ખેત ઉપયોગી ક્રાંતિકારી શોધ.

ભારતમાં સૌપ્રથમ પહેલીવાર છાણીયું ખાતર ફેદવાનુ ઓટોમેટીક મશીન.

1આજના ઝડપી યુગમાં માનવશ્રમના અભાવે ખેતીનો ધંધો દિનપ્રતિદિન મુશ્કેલ બનતો જાય છે. ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામની ગ્રીનલેન્ડ કંપની દ્વારા Farm Land બ્રાંડથી Mucks Spreader નામનું સફળ યાંત્રિક મશીન બનાવ્યું છે જે ખેતીના ધંધામાં ખૂબ જ ઉપયોગી સાધન બની શકે છે. તો આવો જાણીએ આ Mucks Spreader વિશે થોડી જાણકારી.

આ મશીન ની સાઈઝ આપણા નોર્મલ ટ્રોલી જેટલી જ છે. આ મશીન રીમોટ  કંટ્રોલથી  ઓપરેટ  થાય છે. આ ટ્રોલીમાં ભરેલુ ખાતર ખાલી થતા ફક્ત ત્રણ જ મિનિટ થાય છે. એક વિઘા મા ફક્ત 3 ટ્રોલી ખાતર જોઈએ. અને સાડા ત્રણ મિનિટમાં એક ટ્રોલી ખાતર ફેલાઈ જાય છે. અને  ખેતરમાં એકસરખું ખાતર ફેલાય છે. આ ટ્રોલીનો ઉપયોગ થી એ જ  દિવસે વાવેતર કરી શકાય છે. વિશેષ બાબત એ છે કે આ ટ્રોલી થી ખાતર નાખવાથી ખાતરના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં જમીનમાં મળી રહે છે આનાથી ખેડૂતોને ઘણો લાભ થાય છે આ ટ્રોલી થી સમયનો બચાવ થાય છે સાથે સાથે  ખાતરનો  અને મજૂરોનો અને પૈસાનો પણ બચાવ થાય છે. સાદી ટ્રોલી થી ખેતરમાં ખાતર નાખતી વખતે ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાતરના ઢગલા કરવામાં આવે છે આ ઢગલા મજૂરોના કે સમયના અભાએ થોડા દિવસ પડ્યા રહે છે જેથી ખાતરમાના પોષક તત્ત્વો ઉડી જાય છે વધારામાં ઢગલા ફેદાવવામાં મજૂરી અને ખાસો એવો સમય વ્યય થાય છે જેની સામે Mucks Spreader નો ઉપયોગ કરવાથી આસાનીથી અડધો એક કલાકમાં ત્રણ વિધા ખેતર ખાતર સાથે વાવણી માટે તૈયાર થઇ જાય છે કોઈ પણ પ્રકારની માનવ મજૂરી અને વધુ સમય બગાડ્ય વગર. જેની પાસે ટ્રેક્ટર છે અથવા તો ટ્રેકટર અને જેસીબી મશીન છે તેવા વાહનના માલિકો સાદી ટ્રોલી ની જગ્યાએ ખાતર નાખવા માટે આ ટ્રોલી નો ઉપયોગ કરે તો ખેડૂત નો સમય અને નાણા તો બચશે જ સાથે સાથે મજૂરો ન મળતા હોવાની સમસ્યાથી પણ છૂટકારો મળશે. આ ઉપરાંત ટ્રેકટર માલિકોને એ ફાયદો થશે કે તેઓ એક દિવસમાં વધુમાં વધુ જગ્યાએ ખાતર નાખીને પોતાનું આર્થિક ઉપાર્જન વધારી શકશે…

અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રીનલેન્ડ કંપનીના માલિક કાણોદરના આસિક હુસેન મહંમદ અલી ગની જેમની ઉંમર ૬૯ વર્ષ છે અને માત્ર સાત ચોપડીનો અભ્યાસ કર્યો હોવા છતાં ભારતમાં સૌ પ્રથમ પહેલીવાર છાણીયું ખાતર ફેદવાનુ ઓટોમેટીક મશીન સખત મહેનતના અંતે ડેવલોપ કર્યુ  છે જે બનાસકાંઠા ગૌરવ લઈ શકે એવું Innovative કાર્ય છે. એટલું જ નહી તેઓ શ્રી દ્વારા ૧૯૯૭ ની સાલમાં નિષ્ફળ ગયેલ બોરની પાઈપો કાઢવાનું મશીન ડેવલોપ કર્યુ હતું જેનાથી ગમે એવી પાઈપો કે મોટર બોરમાં ફસાઈ ગઈ હોય તે સફળતાપૂર્વક બહાર કાઢીને ખેડૂતોને પણ મોટી નુકશાની માંથી બહાર કાઢતું હતું જે આજે ગની ક્રેન સર્વીસના નામે ઓળખાય છે. વડગામ.કોમ આસિકકાકા ને અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

2

ટૂંક સમયમાં વડગામ.કોમ દ્વારા ખેડૂતોના લાભાર્થે  આ મશીન નું વડગામમાં નિર્દેશન્ યોજવાની વિચારણા છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

ગ્રીનલેન્ડ એગ્રો

સરનામું:કાણોદર,

તાલુકો:પાલનપુર. જીલ્લો:બનાસકાંઠા.

મોબાઈલ નંબર: 9825411510, 9662025107