Uncategorized

વડગામનું ગજલિસ્તાન : ૩૦.૦૩.૨૦૧૮

Logo-A

[પોતાના મૃત્યુ પછી તરત જ ચક્ષુદાન પછી તરત જ દેહદાનની ઇ.સ. ૧૯૯૫માં જાહેરાત કરનાર શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ કે જેઓ શુષ્ક પીરોજપુરી ઉપનામે ખૂબ સારી ગઝલો લખે છે. વ્યવસાયે પી.એસ.આઈ તરીકી ચાણસ્મા મુકામે ફરજ બજાવતા શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ વડગામ તાલુકાના પીરોજપુરા ગામના વતની છે. વડગામ.કોમ ઉપર ગઝલીસ્તાન કોલમમાં આજે ગઝલોત્સવ માણીએ તેઓશ્રી દ્વારા લિખિત પ્રસ્તુત ગઝલોથી….સમાજનું ઋણ ચુકવવા હેતુ શ્રી બેચરભાઈને ચક્ષુદાન અને દેહદાનની જે જાહેરાત કરી છે તે બદલ વડગામ.કોમ તેઓશ્રેને અભિનંદન પાઠવે છે. ]

 

[૧]

આવી…..

દરિયો ઉછલ્યો એમ લાગણી કિનારે આવી

ભર્યો ઉમંગે  ઉરની માગણી મઝધારે આવી

તણાયું રેતીમાં મન ને ગયું સાવ સામેં કાંઠલે

કિનારો સામેચાલી આવ્યો, તું મિનારે આવી

ચંદ્રા તુંજ શીતળતા લઈ બેઠી ઉગમણે દ્વારે

અજવાળે ઓઢણી ઓઢીને,તું સિતારે આવી

ઊચેછે અસમાન નીચેછે ધરતી વચે છે વાલમ

વસંતે વધાવી કસબે કમખો,તું કીરતારે આવી

વિના દાંડીયે  નાદ પડઘમ સાદ  સુણે સતકારે

શુષ્ક” અણઘડ વાજુવાગે તોએ,તું તારે આવી

        *મહિલા સન્માન દિવસ અનુસંધાણે*

– શુષ્ક” પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ)

[૨]

રહ્યું……

તમેતો હૃદયના દ્વારે દસ્તક દઈ દીધા

અંદર કોણ છે એ મારે જોવાનું રહ્યું

ખૂણો હતો એપણ ખોઈને બેઠો છું.

શું હતુંને શું ગયું એપણ ખોવાનું રહ્યું

બસ તુજ બોલ્યા કરે ને સાંભળે તું…

મારેતો કોઈ કાને સાનમાં કેવાનું રહ્યું.

નેણ રડે એ સૌ કોઈ જાણે આંસુ ને

ભીંતર રડે અને ભીતરમાં રોવાનું રહ્યું.

મીઠું સરોવર ખારું લાગેછે હેત વિના

શુષ્ક” શમણાં ને પરાણે પીવાનું  રહ્યું.

[૩]

*મારી નાખે છે*

માણસ માણસ ને મારી નાખે છે

માણસ માણસ ને તારી નાખે છે

ખૂન કરવું તે કૂતરું માર્યું બરાબર

છતી નનામીએહાથલારી નાખે છે

જલ્દી ફૂટી બાળો ભૂખ્યા છોકરાં

પાર લાવવા લાકડે ભારી નાખે છે

અભડાયો એના અગ્નિદાહથી એ

ઘરે એ ગંગાજળની ઝારીનાખે છે

મોત પાછળ કોઈ કારજ કરતું નથી

શુષ્ક”કીડીયારું નહિ ખારી નાખે છે

[૪]

 *જડે છે મને*

થાય એમકે હળવો ફૂલ થઈ જાઉં

મુજ પથ્થર દિલ કઠોર નડે છે મને

ભૂલવાની કૉસીશે યાદ આવેછે એ

આજપણ યાદ કરી કરી રડે છે મને

કોણ ખેંચી લાવે એ..અધૂરી યાદને

તેથીજ રોજરોજ નઝરે પડે છે મને

થાય મળી લઉં આતમ ભરી શ્વાસે

મનેજ મારૂ મન મળવા  લડે છે મને

એની વાણી વર્તને, છે પીડા દુઃખની

શુષ્ક”એક શબ્દ પ્રેમનો જડે છે મને

[૫]

 તારા માટે

રાત પાથરી જાત પાથરી તારા માટે

તુજ,કંટકો બિછાવી ગઈ મારા માટે

શરીરે ચિરકા થયા તો વેદના ના થઇ

ચિસ ભીંતરે હતી જગતના નારા માટે

કોને કહી બાર બતાવુ દુઃખની વાતો

અંદર ને અંદર ઘૂંટાયો છું સારા માટે

ભીંડાઈ રહે છે જીભ બત્રીસી સુધી

કચડાય છે એ મારા,દાંત ખારા માટે

એકની એકજ વાત કહું છું હર દી’ન

બૂમ કોઈ સાંભળે રોજના ભારા માટે

પનારો પડ્યો તનેજ નિભાવી લેવાનો

શુષ્ક”વારનો ફેરો રહ્યોમારો,વારા માટે

[૬]

દેશ કાજે

લડાઈ લડું છું દેશ કાજે

છેવાડે પડું છું દેશ કાજે

ન લાગે લાંછન જાણું હું

પહેરું પૅરવેસ વેશ કાજે

મસ્તકે છત્ર દેશ લાજનો

બચાવુ છત્તર ખેંશ કાજે

સામછાતી મરું દુષ્ટ સામે

માતના લાગેલ મેંસ કાજે

વિર લડે કાયમ દેશ કાજે

શુષ્ક” કોઈ લડે રેંસ કાજે

[૭]

ભલામણ છે

રદયને ચાલુ રાખવાની ભલામણ છે

ધબકાર ને  ગણવાની ભલામણ છે

કાન માંડીને અવાજ સાંભળી લેજો

એકડેએકથી ભણવાની ભલામણ છે

ન તૂટે સુર એ જો જો જરા જોમ થી

તાલને તાલથી તોલવાની ભલામણ છે

મૂલ્ય કદીક  તારું છુપાયું અહીં તહીં

ખુદને તાળવે મોંલવાની ભલામણ છે

બંધ ઘડી દીવાલ બનીને બેસે તો અહીં

તનના કાંટાથી ખોલવાની ભલામણ છે

ખુલ્લા દિલની વાત છે જાહેર સભામાં

ખાનગીમા ખુદને બોલવાની ભલામણ છે

સરખાઈ કરવાનું સપનું આવેતો તમને’જ

જોમથી જીગરને જોખવાની ભલામણ છે

માણસાઈ ના હકની વાત આવેતો કહેજો

શુષ્ક”મનથી મનને મળવાની ભલામણ છે

[૮]

થાય છે

સાંજ પડે ને એની યાદ નું ગણતર થાય છે

હૈયેથી હોઠપર આવવાનું વળતર થાય છે

એકલુંને એકલું બબડયા કરેછે કોઈ અહીં

એ શબ્દ રટણ ચાખવાનું મળતર થાય છે

કોઠામા ક્યાંથી સુજે કે કોથળી ભરી લઉં હું

નથી જીરવાતું યાદકરવાનું ભણતર થાય છે

નિસાસો નાખી નાખી ને ક્યાં નાખું ખૂણામાં

આશરો કરી બેઠુંછું રાખવાનું પડતર થાય છે

જુરીજુરી ને થયા  ઉજાગરા આ જીવતરના

શુષ્ક”રાત વહીગઈ ઝુંરવાનું જણતર થાય છે

[૯]

એવું નથી

ઉગતા જ આથમી જવાય એવું નથી,

ભર બપોર નો તાપ સેવાય એવું નથી.

          સાંજ પણ સંતાકુકડી રમીજાય અહીં,

          કોઈ હાથતાળી આપીજાય એવું નથી.

તમારા આવવાનો સુર ઢળી ચુક્યો છે,

ચમકતી ચકોરી તું જણાય એવું નથી.

           તમારા આવવાના વધામણાં કહ્યાં છે,

            કોઈ નું સાંભળી ને અવાય એવું નથી.

આવે જાય કોઈ અહીં, એનો શું ફરક પડે,

શુષ્ક” તમે આવો તો”જ મળાય એવું નથી.

[૧૦]

મોંલવુ પડે છે મારે

કોઈ સળગાવે તો ઓલવું પડે છે મારે

કોઈ ભરમાવે તો બોલવું  પડે છે મારે

દુનિયા ચડાવે ચકડોળે વાતછે અધૂરી

ખુદ બની હિંડોળો, ડોલવું પડે છે મારે

શબ્દ નો માર વજન થી આકરો રહ્યો

મહેણાં નું માટલું  તોલવું પડે છે મારે

ચાવી છે ચૌટે,તાળુંછે દુનિયા ને હાથ

લાજનું  લૂગડું  થૈ ખોલવું પડે છે મારે

બચાવી છે આબરૂ મુઠ્ઠી ભરી માટીયે

શુષ્ક”કબરનું કફન મોંલવુ પડે છે મારે

[૧૧]

આવે છે

ખબર એ નથીકે હૈયું કયાં જઈને આવે છે

આવેછે ત્યારેજ કંઈક નવું લઈને આવે છે

સગા હાથે મૂકીને ભેટી પડે છે ખુદને અહીં

કરમે લખેલી કથની કાનમાં કઈને આવે છે

ગીતગાય પથ્થરો એની વ્યથાકથામા છે તું

કોયલ બની ફૂલરસે સંગીત થઈને આવે છે

ગાયક બનુ હું સુમધુર અવાજે એકલો રહી

તું કુશલ કંઠીલે મંજરી ગીત ગઈને આવેછે

રસ ઝરે છેે રાગીણીનો આસ્વાદ મળે તારો

શુષ્ક” પ્રેમરસનો પ્યાલો પઈપઈને આવે છે