Poem-Gazal

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ – ૨

click

વડગામ તાલુકાના સર્જકોની કલમે લખાયેલ સ્વરચિત રચનાઓ સમયાંતરે અહીં મુકાય છે તે અંતર્ગત વડગામ તાલુકાના સર્જકોની કલમે ભાગ : ૨ માણીએ…..!!

[૧]

કેમ ? મને એવું લાગે છે,

કે, કંટાળો મને કવિ બનાવે છે.

કારણ વિના કેમ ? લખાય છે.

અકારણ આ શબ્દો જે રચાય છે.

ભલે લાગે ખોટું, મારા મનની વાત છે.

જરા વાંચજો, જે નીચે લખાય છે.

હરિયાળે ને જવા દો,

શુધ્ધ ઓક્સિજન ક્યાં ? લેવાય છે.

ગોકુળિયું ગામ રેવા દો,

સમરસ માટેય યોજના ઘડાય છે.

ઘરડાઓની વાત ક્યાં ? મંડાય છે.

ગામને પાદરે ટોળે ક્યાં ? વળાય છે.

આજે સરસ્વતીનું ઉદ્દભવ સ્થાન શોધાય છે !

એક પા ગટર છલકાય, બીજી પા પાણીના મીટર નંખાય છે.

મને કમને એટલી દોડમ દોડમ થાય છે !

ને છેવટે તો એક્કો જ ઘુંટાય છે.

જાણે ! કે સોશિયલ મિડિયામાં બધુ પરખાય છે !

ઉલટાનો એમાં માણસ વધુ ખરડાય છે !

જ્યાં વાતનું વતેસર નથી થતું !!

પણ !! વતેસરની વાત થાય છે !!!

બાળપણે જાણ્યું હતું, દુનિયા સરસ જીવાય છે.

બાળપણ તો ગયું, જાણ્યું એવી વાતો જ થાય છે.

કહે બધાં, સમજ આવે ત્યારે બધું સમજાય છે.

ફૂટ્યાં કરમ સમજના, અણસમજું જ હરખાય છે.

ભૂતકાળની ભવ્યતા, કાલ્પનિક લાગે છે.

ભવિષ્યની ભવ્ય વાતો, શું કામ ? થાય છે.

જીવવું તો પાછા વળીને જે પ્રાચીન કહેવાય છે.

જેમ લાંબો કૂદકો પાછા જઈને જ કુદાય છે.

લખવા-વાંચવાથી કંઈ ન થાય, કહેનારા ઘણા છે.

સદ્દભાવ હોય ફક્ત, એની ઊર્જામાંથી જીવનારા ઘણા છે.

અમસ્તુ અમસ્તુ આ કારણથી જ લખાય છે.

–  નીતિન રાવલ  (પસવાદળ)

 

[૨]

તું પોપચા બીડે એ અમાસ કે’વાય ને ખોલે એ મારે મન પૂનમ

અમે માંડી છે ચોપાટ જીવતા મસાણમાં રમાય ત્યાં સુધી રમ !

એક પછી એક બધી ઘટનાઓ બનશે તું  સોગઠાં એ રીતે ફેરવજે

અમે હારવાના જીવ સટોસટનો આ ખેલ હાથી-ઘોડા એ રીતે ખેલવજે !

આમાં તું જીતે હું જીતું ફૈર નૈ પડે ખૂબ મોડા સમજાશે ભરમ

આ વધઘટ ચાંદના આકારમાં થાય છે, કે થાય છે મારા મનના !

કંઈ સમજણ પડે એ પહેલા વાગે છે ભણકારા અમને ગમનના

જો બની શકે તો પામી શકું પાર, ફક્ત ત્યાં સુધી તું ખમ !

તું પોપચા બીડે એ….

–  પ્રશાંત કેદારા જાદવ (કોદરામ)

[૩]

ચાલો સાજણ હવે ઊપડીએ ઝટ આપણા ગામે

આ મલક પણ જોઈ લીઘો જાણે હતા પર ગામે

સાંભળેલું ને અનુભવેલું બેયમાં મોટો ફેર

કાં ઘરમાં, કાં બહાર હોઉ છું કાં ઠેર નો ઠેર

ઘણીય વાર લાગ્યું’તું આવી ગ્યા ખોટા સરનામે

થોડાક શ્વાસ વપરાણા બાકીના બીજે વપરાશે

ફરતાં ફરતાં ફરતાં ફરતાં ફેરા પૂરા થાશે

વાટ જુએ છે આવકારવા કો’ક ઊભું છે સામે

ચાલો સાજણ હવે ઊપડીએ….

–  પ્રશાંત કેદાર જાદવ (કોદરામ)

[૪]

નદીના બે કિનારા જેવાં આપણે ભેગા થઈ નહિ શકીયે

ભલે વહે પ્રેમ નો અવિરત પ્રવાહ તોયે આપણ ભેગા થઈ નહિ શકીયે

ખુટેના ધારા અવિરત વહેવા દેજે સમંદરમાં જઈ ભળવા દેજે

હિલોળા લેતા પ્રવાહમાં આપણે  ભેગા થઈ નહિ શકીયે.

ભગવાને કહ્યું છે ગીતામાં પ્રેમ એ હું છું પરંતુ

દુનિયાને સમાજ છે અવળચંડા આપણ ભેગા થઈ નહી શકીયે.

સામ સામ કિનારે બેસી જોયા કરીએ વહેતો પ્રવાહ પ્રેમનો જોયા કરીએ ‘જેનેશ’

છોને તમાસો કરે દુનિયા દિલથી જુદા થઈ નહી શકીએ.

– નટુભાઈ નાઈ (થલવાડા)

[૫]

ચૂકવી રહ્યો છું કરજ જીવન ભરનું ,

કોઈ નથી મારી સાથે મારા નગરનું .

હમસફર એક તો મળે મને મારા ડગર નું ,

પાનું વાંચે જે મારા જીવન ઝરમર નું.

ફૂલો ચૂંટીને શું કરવું છે આ અત્તર નું ,

સ્મિત આપી રહ્યું છે આઠેય પહોરનું .

કોઈક તો મંઝિલ મળશે મને ક્યારેક તો ,

જડશે જરૂર ઠેકાણું મુજ દરબારનું .

દોડતી નદીને છોડીને અમે તો ચાલ્યા,

શોધી લીધું છે સરનામું સ્નેહ સરવરનું .

આવે છે એ એકવાર જીવનમાં જરૂર ,

સપનું સાચું પડે છે પાછલા પ્રહરનું .

–  અનવર એસ. જુનેજા (વડગામ)

[૬]

છેલ્લો શબ્દ એમનો ફરમાન થઇ ગયો

એમાં પણ હું સાંભળી ને ફરમાન થઇ ગયો.

દુ:ખ પડ્યા જીવન માં તો વિદ્વાન થઇ ગયો,

સુખ મળ્યા જીવન માં તો નાદાન થઇ ગયો.

દુનિયા નાં રસ્મો રિવાજથી પરેશાન થઇ ગયો,

જાને કે મુહોબ્બત નું આખરી સંતાન થઈ ગયો.

એમને બેચેની અને બેતાબી એમની ,

હું જ રોગ નિવારક અને હું જ નિદાન થઇ ગયો.

લાગણીઓ સાંકળી જ્યારે સામ સામી,

સ્નેહ સરવરિયાનું અરમાન થઇ ગયો.

મળ્યા જો રાહ માં એ તો બોલ્યા ,

કે પહેલી મુલાકાતથી તુજ જીગર-જાન થઇ ગયો.

ખુશીઓથી છલકાઈ રહી છે જિંદગી ‘અનવર’,

સમય પણ કેવો મુજ પર મહેરબાન થઇ ગયો.

–  અનવર એસ. જુનેજા (વડગામ)

[૭]

થઇ રહ્યો છું દંગ આવ્યો મોબાઈલ હાથમાં,

છૂટ્યો દોસ્તીનો સંગ આવ્યો મોબાઈલ હાથમાં.

એટેન્ડ કરું છું બધા પ્રસંગ આવ્યો મોબાઈલ હાથમાં,

છું ઈન્ટરનેટ ની દુનિયા માં વિહંગ આવ્યો મોબાઈલ હાથમાં.

રાત જાય છે આખી એના સાથ માં ને સાથ માં,

આંખો કરે છે જંગ આવ્યો મોબાઈલ હાથમાં.

ક્યારેક હસું છું ખડખડ ક્યારેક ગમગીન થાઉં છું,

બદલું છું હરઘડીયે રંગ આવ્યો મોબાઈલ હાથમાં.

ઘરના સભ્યો પણ હવે મુજ પર ખીજાય છે,

વાતાવરણ કરે છે તંગ આવ્યો મોબાઈલ હાથમાં.

એ છંતાય ખુશખુશાલ દેખાય છે મુજ જિંદગી ,

છલકાઈ રહ્યો છે ઉમંગ આવ્યો મોબાઈલ હાથમાં.

ક્યારેક જોઉં છું ફેસબુક તો ક્યારેક વાપરું વ્હોત્સએપ,

વિચારું છું નવા નવા તરંગ આવ્યો મોબાઈલ હાથમાં.

–  અનવર એસ. જુનેજા (વડગામ)

[૮]

વિષ પીનારા બધા શંકર નથી હોતા

ખૂંચે છે બધા પગમાં તે કંકર નથી હોતા

પ્રીયતમ પાછળ મરી મીટનારા

બધા દેવદાસ સદંતર નથી હોતા

રહે છે એકબીજાથી દૂર છતાં

તેમની વચ્ચે ઝાઝા અંતર નથી હોતા

દુનિયા છોડી જાય છે જે હંમેશા માટે

તે દિલો માંથી સ્થાનાંતર નથી હોતા

રહે છે જે હંમેશા સાથે આપણા

તે લોકો પણ સાચા મદદગાર નથી હોતા

–  મનીષ ડી. ચોધરી (વડગામ)