરણભાઈ પી. પટેલ.

DSCI એ ભારત માં NASSCOM® દ્વારા સ્થાપિત ડેટા પ્રોટેક્શન ક્ષેત્રે કાર્યરત independent Self-Regulatory Organization (SRO) છે.તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે આ સંસ્થા ભારતીય IT/BPO ઉદ્યોગ સાથે પાણ સંકળાયેલ છે,આ ઉપરાંત વૈશ્વિક ક્ષેત્રે પણ તેના ગ્ર્રાહકો છે જેમાં Banking and Telecom sectors, industry associations, data protection authorities and other government agencies સામેલ છે.તે ઉદ્યોગ જગતના સર્વે કરે છે અને તેના રીપોર્ટ પણ પ્રસિદ્ધ કરે છે.DSCI એ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓની ક્ષમતા વધારવા પર તેમજ સમગ્ર દેશમાં સાયબર ગુનાઓ નાથવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે, તે સમગ્ર ભારતમાં વિવિધ સાયબર લેબ્સ ચલાવે છે અને સાયબર ફોરેન્સિક્સ, પોલીસ અધિકારીઓ, વકીલો અને ન્યાયિક અધિકારીઓને તાલીમ પણ આપે છે.લીડરશિપ જાગૃતિ અને ક્ષમતા નિર્માણ એ આ સંસ્થાના મુખ્ય શબ્દો છે, જે સાથે DSCI એક ભારતના સુરક્ષિત વૈશ્વિક હબ તરીકે વિશ્વાસપાત્ર સંસ્થા બની રહી છે, અને દેશમાં માહિતી રક્ષણ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રોત્સાહનકારક કામગીરી કરી રહી છે.ટૂંકમાં એમાં કહી શકાય કે DSCI એ Data Security,Data Protection અને Cyber Security ક્ષેત્રે કાર્યરત ભારત ની મુખ્ય અને વિશ્વાસપાત્ર સંસ્થા છે.આ સંસ્થા દ્વારા સન 2011 થી DSCI Excellence Awards 2011 ની શરૂઆત કરવામાં આવી.ગયા વર્ષે, કોર્પોરેટ એવોર્ડ અને ભારત સાયબર કોપ એવોર્ડ એવા બે સેટ હતા. એ માટે માનનીય રાજ્ય મંત્રી શ્રી સચિન પાયલોટ દ્વારા નવી દિલ્હી રાખવામાં આવેલ સમારંભ માં DSCI શ્રેષ્ઠતા એવોર્ડ આપ્યો હતો.

સાયબર કોપ એવોર્ડ વર્ષ -2012 માટે સમગ્ર ભારત માંથી વિવિધ પોલીસ વિભાગો દ્વારા નામાંકન અને નોમીનેશનની કાર્યવાહી થઇ હતી અને જેમાં જ્યુરી દ્વારા ત્રણ વ્યક્તિઓની તેમની વિશેષ કામગીરી ની તપાસ નાં અંતે પસંદગી કરવામાં આવી હતી.જેમાં ગુજરાત માંથી માત્ર એક વ્યક્તિની પસંદગી થઇ છે અને તેમનું નામ છે કિરણ ભાઈ પ્રેમજીભાઈ ચૌધરી.ગામ વડગામ,તાલુકો વડગામ ,જી.બનાસકાંઠા.

DSCI શ્રેષ્ઠતા એવોર્ડ-2012 માટે જ્યુરી ટીમ દ્વારા DSCI ‘ઓફ ધ યર ભારત સાયબર કોપ’ માટે એક્સેલન્સ એવોર્ડમાટે સમગ્ર ભારત માંથી નીચેનાં ત્રણ અધીકારેઓની પસંદગી કરવામાં આવી છે

મિસ્ટર બી રવિ કુમાર રેડ્ડી, પોલીસ ઇન્સ્પેક્ટર, સીઆઇડી, હૈદરાબાદ-આંધ્ર પ્રદેશ

શ્રી. કિરણ પી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર સેલ, DCB અમદાવાદ ગુજરાત

ડો ત્રિવેણી સિંઘ, ડીએસપી, સાઇબર ક્રાઇમ સેલ-નોઈડા પોલીસ યુપી.

હા, વડગામના પનોતા પુત્ર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ પ્રેમજીભાઈ પટેલ ને મુંબઈ ની Taj Land End Hotel માં તા. 11.12.2012 નાં રોજ આયોજિત આ એવોર્ડ કાર્યક્રમ માં ભારત સરકાર નાં ડે. રાષ્ટ્રિય સરક્ષણ સલાહકાર Ms. Latha Reddy નાં હસ્તે તેમની સાઈબર ક્રાઈમ નાં ગુનાઓ ઉકેલવાની વિશેષ કામગીરીના ઇનામ રૂપે India Cyber Cop of the Year Awards 2012  થી સન્માનિત કરવામાં આવ્યા,જે સમગ્ર ગુજરાત નું તો ગૌરવ છે ,સાથે સાથે બનાસકાંઠાનું પણ ગૌરવ છે અને વડગામ તાલુકો અને વડગામ ગામ તો પોતાની ધરતી નાં પનોતા પુત્ર ની સિદ્ધી ઉપર વિશેષ ગૌરવ ની સાથે અનેરી ખુશી અનુભવી રહ્યું છે કે જેમણે પોતાની પોલીસ અધિકારી તરીકેની વિશેષ કાબીલીયત થી વડગામ નું નામ રાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે .

DSCI શ્રેષ્ઠતા એવોર્ડ 2012 માટે મૂલ્યાંકન પ્રક્રિયા નીચે પ્રમાણે હોય છે.

સ્તર I: DSCI અને PWC અને સંબંધિત નોમિનેશન સ્વરૂપો માં પૂરા પાડવામાં આવેલ પ્રતિભાવ ગુણવત્તા સંપૂર્ણતા પર આધારિત નોમિનેશન્સ પ્રાપ્ત કર્યા પછી સ્ક્રીનીંગ પ્રથમ સ્તર કરશે.

સ્તર II: DSCI અને PWC ના નામાંકન નામાંકન પાસેથી વધારાની માહિતી / કલાકૃતિ લેવી અને જો જરૂરી હોય તો, પણ ઇન્ટરવ્યૂ લેવા માટે કરી શકે છે અને ત્યાર બાદ પસંદસૂચિમાં દરેક વર્ગમાં 3 ફાઇનલિસ્ટ શકે છે

સ્તર III છે: જ્યુરી આ ફાઇનલિસ્ટ મૂલ્યાંકન અને દરેક વર્ગમાં વિજેતા નક્કી કરશે

જ્યુરી મેમ્બર તરીકે વિવિધ ક્ષેત્ર નાં પ્રતિભાવંત મહાનુભાવો ની નિમણૂંક કરવામાં આવે છે. DSCI Excellence Awards 2012 ની પસંદગી પ્રક્રિયા માટે DSCI દ્વારા નીચેના મહાનુભાવોની નિમણૂંક કરવામાં આવી હતી જેમના દ્વારા DSCI Excellence Awards 2012 માટે સમગ્ર રાષ્ટ્ર માંથી 3 અધિકારીઓ ની પસંદગી કરવામાં આવી.

Jury members for the LEA awards

Mr. Loknath Behera is an officer of the Indian Police Service (Kerala Cadre, 1985 batch). Currently, he is Inspector General of Police (Operation & Co-ordination) in National Investigation Agency (NIA) of which he is a founder member and is also heading Terror Financing and Fake Currency (TFFC) specialized cell of the NIA.

Mr. Pratap Reddy is presently IGP, Western Range, Karnataka. Prior to this role, he was Director, Cyber Security, NASSCOM and was responsible for implementation of the Cyber Security Initiatives of NASSCOM through its India Cyber Labs Project which aims at capacity building in various Government Departments including Law Enforcement and Prosecution.

Mr. Nandkumar Saravade, works as Director, Citi Security and Investigative Services, South Asia. Prior to it, he served as General Manager, Financial Crime & Reputation Management at ICICI bank. Till 2008, Mr. Saravade served with the Indian Police Service (IPS). His last assignment in the IPS was Director, Cyber Security and Compliance, NASSCOM, which involved policy formulation on cyber security and privacy, capacity building for law enforcement, advising NASSCOM members on incident response management and organizing mass awareness campaigns on cyber security.

Mr. Vakul Sharma is a lawyer practising in the Supreme Court of India and High Courts, specialising in the field of information technology, data protection, privacy and cyber crimes. He advises the Government of India and various State Governments on Information Technology and E-governance laws and practices. He has been nominated by the Ministry of Communications & Information Technology, Government of India in its Expert Committee to review the Information Technology Act, 2000.

વડગામ તાલુકાનાં પ્રજાજનો વતી શ્રી કિરણભાઈ ને તેમની વિશેષ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને વડગામ તાલુકાનું નામ આપની પ્રતિભા થકી દેશ-વિદેશમાં રોશન કરતા રહો તેવી શુભેચ્છા.

Award Function નાં ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લિક કરો.

Award Function નો વિડીયો જોવા અહી ક્લિક કરો.

શ્રી કિરણભાઈ પટેલ વિષે આ વેબસાઈટ ઉપર અગાઉ લખાયેલા લેખ વાંચવા નીચેની લિંક ઉપર કિલક કરો।

વડગામ પંથકને ગૌરવ અપાવતા શ્રી કિરણભાઈ પી.પટેલ.

વડગામ નાં વતની શ્રી કિરણભાઈ પટેલની વધુ એક સિદ્ધી.   

www.vadgam.com