વ્યક્તિ-વિશેષ

આભાર માનનિય શ્રી મૃગેશભાઈ શાહ નો….

વડોદરાના વતની અને Readgujarati.com ના સંચાલક માનનિય શ્રી મૃગેશભાઈ શાહ રીડગુજરાતીના માધ્યમ દ્વારા ઉત્તમ ગુજરાતી સાહિત્યના લેખો લોકો સુધી પહોંચાડી,લોકો ને આવા સાહિત્ય વિશે પરિચય કરાવી ગુજરાતી સાહિત્યની ઉમદા સેવા કરી રહ્યા છે.માનનિય શ્રી મૃગેશભાઈ શાહનો વડગામ સાથે અતૂટ નાતો છે અને તેમની વડગામ પ્રત્યેની અપાર લાગણી પણ છે.તેઓ શ્રી વડગામની મુલાકત પણ લઈ ચૂક્યા છે,આ ઉપરાંત શેભર ખાતે વડગામ ના બાળકો માટે આયોજીત બાળ શીબીરમાં તેઓ ખાસ આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા.ઉચ્ચ વિચાર અને સાદગીને વરેલા શ્રી મૃગેશભાઈ શાહ અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.

જ્યારે મેં તેમને વડગામ વેબસાઈટની નવિન ડિઝાઈન કરવા માટે મદદ માંગી ત્યારે નિસંકોચ તેમણે હા પાડી.આજે જ્યારે વેબસાઈટ ડિઝાઈન કરવાનો ખર્ચ અનેક ગણો આવતો હોય છે ત્યારે તેઓ શ્રી એ બે થી ત્રણ ગણા ઓછા ખર્ચમાં આ વેબસાઈટ ડિઝાઈન કરી આપી તે બદલ વડગામ તાલુકાના પ્રજાજનો વતી શ્રી મૃગેશભાઈ શાહનો આભાર માનું છું,જ્યારે તેઓ પણ સમાજસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે મે પણ તેમને દર વર્ષે અમુક રકમ સ્વેચ્છિક લવાજમ પેટે ચૂકવવાનું નક્કી કર્યુ છે,કારણ કે ઘણી વખત પૈસા કરતા ભાવના અને સબંધ અગત્યની વસ્તુ બનતી હોય છે,અને આવી લાગણીઓની કદર આપણે સૌ એ અવશ્ય કરવી જોઈએ નહિ તો આપણે નગુણા ગણાઈએ.મેં જ્યારે તેમને કહ્યું કે સાહેબ તમે તો સમય કાઢીને આટલા રસથી વડગામ વેબસાઈટનું કામ હાથ ઉપર લિધુ છે તો કંઈક વધારે ખર્ચ થાય તો જણાવજો,તો તેમનો જવાબ હતો ના નિતિનભાઈ કંઈ નહિ,વડગામ તો મારા ઘર જેવું છે,તમારે જે આપવું હોય તે આપજો અને જ્યારે પણ મારી જરૂર પડે તો અવશ્ય મને ફોન કરજો.તેઓ શ્રી એ વડગામમાં યોજાયેલા બે કાર્યક્રમો વિશે સુંદર લેખો પણ લખ્યા છે. વડગામ ની વાટે અને શેંભર વાંચન શિબિર. આ બંને લેખો દ્વારા તેમણે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને વડગામ ની નવી ઓળખ કરાવી છે.

ફરીથી માનનિય શ્રી શ્રી મૃગેશભાઈ શાહનો વડગામ તાલુકાના પ્રજાજનો વતી આભાર માનું છુ અને તેઓ શ્રી અવારનવાર વડગામની મુલાકાતે આવતા રહે તે માટે તેમને આમંત્રણ પાઠવું છુ.

–  નિતિન પટેલ.