આપાણા તહેવારો

વડગામ જન્માષ્ટમીનો મેળો : ૨૦૨૨ – અલ્પેશ ત્રિવેદી

Melo-1

કલા, કૌશલ્ય ,આત્મનિર્ભર,સ્વદેશી, સંસ્કૃતિ,સમરસતા, આધ્યાત્મિકતા નો સંગમ એટલે મેળો… સાચે જ મેળો આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ને ટકાવી રાખતી ઉજવણી છે..મેળો એટલે મેળે મેળે આવવું અને મેળે મેળે જવું . મંદિર માં ભગવાન ના દર્શન કરી ને મેળા મા નિકળી પડવાનું .નાના નાના વેપારીઓ …રમકડા ની દુકાનો… ચકડોળો….નાસ્તા ના સ્ટોલ….આધુનિક ફેશન ના ટેટુ.. વાંસળી વાળો..માતા બેહનો માટે બંગડીઓ… ખરેખર એક જ જગ્યા એ બધી જ મોજ મજા… જે જોઇએ એ મળે..

ખાસ વાત કરુ તો વડગામ નો શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી નો મેળો.. વર્ષો થી મેળો વડગામ નગર મા ભરાય.રાત્રે મટકી ફૂટે..ભગવાન કૃષ્ણ નો જન્મ થાય.. બાળપણ થી અત્યાર યુવા અવસ્થા સુધી મેળો માણ્યો છે.. આજુબાજુ ના બધા જ ગામ ના લોકો ખરીદી કરવા આવે. અને ભગવાન શ્રી ક્રિષ્ણ ના દર્શન કરે.. મંદિર ના દરવાજે આપણા જ ભાઇઓ ઢોલ વગાડતા હોય.. રાધા ક્રુષ્ણ મંદિરનો સુંદર શણગાર કર્યો હોય…બ્રાહ્મણ દેવ ના આશિર્વાદ લઇ મેળા મા પ્રવેશ કરીયે…. બાલ યુવા તો મેળા ના આ છેડે થી બીજે છેડે આખો દિવસ ફર્યા જ કરે… વેપારી જોડે ભાવ તાલ કરવાનો..ચકડોળ મા બેસી બુમો પાડવાની અને સલાડ ની લારી પર નો નાસ્તો.. મોલ મા જે રમકડા કે વેપારી ગ્રાહક ની આત્મિયતા જોવા ના મળે એવી અદ્ભૂત લાગણી અને આર્થિક રીતે પોષાય તેવા અવનવા રમકડા વડગામ મેળા મા મળે..

વડગામ ની બહાર વસતા ગ્રામજનો પણ મેળા માટે વડગામ આવે.. એટલે જ જો બધા ને મળવાનુ દિવાળી બેસતુ વર્ષ પછી કોઇ ઉત્સવ હોય તો વડગામ નો આ મેળો.. વરસતા વરસાદ મા પણ મેળા મા એટલી જ ભીડ જોવા મળે. કે આવતુ વર્ષ કોને જોયુ.. કોરોના પછી ના આ મેળા એ લોકો મા આત્મવિશ્વાશ અને ઉમંગ ભર્યો..એક બાબત સારી કે વડગામ મેળો કે અન્ય સ્થાન નો મેળો હોય બધા જ સમાજ ના ભાઇ બહેનો એક થયી ઉજવણી કરે.. સ્વદેશી ભાવ સાથે નાના વેપારી ને આત્મનિર્ભર કરવાનો સીધો જ માર્ગ..આપ સૌ ને વિનંતિ કે કોઇ પણ જગ્યા ના મેળા મા જવુ.. સંસ્કૃતિ પરંપરા ટકાવી નાના વેપારી ને ઉભો કરીયે .મેળા મા બધા જ દુકાનદાર પ્રેમ થી બોલાવે કે “આવો આવો . બોલો શુ જોઇએ.. લઇ જાઓ””.. વાંસળી વાગતિ હોય..વેપારી ની બુમો સંભળાય.. ખૂબ મજા આવે.. સમરસતા દેખાય.. કોની દુકાન કે કોણ વ્યક્તિ પૂછ્યા વગર બસ ખરીદવુ અને મજા માણવી.. દુર દુર થી લોકો વડગામ મેળામાં આવે..સાંજે ઘરે જતી વખતે રમકડાં ..કેળા અને ચવાણું ગામડા ના લોકો લેતા જાય.. આપણી ભારતીય સંસ્કૃતિ અમે પરંપરાની ઓળખ એટલે આવા ઉત્સવ અને મેળા…

સૌ ને ફરિ વિનંતિ આપણી આવનારી પેઢી ને મેળા ના દર્શન કરાવીએ.. મોલ ની સાથે સાથે નાના વેપારી જોડે થી પણ ખરીદીએ.. મેળાાહરીએ ફરીએ..

અલ્પેશ ત્રિવેદી
વડગામ