ગામડાઓ નો પરિચય, જનરલ માહિતી, વડગામ તાલુકાની આજકાલ, વડગામનો ઇતિહાસ

મારુ ગામ મારો આત્મા : મેજરપુરા (વડગામ)

ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા .

સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે

ગુરુ ની ગાદી સેદ્રાશણ મઠ

ગામ પાદર દેવતા. ઇસ્માની મા, ગોપલપુરી , ગોગામહારાજ,ગુરુ મહારાજ

શિવ મંદિર ૬/૯/૧૯૫૮ ત્યાર બાદ અંબાજી મંદિર

કલ્યાણપુરી પુલસ્થપુરી નિરંજન અખાડા પુજારી અને મારા ગુરુ સમાધિ ૦૬/૦૭/૧૯૮૩

નામાભિધાન : પાલનપુર માન. નવાબ સાહેબ તાલે મહંમદ ખાન (૧૯૧૨ માં ભારતીય સેનામે કમાંડર ઓફ ઇન્ડિયન એમ્પાયર બન્યા એટલે મેજર ની પદવી ને કારણે ગામ નુ નામ આપેલ છે.)

ગામ વસવાટ ના શરુઆત ના કૂટુમ્બો ની વિગત

૧. વખાજી ચેલાજી ભાટી , ભાખર – પાલનપુર થી (મદાજી,હેદુજી,દોલાજી,હરીજી,જવાનજી)
૨ ધનાજી બાદરજી ભાટી “ “ ( નરસંગજી, મોબતસિંહ ,નટવરસિંહ )
૩ પરથીજી ઝાલાજી ભાટી “ ‘’ (ચતરાજી ,તખાજી ,નવાજી)
૪ હેમરાજજી અને માંનાજી લાલાજી ભાટી “ “ (કેશરર્સિંહ )
૫ ઉમાજી મુળાજી ભાટી “ “ (પ્રતાપજી, અભજીજી)
૬ લાલાજી ચૌહાણ ‘’ ‘’ ( ચેહુજી , નવાજી , નાથુજી, હિરાજી)
૭ ઉમાજી ગોદડજી પરમાર “ “ ( પરથીજી )
૮ તગાજી પરમાર “ “ ( કાળુજી,ચતરાજી ,નાથુજી )
૯ લાલાજી અને સદાજી પરમાર “ “ (નાથુજી ,હરીજી)
૧૦ ચેલાજી માંનાજી ડોડીયા ‘’ ‘’ ( મોતીજી, હિરાજી, માંડજીજી)
૧૧ બાદરજી અમરાજી ર્ડોડીયા “ “ ( ફતાજી, હેદુજી, મદાજી)
૧૨ દોલાજી સોનાજી બોડાણા સલેમપુરા થી ( ચેલાજી,ગંભીરજી, ,ઘેમરજી, હેદુજી ,જવાનજી)
૧૩ મોતીજી જેઠાજી બોડાણા “ (નવાજી,સુરાજી, રામસંગજી, કેહાજી)
૧૪ બેચરજી ખુમાજી બોડાણા “ કેશુજી
૧૫. માધુજી દેવજી બારોટ ભાખર થી (મોહનલાલ ,)
૧૬ નાંનજી પંચાલ લવાર ભાખર થી ( કેશવલાલ, વિરચંદભાઇ)

ત્યાર બાદ
૧૭ મોતીજી કાંનાજી ચૌહાન દાંતીવાડા થી ( તખાજી,જીતાજી,રતુજી,લાલુજી,જામ્તાજી,હેમતાજી)
૧૮. મોઘાજી અભેરાજજી ચૌહાન વરવાડિયા થી ( મોતીજી, નારાજી,હેદુજી,ખેમાજી,ચતરાજી નાથુજી,)
૧૯ સોનાજી બાદરજી બારડ દાંતીવાડા થી ( હરીજી,નાથુજી,પ્રતાપજી,મુળાજી,માલાજી)
૨૦ નથાજી ચેલાજી વાઘેલા ચારુપ થી (મોહનજી, તેજાજી,મદાજી)
૨૧ દોલાજી પનાજી બોડાણા વાધણા થી ( ચંદનસિહ )
૨૨ દલાજી તથા ગોદડજી વાઘેલા નળાસર થી ( હીરાજી તથા વિરસંગજી)
૨૩ ચેલાજી સોલંકી સુઢા થી ( ભીખાજી)
૨૪ સરતાનજી સોલંકી અંધારીયા થી ( ગંભીરજી)
૨૪ સવા ભાઇ ભાટીયા મેમદપુર થી
૨૫ રણછોડ ભાઇ રાવળ મેતા થી
૨૬ રામજીભાઇ ઠાકોર મેમદપુર થી

સમય અને સંજોગો બદલાતા ર્હેતા હોય છે. સમયની પુકાર માણસને સંજોગો પ્રમાણે વર્તવા મજબુર કરેછે. કેટલીક મજબુરીઓ એવી હોયછે કે જેને સહન કરવી મુશ્કેલ હોય ત્યારે સ્વમાની માણસો વિકલ્પ શોધતા થાય છે.વિકલ્પ શોધવાની વાત આવે ત્યારે શાશક ઉપર નજર જતી હોય છે. ભાખરના આગળ જણાવેલ ૧ થી ૧૧ પૈકીના ત્રણ ચાર જણે ભેગા થઇ ને ગામ છોડવાનું નક્કી કરીને પાલનપુર નવાબ સાહેબ તાલે મહંમદ ખાનને મળવાનું નક્કી કરી ને મળ્યા લાગણી સભર રજુઆતને દરિયાદીલ નવાબ સાહેબે અંતરની લાગણી ને સાંભળી ગામ ખેડા માટે જમીન બે ત્રણ જગ્યાઓ બતાવીને કહયું કે તમે આ જમીનો જોઇ આવો અને પસંદ પડે તે જગ્યા માટે પાલંપુર સ્ટેટ તમને જમીન તો આપશે જ પણ તમને ઉપયોગી થઇ શકે તેવી મદદ પણ કરશે. આટલું લાગણી સભર આશ્વાસન મળતાં ભખાર છોડવાનું નક્કી કર્યુ આ વાત ની સલેમપુરાના બોડાણાઓ ને ખબર પડી એટલે તમે નવા ખેડામાં જતા હોયતો અમે પણ આવીશું તેવી વાત થઇ એટલે ભાખાર થી ત્રણેક જણ અને સલેમપુરા થી એક જણ એમ ચાર જણ નવાબ સાહેબે બતાવેલી જલોત્રા પાસેનું અને પાંચડા અને મેમદપુર વચ્ચે ના વીડ (જંગલ)ની જમીન જોઇ જેમાં પાંચડા અને મેમદપુર વચ્ચે ના વીડ (જંગલ)ની જમીન મોટી હતી એટલે તેના પર પસંદગી ઉતારી.

સેદ્રાશણ ગામે આવેલા મઠમાં ગયા અને મહંતશ્રી ઉત્તમપુરીજી ને વાત કરી મુર્હુત અને તોરણ બાંધવાની વાત કરી. સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) નો દિવસ તોરણ બાંધવાનું નકકી થયુ તે પ્રમાણે પહેલાંથી ભાખરથી અને સલેમપુરા થી ગાડા ભરીને આગલા દિવસે હાલના ગામની ઉત્તરમાં આવેલી જગ્યાએ ગાડા છોડયા કે જ્યાં પહેલાથી પાણીની સગવડ (કુઇ) હતી

સંપાદન : શ્રી જશવંતસિંહ એમ. વાઘેલા