સાહિત્ય-લેખો

વડગામના સર્જકોની કલમે….!!! – ભાગ : ૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની એવા શ્રી નટુભાઈ નાઈ કે જેઓ જૈનેશના ઉપનામથી ઓળખાય છે તેમની રસનીતરતી કલમે લખાયેલી બે રચનાઓ અહી પ્રસ્તુત છે. આપ નટુભાઈનો તેમના મો.નં ૯૭૨૭૩૧૦૧૫૫ ઉપર સંમ્પર્ક કરી તેમને પ્રોત્સાહિત કરી શકો છો ]

[૧]

ગઝલ

અઝમ્પામાં અજવાળાં થશે શું ખબર,

અચાનક રોશનીમાં અંધકાર થશે શું ખબર.

વેગે ચડી હતી નાવ અમારી મજધારમાં,

મોંજા ઉપર ચડી જશે એ શું ખબર.

ફુલોની મહેકથી મહેંકથી મહેકતી આ જિંદગીમાં,

કાંટા આર પાર ઉતરી જશે એ શું ખબર.

અમારા સ્વપનો સફળ થવાનાં હતાં,

પણ અચાનક ઉપર વિજ ત્રાટકવાની શું ખબર.

શોભીલો કિશોર થઈને જોયો હતો એ નજારો,

અચાનક એ ભેખ ધસવાની શી ખબર.

આ ગઝલમાં કવિ કહી જાય છે કે દુનિયામાં કોઈ માર્ગ સરળ તો નથી જ તેમાંય પેમનો માર્ગ હરગીઝ સરળ નથી તેમજ કઠણ પણ નથી. પણ તેના માટે ફોલાદી હૈયું જોઈએ, દુનિયાના તમામ તુફાન સામે બાથ ભીડવાની તૈયારી જોઈએ બાકી તો….

મહોબ્બત કી રાહ રાહ હે કાંટે ભરી,

ચલના બહુત કઠીન હૈ.

ચલ પડે એક બાર તો

રુકના બહુત કઠીને હૈ.

[૨]

વિરાંગના

આપ્યું હતું દિલ હતી એ વિરાંગના

સમજણનો સમંદર ધિરજનો પહાડ

 

શબ્દોના ઘા ઝીલતી એ વિરાંગના

કરવટ બદલે તો સિંહ કેરી પાતળી

 

વાર કરતી દુશ્મનોને એ ડારતી

તુફાનોમાં સાથે રહેતી એ વિરાંગના

 

પલપલ સંભાળતી નીડર થઈને જીવતી

લાડું પસરાવું તો દોડતી એ આવતી

 

પ્રેમના મહાસંગ્રામમાં જીતી એ વિરાંગના

પ્રેમનો મહાસાગર ડોહળ્યો જૈનેશ થકી

 

દુનિયાના રંગ જોયા એના થકી

ખરેખર પ્રેમના પિયુષ પાનારી ખરી હતી એ વિરાંગના

 

 

[૩]

સમૂહ લગ્ન સમાજ માટે કેટલા જરૂરી ?’ :- રિયાઝ મીર

[વડગામા તાલુકાના ભલગામના વતની નવોદિત લેખક રિયાઝ મીર સાહિત્ય જગતમાં ઊભરતુ નામ છે. તેમણે  “શબ્દોનો પડછાયો” નામથી પોતાના લેખોનો સંગ્રહ તૈયાર કર્યો છે જો કે હજુ તેઓ તે પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે. ભાઈ શ્રી રેયાઝ મીર સાહિત્ય જગતમાં પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સાથે  તેમના લેખોના સંગ્રહ “શબ્દનો પડછાયો” માંથી એક લેખ આભાર સહ આ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે. આપ રિયાઝ મીર ને તેમના મોબાઈલ નંબર ૯૬૩૮૯૦૪૮૨૫ ફોન કરી તેમને પ્રોત્સાહિત કરી શકો છો.]

 

આજનો યુગ ખૂબ જ ઝડપી અને આધુનિક કમ્યુટર યુગ છે. ત્યારે આ યુગમાં સમાજને બદલવા અને સમાજની પ્રગતિ કરવા માટે જુના રીતરિવાજો, રહેણી-કરણીને ધ્યાનમાં રાખી સમયનો બગાડ ન થાય તે દિશામાં આપણે પગલું ભરવું જોઈએ.

આપણા સમાજને આર્થિક પ્રોત્સાહન અને મદદ થાય તે માટે સામાજિક થતાં બિનજરૂરી ખર્ચાઓ અને બિનજરૂરી પ્રસંગ ટાળવા જોઈએ, જેમાં મૃત્યુ પાછળ અઢળક ધન ખર્ચવું કે પોતાની પ્રતિષ્ઠા માટે બહોળો જમણવાર રાખી લોકોને દેખાડવું, મોંઘો લગ્નપ્રસંગ કરવો, જ્ન્મદિન ઉજવવો વગેરે જેવા પ્રસંગ કરવા સમાજ માટે નુકશાનકારક છે.

આજના જમાનામાં સર્વ જ્ઞ્યાતિઓમાં બધે જ હવે સમુહલગ્નનો દોર શરૂ થયો છે. જો આવા સમૂહ લગ્ન થકી  સમાજને આર્થિક અને સામાજિક મદદ મળી રહે છે અને આપણો સમાજ પ્રગતિની દિશાએ પહોંચી શકે છે. સમુહલગ્નથી દરેક સામાજિક નાગરિકને લગ્ન વખતે ખૂબ જ ઓછો ખર્ચ થાય છે અને કન્યાપક્ષને ખૂબ જ મોટી રાહત પહોંચે છે. આવા ઓછા ખર્ચને લીધે સમાજના ગરીબ અને મધ્યમવર્ગને ખૂબ જ આર્થિક ફાયદો થાય છે.

સમૂહલગ્ન કરવાથી સમાજના નોકરીયાત વર્ગને અને શાળામાં ભણતા વિધાર્થી વર્ગને રજા ખૂબ જ ઓછી પડે છે અને તેમને પણ તેના કારણે ફાયદો થાય છે. સમૂહલગ્ન કરવાથી ઘોડી, બેન્ડવાજા મંડપ અને વાસણો વગેરે જેવી ચીજવસ્તુઓ લાવવા લઈ જવામાં મુશ્કેલી પડતી નથી. સમૂહલગ્ન કરવાથી આપણા સમાજની એકતા ભાઈચારો મજબૂત બને છે અને સમાજને અનુરૂપ જ્ઞાનનો પણ વધારો થાય છે.

સમાજમાં થતી આવક બિનજરૂરી ખર્ચાઓ ટાળતા સમાજને આર્થિક સધ્ધર કરે છે. આવેલી આવકને સમૂહલગ્નમાં ખર્ચ કરી વધેલી રક્મો સમાજના બાળકો, વૃધ્ધો, હજયાત્રીઓ કે બીજા સમુહલગ્નમાં કે સમાજમાં વસતા અંધ-અપંગ લોકો માટે વાપરી તેમને એક નવી દિશા મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ.

કુરિવાજો નાબુદ કરી એક નવા ભવિષ્યની રચના થાય તે હેતુથી સૌએ કાર્ય કરવું જોઈએ. સમાજની પ્રગતિ પોતાની પ્રગતિ ગણી આપણે પણ તેના વિકાસ માટે તત્પર રહી સમૂહલગ્નનો વિચાર અપનાવી સમાજમાં વેડફાતા બિનજરૂરી નાણા બચાવી સમાજની પ્રગતિ, વિકાસ તરફ આગળ વધીએ.