વડગામ તાલુકાની આજકાલ

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૧૧

[૧]

ઔષધનું ઉદ્દભવ સ્થાન વેસા..

વડગામ મહાલમાં એક સમયે ઊંઝા ફાર્મસીવાળાઓ માટે વેસા ગામ કમાઉપુત્રની જેમ હતું. આ ગામ એટલે અરડુસીનું જંગલ કહેવાતું. જ્યાં જુઓ ત્યાં અરડુસીના વેલા જ દેખાય, તેનું મુખ્ય કારણ હતું વેસા ગામમાં પાણી ઘણા ઉપર હતા. ભૌગોલિક પરિસ્થિતિ કુદરતી રીતે વનરાજી માટે ખૂબ જ અનુકૂળ હતી. ઊંઝા ફાર્મસીવાળા અહિંથી અરડુસીના વેલા-ઝાડ ટ્રકો ભરીને લઈ જતા હતા તેવું ગામ લોકો જણાવે છે. હવે પાણીની અછત ઉભી થઈ છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્યાંક અરડુશી જોવા મળે છે.

વેસામાં નવદુર્ગાનું સુંદર મંદિર છે. જ્યાં દુર્ગાની નવ અલગ અલગ મૂર્તિઓ હોવાથી નવદુર્ગા મંદીર કહેવાય છે. કાશીપુરી જાલમપુરીના જણાવ્યા અનુસાર ગાડામાં દેવીને લઈને મોટી ગીડાસણ જતા હતા. બપોરે રસ્તામાં ગામના ગોંદરે આમલીના ઝાડ નીચે વિસામો કર્યો. નિંદરમાં સપનું આવ્યું અને સ્થાન ગ્રહણ કર્યું. મોટી ગીડાસણના માદલોખ પટેલોની આ કુળદેવી હોવાનું કહેવાય છે. તેઓ પ્રસંગોપાત અહિં દર્શન કરવા આવે છે. વેસા ગામ ત્રણ બાજુથી જાહેર માર્ગોથી સંકળાયેલુ સુખી ગામ કહેવાય છે. આ ગામમાંથી સારી સારી પદવીઓ મેળવનારાઓનો તોટો નથી . વકીલ, ડૉક્ટર, એન્જિનિયર અને પ્રદેશકક્ષાના સહકારી આગેવાનો પણ આ ગામને મળ્યા છે.

નવાબ સાહેબના બહેનનું નાવીસણા જાગીરીમાં વેસા ગામ આવેલ. વડગામ મહાલનું શાંતિપ્રિય અને વફાદાર રૈયતનું ગામ કહેવાતું. વર્તમાનમાં સામંતસિંહભાઈ સોલંકી વ્યવસાયે વકિલ અને સહકારી આગેવાન દલસંગભાઈ પટેલ પ્રેદેશ કક્ષા સુધી સારી એવી પ્રગતિ કરી ગામને નામના અપાવી છે.

રેફ :- વડગામ ગાઈડ (સૈયદ શરીફ ચશ્માવાલા)

[૨]

S P SHAH -1હિરા ઉદ્યોગમાં વડગામનું નામ સદા ઝગમગતુ રાખ્યુ છે એવા વડગામના પનોતા પુત્ર આદરણિય શ્રી સેવંતીભાઈ પી. શાહે (શ્રી એસ.પી.શાહ) હિરા ઉદ્યોગમાં નૈતિક પુરુષાર્થ થકી  વડગામનું નામ વૈશ્વીક લેવલે રોશન કરતા રહ્યા છે. તાજેતરમાં હિરાનું એપીસેન્ટર ગણાતા Antwerp માં એન્ટવર્પ ડાયમન્ડ ફોરમ અને એન્ટવર્પ વર્લ્ડ ડાયમન્ડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે  હિરા ઉદ્યોગના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા આયોજીત સેમિનારમાં વડગામના વતની અને સુરત સ્થિત વિનસ જ્વેલના વડા આદરણિય શ્રી સેવંતીભાઈ પી. શાહને મુખ્ય વક્તા તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. તેઓ શ્રી આ પ્રતિષ્ઠિત સેમિનારમાં વૈશ્વિક હિરાઉદ્યોગનો ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.વડગામ માટે આ સૌથી મોટી ગૌરવપ્રદ ઘટના ગણી શકાય.

s p shah -2

[૩]

 

Ishwarchandra

વડગામ તાલુકાના કોદરામ ગામના વતની પ્રો. ડૉ. પંડિત ઇશ્વરચંન્દ્રજી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવે છે જેઓ આ વિભાગમાં ડિનની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. તાજેતરમાં કલકત્તાની રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં પ્રોફેસર નોમિની સિલેક્શન માટે તેઓશ્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તેઓશ્રીની પંજાબ યુનિવર્સિટીની ગુરૂનાનક કોલેજ ના ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક ( પોસ્ટ ગ્રેજ્યુએટ ) માં એડિટોરીયલ બોર્ડમાં સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી હતી.

 

 

 

[૪]

વડગામના શ્રી હિતેશભાઈ પી. ચૌધરીની તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેમચંદ્વાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં એકઝીક્યુટીવ કાઉન્સિલ મેમ્બર  તરીકે નિમણૂક કરવામાં આવી.

 

 

[૫]

 

Mahimaવડગામ તાલુકાના કોદરામના વતની અને પ્રો.ડૉ. પંડિત શ્રી ઇશ્વરચંન્દ્રજીની સુપુત્રી મહિમા પંડિતની ટોપ ૧૨ રેડિયો મિર્ચી તાનસેન વોકલ સ્પર્ધા ૯૮.૩ એફ.એમ બરોડામાં પસંદગી કરવામાં આવી. મહિમાએ પાછલા વર્ષમાં M S University બરોડામાંથી બેચરલ ઑફ પરફોર્મિંગ આર્ટસમાં ( Claasical vocal ) માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. હાલ મહિમા માસ્ટર ડિગ્રીનો કોર્સ કરી રહી છે. મહિમા ક્લાસિકલ અને હળવું સંગીત ઉત્તમ રીતે ગાઈ શકે છે, મહિમાએ આ ક્ષેત્રમાં અનેક પ્રોફેશનલ કાર્યક્રમો પણ આપ્યા છે.

 

[૬]

Tembachudiપૂજ્ય પાંડુરગ આઠવલે ની પ્રેરણાથી ચાલતી સ્વાધ્યય પ્રવૃત્તિ અંતર્ગત વડગામ તાલુકાના ટીંબાચૂડી ગામે તળાવને ઊંડુ કરવાની કામગીરી લોકસહકારથી હાથ ધરવામાં આવી હતી. શ્રમદાન, મહાદાન ઊક્તિને સાર્થક કરતા સ્વાધ્યાય પરીવાર દ્વારા સમાજ ઉપયોગી કાર્ય થકી પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું.

[૭]

વડગામ તાલુકાના પસવાદળ ગામ ના નિતિન રાવલની સ્વરચિત રચના “જીવન નો મોલ

 

કેવી રીતે અંકાય જીવનનો મોલ ?

કેવી રીતે મપાય જગમાં શું અનમોલ ?

 

દુનિયા તો છે ખૂણાવિહિન ગોલ (અપભ્રંશ : ગોળ)

એમાંય વળી સબંધોની પોલમપોલ.

 

એજ સાંધો ત્યાં તેર તૂટે આવી તો બખોલ.

ગેરસમજ થાય એવા છે અહિં બોલ.

 

પૈસાની આગળ સબંધોનો નથી તોલ.

દુકાનો બિચ્ચારી ! જ્યાં વઘતા જાય છે મોલ.

 

ઉપરવાળા ! હવે તો તારી ખિડકી ખોલ.

જીવનની વ્યાખ્યા હવે તું જ બોલ.

 

અમીરોને નહિં, ગરીબોને જ અહિં ટોલ. (ટોલ – કરવેરો )

એકને ઘરદિવાય નહિં, બીજે લટકાની ફેસબૂલ વોલ !

 

એકને પેરવા  નહિં, બીજે ઓઢાડાય શોલની શોલ !

આવું ક્યાં સુધી ! હવે તો કંઈક બોલ !

 

કેવી રીતે અંકાય જીવનો મોલ ?

માપિયા ખૂટ્યાં અહિં, કમસે કમ એ તો મોકલ !!