વિશેષ પ્રવૃતિઓ

Video of Understanding Life @ Vadgam www.vadgam.com

તા.૧ એપ્રિલ,૨૦૧૨ ના રોજ વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન વડગામ ના આંગણે આવી પહોંચ્યા,મહેમાન તો અમારા ખરા જ,પણ આ મહેમાન મહેમાનગતિ ની સાથે સાથે વડગામ ને કંઈક આપવા વડગામ ના બાળકો,યુવાનો અને વ્યક્તિઓના જીવન વિશે ના વિચારો જાણવા અને ઓનલાઈન વિડીયોના માધ્યમથી વૈશ્વિક લેવલે વડગામને નવી ઓળખ અપાવવા પોતાનો કિંમતી સમય,શ્રમ સાથે સહકારની ભાવનાથી વિના મૂલ્યે સેવા આપી  છે જે બદલ વડગામ ગામ વતી તેઓશ્રી નો આભાર.

તેઓશ્રી નું કાર્ય તો પ્રશસનિય છે જ,સાથે સાથે સર્જ્નાત્મક અને વાસ્ત્વિક કહી શકાય તેવા પ્રકારનું છે,ગુજરાત ના અનેક વિસ્તારો માં ફરતા લોકોને રૂબરૂ મળીને અનેક વિષયો ઉપર માનવ જીવનના અનુભવનું ભાથુ તેમણે મેળવ્યુ છે,અને આ અનુભવ થકી પોતાના વિચારો તેમના સમ્પર્ક માં આવતા મિત્રો સાથે તેઓ વહેંચતા રહ્યા છે.તેઓ શ્રી એ આ મુલાકાતો ના અનેક વિડીયો બનાવ્યા છે,જે તેમની વેબસાઈટ www.akhiltv.com ઉપર મુકેલા છે.

તા.૧ લી એપ્રિલની તેમની વડગામની ૧ દિવસની મુલાકાત દરમિયાન Understanding Life વિષય ઉપર વડગામ ના યુવાનો,કિશોરો અને વ્યક્તિઓને પૂછેલા પ્રશ્નો અને મળેલ જવાબો માંથી ત્રણ વિડીયો તૈયાર કરીને તેઓશ્રી એ મોકલી આપ્યા છે.તો ચાલો જોઈએ,સાંભળીએ વડગામ ના પાવન, સુનિલ, ધવલ, જિગર, ચિરાગ અને ફતાભાઈ ધુળીયા અખિલભાઈના પ્રશ્નો નો શું જવાબ આપે છે ?