વડગામમાં જીવદયા હેતુ લોક ડાયરો યોજાશે.

Lokdayaro-Gauseva-2વધતી વસ્તી એ પશુ પંખી ના કુદરતી આશ્રયસ્થાનો પર આશ્ચર્યજનક રીતે બથમણો કબજો કર્યો છે. સ્વાર્થી માનવજાતે કુદરતી વ્યવસ્થા ઉપર હસ્તક્ષેપ કરી પશુ પંખીઓને રઝળતા કરી મુક્યા છે અને એને માટે કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કહેવાતી બુધ્ધીશાળી માનવજાત છે. દુધાળા પશુ વાસુકી જાય એટલે રઝળતા કરી દેવા અથવા તો દૂધ દોઈ છુટા મૂકી દેવા…ના એમના માટે કોઈ ગોચર રહેવા દીધા કે ના કોઈ વ્રુક્ષો કે ના કોઈ કુદરતી પાણીના સ્ત્રોતો આ અબોલ પશુઓ જાય તો ક્યા જાય પાણી અને ચારા ની શોધમા ખેતરમા અને માનવવસાહતોમા નછૂટકે બેહાલ ભટકતા જોવા મળતા હોય છે. કુદરતે મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતા વિશેષ બુદ્ધિ ક્ષમતા અને સમજણ આપી છે એ પોતાનું અને પોતાના પરિવારનું જ માત્ર પેટ ભરવાને માટે નહિ પણ પૃથ્વી ઉપરના સકળ જીવજંતુઓની કુદરતી વ્યવસ્થામાં કોઈપણ રીતે અડચણરૂપ થયા વગર શક્ય એટલું સહાયરૂપ થવું. આજે પરિસ્થિતિ એવી છે કે અડચણરૂપ પણ થવું છે અને કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં સહાયરૂપ પણ નથી થવું.

આવા સમયે અમુક લોકો અબોલ જીવોની પીડાને સમજી સમાજમાં જીવદયાનું પ્રેરક કાર્ય કર્તા જોવા મળે છે અને એ જ માત્ર આવા પશુપંખીઓ માટે આશીર્વાદરૂપ બનતું હોય છે એથી આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે આવા સમજુ વર્ગની પરોપકારવૃતિને પ્રતાપે જ આજનું જગત ટકી રહ્યું છે નહિ તો માનવજીવનનું નિકંદનં નીકળી જાય એવા કુકર્મો માનવજાતે કુદરતની વિરુદ્ધ મા કર્યા છે.

આવો જ એક પ્રયાસ રખડતી , રઝળતી ગૌ માતા અને પક્ષીઓ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા જીવાદયા હેતુ કરવાનો વડગામ વેપારી મંડળ દ્વારા વિચારવામાં આવ્યો અને વડગામમા તા ૨૬.૦૩.૨૦૧૯ ના રોજ લોકડાયરાના આયોજન ગોઠવાયું છે. આયોજકોએ જાહેર આમંત્રણ આપેલું જ છે .વધુ વિગતો આ સાથે જોડેલ બેનરમાં છે જ . આપણે તો ડાયરાની મઝા માણી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આ સત્કાર્યમાં જે સહયોગ આપવો હોય તે આપવો રહ્યો……!!

Lokdayaro-Gauseva-1

વડગામ.કોમ જીવદયા હેતુ આયોજીત લોકડાયરાના આયોજકોને અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે ……!!