Poem-Gazal

વડગામનું ગજલિસ્તાન – ૦૬.૦૩.૨૦૧૮

Logo-A

શુષ્ક”પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) ઉપનામથી જાણીતા શ્રી બેચરભાઈ કે ગુરુદેવ મૂળ વડગામ તાલુકાના પીરોજ્પુરા ગામના વતની છે અને વ્યવસાયે હાલ તેઓ પી.એસ.આઈ તરીકે કાર્યરત છે તો આવો માણીએ તેઓ શ્રી દ્વારા રચિત આ સુંદર રચનાઓ…..!!

 

(૧)

સેંતર મા…

પીળા રંગ ને પીઠીચડી પાનેતર મા

પ્રેમ નો ફાગણ ફાલ્યો વાવેતર મા

કરીલે કોશિશ હાથપૂરો લંબાવીને

બગાડ નહીં  બીજા કોઈ વેતર મા

ખેડ કરુછું  ખુલ્લા દિલથી પાકીને

વાવણી કરતી નઇ મારા ખેતર મા

ઉગશે પ્રેમના અંકુર અણી કણીએ

લાગણી મારી પ્રેમપાંદડે  જોતર મા

પાકું થયું પાંદડું તરછોડજે નહીં એને

શુષ્ક” જાતથી પોતને એને સેંતર મા

(૨)

છું પડછાયો પાછું વળીને ના જો

છું વડછાયો પાછું વળીને ના જો

ફૂલ બનીને  સુવાસિત થવું  મારે

વિખરાઈ જાઉતો કળીને ના જો

કરું છું પાંખડી  ભેગી ભેળવીને

છળ છાબલે મન મળીને ના જો

મળવાને એકે એક નસીબ તારું

દિપ પ્રકાશે  દેહ બળીને ના જો

સુવાસે જીવતર  જીવવા જેવું

શુષ્ક”ગૈ ગુજરી ભળીને ના જો

(૩)

શરણમા

ફૂલ બનીને આવું શરણ મા

રાખજે મને તારી ચરણ મા

                      ફૂલ બનીને આવું શરણ મા…..

માયા નો મંડપ બાધ્યો મેં,તો

સોહમ સોહે આવે મરણ મા

                      ફૂલ બનીને આવું શરણ મા…..

ગુરુ મુખીને સબદ લગન છે

મળ્યું છે નીજ નામ કરણ મા

                      ફૂલ બનીને આવું શરણ મા…..

ભજીલે ભગત ભાવ ભરી ને

સાથે આવશે સાદ વરણ મા

                      ફૂલ બનીને આવું શરણ મા…..

આ કાયાનો ઉતારો શુ કામનો

શુષ્ક”મનગંગા નાયા તરણ મા

                     ફૂલ બનીને આવું શરણ મા…..

                      ફૂલ બનીને આવું શરણ મા…..

(૪)

વખણાયછે….

મોંહી બોલે ને બહાર સમજાય છે

તું હી બોલે ને મલ્હાર  વરતાય છે

શબ્દ શબ્દ થી  છૂટો પડે છંદ મા

ને પ્રાસ નો શણગાર સરજાય છે

સારે  ગમ સાદ પાડે છે  લહેકા મા

ત્યાં જુઓ  પદ્ય નિસા પરખાય છે

ગીતને સંગીતમાં ગાવું પડે ઢાળ મા

ઠુંમરી ને કથક ત્યાંજ હરખાય છે

પ્રાસ ક્યાં બેસે છાજીયાના સોક મા

શુષ્ક” ધડા વગર ઢોલ વખણાય છે

(૫)

વસંત પછી પાનખર આવે તો કહેજો

પાંદડે પાંદડે નિખાર આવેતો કહેજો

કોમળતા સુકાઈ જવા સાથે પીડા છે

વાત ગજબની સાર આવે તો કહેજો

એકપગે ઉભોછુ નીરખી રહ્યોછું બાગને

રાત રાણી સદ્ વિચાર આવેતો કહેજો

કોઈ કહી જાય તમને લીલા,છમ તોરણે

મનના માળા ઉપર ખાર આવે તો કહેજો

ડાળીઓ યાદ રાખે કોમળ ફૂલ જતનની

શુષ્ક”ફૂલેફાલે ભલીવાર આવેતો કહેજો

(૬)

હોયછે….

હોઠ ને પસંદ ચુંમવાનું  હોયછે

ગાલને  હરખે ફુલવાનું હોયછે

એ સબંધ કોઈ બીજોછે નથી?

જુના  બંધને બોલવાનું હોયછે

બંધ રહે મોઢું પણ મૌન વ્રતને

માંહિ-ચાવી ખોલવાનું હોયછે

ત્રાજવા પણ તૂટે છે ખટ, રાગે

તનના તરાગે તોળવાનું હોયછે

ટપકે છેે ભીંતર  મહી એક બુંદ

શુષ્ક” આંખે ચોળવાનું હોયછે

(૭)

હતો….

એમના હોઠ ઉપરના સળવટ દબાયેલો હતો

કઈક તિરાડોમાં કોઈ આશય છવાયેલો હતો

ઈચ્છાઓ ચડી બેઠી શબ્દ શબ્દ ના શણકારે

અધૂરા બોલના અક્ષરે ઓંતરો કપાયેલો હતો

મનન તણખલું હરખે હવામાં ઉડે છે અત્યારે…

લાગણી ઓના પૂરમાં મન થી તણાયેલો હતો

છો કોઠાની કબૂતરી ચબૂતરે એક ચણચણમાં

અંદર હતાં તમેજ નેબહાર મને રખાયેલો હતો

લાગ ના મળ્યો  તમોને  અમારી નબળી નસનો

શુષ્ક”તમારા ફસાવા પહેલાથી ફસાયેલો હતો

 (૮)

આંખો વગર અંધારું છે

ત્યાં દીવાની શી જરૂર છે

મનની આંખોથી જોતા નથી

ત્યાં તનની આંખોની શી જરૂર છે