જનરલ માહિતી, વડગામ તાલુકાની આજકાલ, વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

વડગામ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા સત્કાર સમારોહના પ્રેરક પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું.

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર દ્વારા તાલુકા મથક વડગામ માં આશરે 30 વર્ષ પહેલા કન્યા શાળા શરૂ કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે વડગામ સહિત આજુબાજુના 35 ગામોની દિકરીઓ આ શાળા સંકુલમાં શિક્ષણ મેળવી ચૂકી છે, શિક્ષણ મેળવી રહી છે.

આજથી 30 વર્ષ પહેલા જ્યારે કન્યા કેળવણી ક્ષેત્રે વડગામ તાલુકો પછાત ગણાતો હતો એવા સમયે કન્યા શાળાની સ્થાપના કરી રાજપૂત સમાજ કેળવણી સહાયક મંડળે તાલુકા મથક સહિત આજુબાજુના ગામોની દિકરીઓને શિક્ષણની સુવિધા પુરી પાડી કન્યા કેળવણી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.

આજે બાલમંદિરથી માંડીને આર્ટ્સ/ કોમર્સ/ સાયન્સ/ નર્સિંગ ક્ષેત્રે શિક્ષણની સુવિધા રાજપૂત કેળવણી સહાયક મંડળે તાલુકા મથક વડગામ મુકામે  શિક્ષણ ક્ષેત્રે પાછલા થોડા વર્ષોમાં જરૂરી સુવિધાઓ સાથે  ઊભી કરી તાલુકાના શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યુ છે.

સરસ્વતી કન્યા શાળામાં અભ્યાસ કરતી ચૌધરી ,રાજપુત અને અન્ય સમાજની બાળાઓએ આમંત્રિત મહેમાનોનું પોતાના પરંપરાગત સામાજિક પહેરવેશમાં કુમકુમ તિલક તેમજ પુષ્પોથી સ્વાગત કર્યુ. મારા માટે આ સવિશેષ ધ્યાનાકર્ષક ઘટના હતી અને સામાજિક સમરસતાને પ્રસ્તુત કરતી અદ્દભૂત સ્વાગત પદ્ધતિ હતી. ખૂબ આનંદ થયો. ઉપરાંત આવનાર મહેમાનોનું રાજપુતી શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

આજના પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ મા. શ્રી કિર્તીસિહજી વાઘેલા, માન. ડૉ. રાજુલ બેન દેસાઈ ( પૂર્વ સદસ્ય શ્રી રાષ્ટ્રીય મહિલા આયોગ, મા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બનાસકાંઠા, માન.શ્રી ડી.ડી. રાજપૂત ( પ્રમુખ શ્રી થરાદ તાલુકા રાજપૂત સમાજ) માન. શ્રી સામંતસિંહ સોલંકી ( પ્રમુખ શ્રી રાજપૂત સમાજ મિલકત ટ્રસ્ટ, અંબાજી) , પૂર્વ નાયબ કમિશનર ( સેલટેક્ષ) મા. શ્રી કેશરસિંહ ( પેપોળ) , સંસ્થાના પ્રમુખ મા.શ્રી મદારસિંહ હડીયોલ , ઉપ પ્રમુખ મા. શ્રી કાળુજી દલાજી સોલંકી, મંત્રી શ્રી અજમલસિંહ પરમાર, શ્રી સાગરભાઈ ચૌધરી ( બનાસકાંઠા ભાજપ યુવા પ્રમુખ) વિશેષ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યના આશિર્વાદ આપવાની સાથે માર્ગદર્શિત કર્યા હતા. વિશેષ સિદ્ધિ મેળવનાર શાળાના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને એવોર્ડ, સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કુલ ચાર અટલ લેબ મંજુર થઈ છે એ પૈકી એક લેબ સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામને ફાળે આવી છે. આજે એ મહત્વપૂર્ણ લેબનું ઉદ્દઘાટન પણ થયું. આ લેબના માધ્યમથી શાળાના બાળકોની સર્જન શક્તિ ખીલશે એટલુ જ નહી નવીન ઈનોવેશન માટે એક સારુ પ્લેટફોર્મ પણ મળશે. સ્કીલ ડેવલપમેન્ટ એ અટલ લેબનો મુખ્ય ઉદ્દેશ છે.

આમંત્રિત મહેમાનોનો ભાવપૂર્ણ આતિથ્ય સત્કાર કરી યથાયોગ્ય સન્માન કરી રાજપૂત કેળવણી મંડળે પોતાની પ્રતિભાવંત ઉજજવળ ઐતિહાસિક સંસ્કારિતાનો અને સભ્યતાનો સૌ કોઈને પરિચય કરાવ્યો હતો.

શાળાઓની બાળાઓએ અદ્દભૂત સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા તો યુવાનોએ રાજપૂતોના શૌર્યરૂપ તલવારબાજી નૃત્ય રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ….

આજના ભવ્ય દિક્ષાંત સમારોહમાં ઘણું બધુ શિખવા – જાણવા મળ્યું સાથે સાથે રાજપૂત કેળવણી સહાયક મંડળના ગણમાન્ય અને આદરણિય વડીલોશ્રીઓને , તેમજ શ્રી ઉદેસિંહ (વડગામ) શ્રી ભિખુસિંહ (ફતેપુર) તેમજ અન્ય યુવા મિત્રોને મળી એમની માનવતાને દિપાવતી વ્યવહાર કુશળતા જોઈ એમના પ્રત્યે માન થયું.

શાળા પરિવાર દ્વારા આજના પ્રસંગનું ખુબ સુંદર આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતું.

રાજપૂત કેળવણી સહાયક મંડળને ઉત્તમ શૈક્ષણિક વહીવટ તેમજ પ્રગતિશીલ અને સકારાત્મક વિચારસરણી બદલ અભિનંદન તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું …

 

For More Photographs Pl.Click Here 

 

નિતિન એલ. પટેલ (વડગામ)