Uncategorized

કિરણભાઈ પટેલ

વડગામ પંથકને ગૌરવ અપાવતા શ્રી કિરણભાઈ પી.પટેલ.

તાજેતરમાં દેશના મુખ્ય સમાચાર પત્રો તેમજ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો માં સમાચાર હતા કે અમદાવાદમાં બોમ્બ-બ્લાસ્ટ કરવાનો છે તેવો અમદાવાદ શહેરના નામનો ન્યુમેરિક કોડ ધરાવતો ઈ-મેલ દિલ્હી પોલીસને મળેલ હતો.આ ઈ-મેલે કેન્દ્રીય સુરક્ષા એજંસીઓ અને ગુજરાત પોલીસની ઉંઘ ઉડાડી દીધી હતી અને ગુજરાત માં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ દેવાઈ હતી.ભારત સરકારના ગૃહ મંત્રાલયે આ ઈ-મેલનો સ્ત્રોત જાણવા યાહુ ઇન્ડિયા ને અનુરોધ પણ કર્યો હતો.ગ્રુહપ્રધાન શ્રી પી.ચિદમ્બરે કહ્યુ હતુ કે તપાસ માં આશાસ્પદ પ્રગતિ થઈ રહી છે પણ તારણ પર આવી શકાય તેવુ કંઈ મળ્યુ નથી અને આ કેશ માં વિદેશી સંસ્થાઓની મદદ પણ લેવામા આવી રહી છે.

આ અંગે જે તપાસ એજંસીઓ તપાસ કરી રહી હતી તેમા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ માં પી.આઈ તરીકે કાર્યરત વડગામ પંથકના વતની શ્રી કિરણભાઈ પટેલ અને તેમની ટીમ પણ હતી.

આ કામ કોઈ રીઢા ચોર કે દારૂડીયાને પકડાવાનુ નહોતુ ,પણ વૈશ્વિક કક્ષાની તપાસ એજંસીઓ પાસે જેવી અપેક્ષા રખાય તેવુ સાયબર ક્રાઈમનો ગુનો ઉકેલવાનુ ભગીરથ કામ હતુ.આ અંગે ની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપાંતા,આ વિભાગમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા અને સાયબર ક્રાઈમનુ વિશેષ જ્ઞાન ધરાવનાર વડગામ પંથકના પનોતા પુત્ર શ્રી કિરણભાઈ પી.પટેલે અને તેમની ટીમના શ્રી કે.કે.પટેલે બીડુ ઝડપી લીધુ હતુ અને આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.મોસ્કોના પ્રોક્સી સર્વરથી કરાયેલા ઈ-મેલ અંગે ખાસ સાધનોથી તપાસ કરી ,રાત-દિવસ એક કરી કરેક સખત પરિશ્રમથી કરાયેલી તપાસમાં સફળતા મેળવતા અમદાવાદમાં આંતકનો બનાવટી ઈ-મેલ કરનાર અમદાવાદના વતની અને પાટણ સ્થિત મોનુ ઓઝા નમના વ્યક્તી ને ઝડપી પાડ્યો હતો.આ વ્યક્તી એ ઇન્ડિયન મુજાહીદીનના નામે ઈ-મેલ કર્યો હતો.અને પકડાઈ ના જવાય તે માટે તેણે કીલ ઇંડીયન નામનુ ઈન્ટરનેટ એડ્રેસ યાહુ પર બનાવ્યુ હતુ.આઈપી છુપુ રહે તે માટે ખાસ પ્રોગ્રામનો ઉપયોગ કરીબે સર્વર હેક કરી મોસ્કોના પ્રોક્સી સર્વરનો ઉપયોગ કર્યો હતો પરંતુ સજાગ કિરણભાઈ અને તેમની ટીમે વી.પી.એન ગેટ વે થી કરાયેલા કૃત્ય નો પર્દાફાર્શ કરી આંતકનો બનાવટી ઈ-મેલ કરનારને પકડી પાડ્યો હતો.

આ સફળતાથી શ્રી કિરણભાઈએ દેશને તો ગૌરવ અપાવેલ છે સાથે સાથે વડગામ પંથકને પણ ગૌરવિંત કરેલ છે તે બદલ કિરણભાઈ અને તેમની ટીમને વડગામ પંથકના લોકો વતી ખૂબ ખૂબ અભિનંદન.

Read more abt Various Success story of Kiranbhai P Patel Crime Branch,Ahmedabada in following media news.

‘૧.૪૦ કી લાસ્ટ લોકલ’ ફિલ્મે અપહરણનો આઈડિયા આપ્યો. -02.11.2011

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લા અને એસીપી મયૂર ચાવડા, ઇન્સ્પેક્ટર કે.પી.પટેલ સહિતના અધિકારીઓએ સાયબર સેલમાં ગોઠવીને મોબાઇલ ફોનની મુવમેન્ટને વોચમાં મૂકી હતી. બીજી તરફ બાકીની ૧૧ ટીમોને સુરેન્દ્રનગર અને વિરમગામ રોડ,રાજકોટ રવાના કરી હતી.

DNA India

(2)

વડગામના વતની શ્રી કિરણભાઈ પટેલ ની એક વધુ સિધ્ધી. વધુ માહિતિ વાંચવા નિચેની લિંકસ્ ઉપર ક્લીક કરો. – ૦૩.૦૭.૨૦૧૧

બારડોલીમાં ૪૭ લાખના લૂંટ કેસના ત્રણ આરોપી ઝડપાયા -sandesh

બારડોલીમાં આંગડિયાના ૪૭ લાખ લૂંટનાર ૩ જુહાપુરામાંથી પકડાયા -Gujarat Samachar

Gang wanted in robbery cases busted in Juhapura -Times of India

(3)

વડગામના વતની શ્રી કિરણભાઈ પટેલ ની પ્રશંસનિય કામગીરી.

તાજેતર માં ગુજરાત ના મુખ્ય સમાચાર પત્રો માં અહેવાલ હતા કે અમદાવાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ માં સંકળાયેલા આરોપીની વડોદરા રેલ્વે સ્ટેશને થી ધરપકડ કરવામા આવી પણ જ્યારે એ અહેવાલ વાંચતા વાંચતા એ જાણવા મળ્યુ કે આ સંપૂર્ણ તપાસ કામગીરી અને આરોપી ને ઝડપવામાં વડગામ પંથક ના વતની અને ક્રાઈમ બ્રાંચ અમદાવાદ માં પી.આઈ. તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ અને તેમની ટીમ નો અથાક પ્રયત્ન રહેલો છે ત્યારે તે સમગ્ર વડગામ પંથક માટે ગૌરવપ્રદ સમાચાર હતા.

શ્રી કિરણભાઈ એ ક્રાઈમ બ્રાંચ અમદાવાદ માં પોલીસ ઈંસ્પેક્ટર તરીકે આ અગાઉ ઘણા મુશ્કેલ લાગતા ગુનાઓ ઉકેલી દેશ સેવાનુ ઉમદા કાર્ય કર્યુ છે , કરતા રહે છે એ સમગ્ર વડગામ પંથક માટે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે.

લોકોને કદાચ એ ખ્યાલ પણ નહી હોય કે આવા ગુનાઓ ઉકેલવા માટે કેટલી મહેનત ની જરૂર પડતી હોય છે. સતત ઉજાગરા અને દોડધામ વચ્ચે પોતાના કુટુંબ અને સમાજ થી દૂર રહીને સતત જોખમી પરિસ્થિતિઓમાં ગુનાઓનુ પગેરૂ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવુ પડતુ હોય છે.

ટેકનોલોજી માં ઉંડો રસ ધરાવનાર કિરણભાઈ એ સાઈબર ક્રાઈમ ના ઘણા પ્રશ્નો ના ઉકેલ મેળવ્યા છે અને પોતાની સૂઝ અને સમજ ધ્વારા ગુજરાત પોલીસ ને મદદગાર સાબિત થતા રહ્યા છે.

દેશની અથવા તો વિશ્વ ની ટોચની તપાસ એજંસીઓ પાસે જે અપેક્ષા રખાય તેવા પ્રકાર ના કાર્યો અને તપાસ ઓપરેશન શ્રી કિરણભાઈએ કર્યા છે અને સફળતા પણ મેળવી છે.

શ્રી કિરણભાઈ પ્રેમજીભાઈ પટેલ આથી પણ વિશેષ ઉપલબ્ધીઓ હાંસલ કરે અને દેશ સેવા કરતા રહે તેવી વડગામ પંથક ના લોકો વતી શુભેચ્છાઓ અને અભિનંદન.