Fb-Button

Author: nitin2013

કોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે ? – નિતિન એલ. પટેલ (વડગામ)

૧૭.૦૩.૨૦૨૦ દુનિયામાં ૧૬૨ દેશોને પોતાના ભરડામા સમાવી ચૂકેલા ખતરનાક બનતા જતા કોરોના વાયરસથી અસરકર્તા લોકોનો આંકડો દિન પ્રતિ દિન વધતો જાય છે તો સામે એની અસરરૂપે જગતના નાગરિકોનો મૃત્યુ દરનો ગ્રાફ પણ સતત ઊંચે ચઢતો જાય છે. એટલું જ નહી… આગળ વાંચો

વડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.

વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી… આગળ વાંચો

આરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.

સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ધન્વન્તરી‘ છે જેણે આયુર્વેદ કાયચિકિત્સા(મેડીસીન) શલ્ય ચિકિત્સા(સર્જરી), શાઈકિય ચિકિત્સા (સાયકોથેરાપી) વિગેરે આઠ અંગ વાળા આયુર્વેદ શાસ્ત્રનો પ્રજાના હિતમાં ઉપદેશ આપ્યો.  આર્યુવેદ ચિકિત્સા એ જરૂરી સારવારની આપણી એવી પદ્ધતિ હતી જેનાથી કોઈ પણ આડ અસર… આગળ વાંચો

વડગામનું ગૌરવ મંથન જોષી – એક પરિચય

વડગામ તાલુકાના મહેમદપુર ગામના વતની અને સુરત સ્થિત શ્રી મંથન પંકજકુમાર જોશી  કે જેઓએ  ઇલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકેનો અભ્યાસપૂર્ણ કર્યો છે પણ સાહિત્યમાં રૂચીને કારણે તે સાહિત્ય જગતમાં નવી ઉંચાઈઓને આંબી રહ્યા છે. તેમની ઝળહળતી ઉજ્જ્વળ કારકિર્દીની આછેરી ઝલક વડગામ.કોમ ઉપર… આગળ વાંચો

વીરડા – કિશોર સિંહ સોલંકી

[ પ્રસ્તુત લેખ વીરડાના લેખક શ્રી વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની છે આ લેખ તેમના પુસ્તક સુગંધનો સ્વાદ માંથી સાભાર વડગામ.કોમ ઉપર મુકવામાં આવ્યો છે. ] આજે ચારેબાજુ પાણીની બૂમાબૂમ છે. લોકો-પ્રાણીઓ-પશુઓ પાણી વિના વલખાં મારી રહ્યા છે! પણ છપ્પનિયા… આગળ વાંચો

વડગામમાં રામનવમી ની ભવ્ય ઉજવણી…

ચૈત્ર સુદ નવમીના રોજ વડગામ મુકામે વડગામ ગામના ભાવિક ગ્રામજનો ના સહયોગથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ તેમજ વડગામ હિન્દુ ઉત્સવ સમિતિ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ના જ્ન્મ દિવસ નિમિત્તે શ્રી રામ નવમી મહોત્સવ ૨૦૧૯… આગળ વાંચો

વડગામ માટે આશિર્વાદરૂપ સરકારી આર્યુવેદ હોસ્પિટલ.

વડગામ થી વરવાડીયા જવાના રોડ ઉપર પાણીના ટાંકા પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આર્યુવેદ હોસ્પિટલ વડગામની જનતા માટે આશિર્વાદરૂપ બની રહી છે. શાંત વાતાવરણમાં ૧૦ એકર એરીયામાં ફેલાયેલું આર્યુવેદિક કેમ્પ્સ વડગામ તાલુકાનું એક આદર્શ કેમ્પસ છે. આ  હોસ્પિટલમા કાર્યરત ડૉ.… આગળ વાંચો

વડગામ નું ગૌરવ બની વિનસ હોસ્પિટલ.

વિનસ જ્વેલ નું નામ સંભળાય એટલે ચોક્કસ માનવું જ પડે કે વડગામ માટે કંઇક ગૌરવપ્રદ ઘટના હશે. પ્રામાણીકતા, ચોકસાઈ, નીતિમત્તા, વ્યહવારશુધ્ધતા અને સુચારૂ  વ્યવસ્થા જેવા માપદંડોના સથવારે આજે વિનસ જ્વેલ નું દુનિયામાં મોટું નામ અને કામ છે. દેશના હીરા ઉદ્યોગમાં… આગળ વાંચો

સેંભર (વડગામ) મુકામે સામાજિક સમરસતા હેતુ પ્રેરક કાર્ય.

નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું. આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા… આગળ વાંચો

બારોટજીનો ચોપડો : પેઢીનામાની એક સામાજિક પરંપરા.

જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો… આગળ વાંચો
View More
Fb-Button