Poem-Gazal

નટુભાઈ નાઈની રચનાઓ : ભાગ-૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની શ્રી નટુભાઈ નાઈ કે જેઓ “જૈનેશ” ઉપનામથી ઓળખાય છે તેમના દ્વારા સ્વ-રચિત રસપ્રદ કાવ્ય / ગઝલ રચનાઓ સમયાંતરે વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. આ અર્થપૂર્ણ રચનાઓના સર્જન કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષવા બદલ શ્રી નટુભાઈને ખૂબ ખૂબ અભિનંદન.]

 

[૧]

ઉજાડી ગયાં.

 

હવે બાગ બનાવી મહાલો છો પણ,

મારો બાગ તો ઉજાડી ગયાને.

હવે લઈને ફરો છો હાથમાં ગુલાબ પણ,

મારો છોડ તો ઉખાડી ગયાં ને.

ખુબ સુંદર વાતો કરતા હતા તમે પણ,

વાતોમાં મને બનાવી ગયાને.

કહેતા હતા સાથે જીવશું અને સાથે જ મરશું પણ,

થોડી જગ્યા મળીને દોડી ગયાંને.

હું તો સજાવતો રહ્યો સ્વપ્નોની દુનિયા,

અને તમે દુર ખસતાં રહ્યાં સાથી પણ,

મને તો રજવાળી ગયાને.

હવે તો મારી શું જરૂર હશે તમારે,

દિવાના થઈ ગયા હશો પણ

મારુ હિર તો લુંટાવી ગયાને.

છેદાયેલુ હૈયું મારું તમે જોઈ નહી શકો,

મારું દર્દ જાણવાની શું જરૂર હશે તમને પણ,

મારા જખ્મોની દવા તો લઈ ગયાને.

રહેજો સલામત વફા કરજો સદા એમને “જૈનેશ” પણ,

“કિશોર” ને અલવિદા કરી ગયાને.

 

[૨]

પાણી માટેનો સંદેશ (ગઝલ)

 

પાણી નથી વાણી,

તેથી માનવે કરી છે મનમાની.

ચુસ્યું હૈયુ ધરતીનું,

તો યે એની પ્યાસ ના બુજાણી.

નથી કિંમત એટલી એની જાણી,

કાલ પનઘટે છલકાતું હતું પાણી.

આજ પાંચસો ફૂટે ક્યાંક સરવાણી,

હજુ કેવા દિવસ આવશે તે વાત નથી જાણી.

વીજળી વેરણ થાશે તે દી,

ક્યાંય ટીપું નહિ મળે પાણી.

લીધુ છે ભગવાને ધ્યાને,

માનવ તને કિંમત સમજાવશે,

તે દી તારે આંખે નહી આવે પાણી.

 

[૩]

આઝાદી ગીત

 

પ્રજાસત્તાક દિનના દિવસે,

અમે ફરીએ કેવા.

હાથમાં તિરંગો લઈને ફરીએ,

નારા લગાવીએ એવા.

મસ્તક નમાવીએ સાષ્ટાંગ થઈને,

માગીએ આશીષ એવા.

મા ભોમની રક્ષા કરવ દેજે શક્તિ,

જગમાં જીતીએ એવા.

નાના બાળક છીએ અમે તો,

શું કરીએ દેશની સેવા.

મોટા થઈ મા ભોમ ગજવશું,

મા તને વંદન કરીએ એવા.

 

[૪]

ઉભો છું

 

એક લીલા વનમાં, સુક્ત વૃક્ષની જેમ ઉભો છું,

ભર્યા સરોવર કાંઠે, તરસ્યો જ ઉભો છું.

ગણી વાદળીઓ આવીને વરસી ગઈ છતાં,

વસ્ત્રો ભીંજાયા પણ દીલથી કોરોજ ઉભો છું.

જે દિલમાં વેદના કરે છે રોહ રોહ ને,

એવા જખમો દિલમાં છુપાવીને જ ઉભો છું.

પથ્થર દિલ કરવા માંગુ છું ને પીગળી જાય છે,

તોયે દિલની દુનિયાના મક્કમ ખુણે જ ઉભો છું.

તસ્વીર તમારી છે દિલમાં સદાય માટે,

તોયે તમને જોવાની ખાતર જ અહિં ઉભો છું.

તમારા વગર “જેનેશ” સુની છે આ સાહિત્ય કલા,

તોયે ઘાયલ દિલ બહેલાવવા “કિશોર” અહિં જ ઉભો છે.

 

પ્રિય પાત્ર જ્યારે હાથમાંથી અને કિસ્મતમાંથી સરી જાય છે ત્યાર એ માસુમ દિલ ઉપર શું ગુજરે છે તેની વ્યથા આ ગઝલમાં કવિ વર્ણવે છે કે હર્યુ ભર્યુ વન હોવા છતાં પણ પોતાને સુકા ઝાડ સાથે સરખાવે છે.

 

[૫]

શા માટે

 

કહિ દઉ છું તડપાવે છે શા માટે,

દુર દુર “જૈનેશ” થી રાખી ઘાયલ કરે છે શા માટે.

પહેલા બતાવી તે રહેમ નજર પછી,

પ્રેમની રાહ પર કાંટા બીછાવે છે શા માટે.

દિવાલ બનાવી તે પ્રેમની કુંજ ગલીમાં,

પછી એના તોતીંગ દ્વારે તાળા શા માટે.

બનાવ્યું તે તકદિર ત્યારે લખ્યા તે લેખ,

આ લેખ ઉપર તું મેખ રૂપી કલંક દે શા માટે.

લોક દેખે આમ તમાસો મારો અને માસુમનો,

આમ કાતિલ બનીને કતલ કરે છે શા માટે.

ઉંચે ભેખડ ઉપર ચડવ્યું તે જીવન મારું,

પછી એ ભેખડની નીચે “કિશોર” ને દફન શા માટે.

ભગવાનને પણ ઠપકો આપતી આ ગઝલ ખરેખર ઘણું કહી જાય છે કેમ કે પ્રેમ ક્યારેય નાત જાત જોતો નથી. તેમજ રૂપરંગ પણ જોતો નથી અને ઓચિંતી કોઈ ઝલક મળી જાય તો પ્રેમ થઈ જાય છે. તેમાય ભગવાનનો સાથ તો હોય જ છે. ખેલ રચાવે છે પણ તે અને ખેલ ખતમ પણ તે જ કરે છે. તેના લખ્યા લેખ મીથ્યા થતા નથી પણ પ્રેમીના દિલમાં સદાને માટે એક ચિનગારી અવશ્ય મુકી જા.