Poem-Gazal

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩

click

[૧]

ગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે

બસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો

 

ગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે

સદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને  વહેવા દો

 

હશે વિષાદ થોડો ઘણો તો પરવા નથી સહી લઈશ

મુખે વેદનાઓ મુખવટો શાને ? મરક મરક હસવા દો

 

સુખ દુ:ખ આવતા હોય તેમ આવે દિલથી આવકારીશ

શરત એટલી કે તે મને મારી રીતે જ સહવા દો.

 

“કોઈ શુ કહેશે ?” એવી મુંઝવણ મને નહી પજવે

ગમા-અણગમાથી ઉપર ઉઠીને બસ મને ઉડવા દો.

  • દલસંગભાઈ આર ડેકલીયા (ડી.આર) (વડગામ)

           મો. ૯૯૧૩૫૭૭૭૬૮

[૨]

ના કર મુમત બધુ મળે, ના થા વિહવળ થોડુ મળે

રોકી દે ગતિ વધુ સારી નહિ, અકસ્માતે અધોગતિ મળે

 

રૂઝ આવવા દે ના પંપાળ ઝખમને, સમય એને રૂઝવશે

વિતેલાને વહી જવા દે, કાલને આજ પર ના હાવી થાવા દે

 

મન તારૂ વિચાર તારો એમાં વિષાદ ના ભળવા દે

ખુશ થા ખુશ રહે તારી ખુશીમાં કોઈનો પ્રેમ ભળવા દે

 

છોડ આળને પંપાળ, મારૂ તારૂને પરભારૂ સળવળવા દે

ના ગણ તારૂ, ના અવરનુ, સુખદુ:ખ મજીયારૂ રહેવા દે

 

વસંતને પાનખર વચ્ચે ઘણી મોસમ આવે ને જાય છે

કુંપળો તો બેશુમાર ફૂટશે, તારા બાગને ના ઉઝડવા દે

  • દલસંગભાઈ આર ડેકલીયા (ડી.આર) (વડગામ)

           મો. ૯૯૧૩૫૭૭૭૬૮

[૩]

અંતરના ઓરડા ઉજાળો સાહેલડી, અંતરના ઓરડા ઉજાળો

જૂના ભવના કોલ પાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો

 

જૂના ભવમાં તમે વાદળી હતાં, ને અમે શ્રાવણીઓ મેહ

એકમેકમાં કેવાં ભળી ગ્યાં’તા કેવા આભરે ભર્યા’તા નેહ

આંગણે છોળો ઉછાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…

 

જૂના ભવમાં તમે વેલી હતાં ને અમે આંબુનું ઝાડ

અમારા મ્હોર ને કેરીઓ ચાખી’તી સાંભરે મોંઘેરા પાડ

એ ગળખટ્ટા સ્વાદનો ઉનાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…

 

જૂના ભવમાં તમે ઝરણું હતા ને, અમે ફંગોળાતા વંટોળ

બળ્યુ, ઝળ્યું આયખું ઠર્યુ તું થૈ ગ્યાં તા કેવા ઓળઘોળ

હવે ભવભવના ફેરા ટાળો સાહેલડી અંતરના ઓરડા ઉજાળો…

  • પ્રશાંત કેદાર જાદવ (કોદરામ)

 

[૪]

‘દુ:ખ દર્દ’ સભી  લે લે, ‘સુખ ચેન’ સભી દે દે,

અય રબ  મેરે મુરશિદ કો તું ઉમરે ખિજર દે દે,

દુ:ખ દર્દ સભી…

 

યે આલે નબી હૈ ઓર ઓલાદે અલી ભી હૈ,

જો તેરે ‘હબીબ’ હૈ ઔર મેરે ‘વલી’ ભી હૈ,

’મહેદી’ કે યે સિતારો કો તારો કી ચમક દે દે,

દુ:ખ દર્દ સભી…

 

યે “શાન’ હમારી હૈ, પહેચાન હમારી હૈ,

ફિદા હૈ ઉનહી પે હમ, યે ‘જાન’ હમારી હૈ,

યે જાને મહેદવિયા કો ફૂલો કી ડગર દે દે,

દુ:ખ દર્દ સભી…

 

અહેસાન કરોડો  હૈ, યે ‘પીરો મુરશિદ’ કે

પહેચાના હૈ દિને હક, ઉનકી રહેબરી સે,

મિલ્લત કે મસિહા કો, તુ લમ્બી ઉમર દે દે,

દુ:ખ દર્દ સભી…

 

માંગે યે દુવા તુજ સે, સજદે મેં ઝુકા યે સર,

તા હર્ષ રહે સાયા, રહેબર કા યું હી હમ પર,

’માસુમ’ કી દુવાઓ કો, રબ તું અસર કર દે.

દુ:ખ દર્દ સભી…

  • (“માસુમ પાલનપુરી” )

(અહેમદખાન બિહારી – તેનીવાડા)