Poem-Gazal

વડગામનું ગજલિસ્તાન : ૧૬.૦૩.૨૦૧૮

Logo-A

(૧)

કોણે કહ્યું તન હાજર હોવું જોઇએ ?

મેહસુસ કરવા ફક્ત મન હોવું જોઇએ.

દિવસોનો હિસાબ મેળવ્યો છે ક્યારેય ?

નવરાશમાં પળની પરવા કરવા નીકળ્યાં.

સોમાંથી એક કામ જ પોતાનું કદાચ !!

બાકીના તો તમામ અપેક્ષિત નીકળ્યાં !!

અતીતને જોવામાં નજર ટૂંકી પડે છે.

વર્તમાનમાં રેવામા પનો ટૂંકો પડે છે.

ડર છે દુનિયાને કે હવામાન બદલાય છે !!

ડર નથી! હવામાં રે’નારો માણહ બદલાય છે.

પૂછે ખૂદા તો સહજ કહું જખ મારૂં છું.

હિસાબ માંગે તો કહું વખ મારૂં છું.

કોણે કહ્યું આ બધું હોવું જોઇએ ?

ન હોવામાં કંઇક તો હોવું જોઇએ.

નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

(૨)

*ભળવાનું રાખજો*

મંઝીલ સુધી પોંચવાનું રાખજો

પથ્થરો સુધી  ફરવાનું રાખજો

કંટકો મળે રસ્તામાં ફૂલ બની ને

કોમળ હાથે વિણવાનું રાખજો

 પડે,કદમ શ્વાસ ના ગણતા કદી

નિસાસે  સાસે ઝુંરવાનું રાખજો

પથિક કોઈ સહારો મળે આતમ

વિશ્વાસ રાખી મળવાનું રાખજો

પડે,કદમ શ્વાસ ના ગણતા કદી

અધૂરા શ્વાસે  મરવાનું રાખજો

સાથીનો સહકાર સાકાર થાયતો

શુષ્ક” મંઝીલે,ભળવાનું રાખજો

-શુષ્ક” પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) – [ પીરોજપુરા-વડગામ]

(૩)

એક પછી એક પડાવ.

કૈંક મોટા લાગે પહાડ.

છે એની પાછળ લગાવ.

શુ નાખું? ધાડ કે ત્રાડ.

મોહનાં ઉંબરે ઝુકાવ.

પારખી લેજો તમ નાડ.

જિંદગી જાણે! કાગળ નાવ.

ઓલા વાયરે કીધા ઘાવ.

બજારે બજારે છે ભાવ.

ખાલી કિંમતનો વટાવ.

ખાખના ઉભા છે પડાવ.

નહીં ધાડ! કે નહીં ત્રાડ.

રાખને તું  શું? જલાવ.

આગ ફાકીને બેઠા છીએ.

નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

(૪)

ક્યાં સુધી

પકડી રાખું ને છોડું ક્યાં સુધી

શ્વાસે ભરાયો દોડું ક્યાં સુધી

સવાર ભૂલ્યા સાંજ પડી છે

અડધીરાત થૈ મોડું ક્યાં સુધી

સાચવી રાખું સચવાય સબંધ

એક સાંધુને તેરતોડુ ક્યાં સુધી

લલાટે લખી છે ક્યા સુધી તું

કઠણ કરમ ને ફોડું ક્યાં સુધી

ડાળી નમી એમ નમી ગયો હું…

શુષ્ક”તને હાથજોડું ક્યાં સુધી

-શુષ્ક” પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) – [ પીરોજપુરા-વડગામ]

(૫)

ફકત એક ઉમ્મીદ લઈને ચાલતો થયો.

ક્યા ખબર? અપેક્ષાઓના ઝૂંડ પાછળ આવશે.

બસ! એક બે પગલા આગળ ગયો,

ક્યા ખબર? મારા જ મને બેડીઓ પગે બાંધશે.

અથાક પ્રયત્નો છતાં ન ખસ્યો,

કયા ખબર? મુજ પર રહેલી આશનો ભાર વર્તાશે.

પરાણે કમને જરીક પાછળ ફર્યો,

કયા ખબર? પેલી અપેક્ષિત નજરો મને લાગશે.

છેવટે હારી થાકી હેઠો બેસી ગયો,

હતી ખબર, એકદિ મને મળવા હું જરૂર આવશે.

નિતિનભાઈ રાવલ (પસવાદળ-વડગામ)

(૬)

કરી હતી…..

પામવાને ક્યાં શરૂઆત કરી હતી

જેમળ્યું એજ ઈબાદત કરી હતી

પથ્થરો ક્યાં પૂજ્યા’ તા દેવગણી

છતાંય તું ઈશ્વર આદત કરી હતી

ભીખ માંગવા રાખ્યું હતું શું બાકી

મારી અરજીને કિફાયત કરી હતી

ન માગ્યું  તોયે મળ્યું મારા નસીબે

એક કૃપા ની તે ઇનાયત કરી હતી

પામવા એને જિંદગી ગુમાવી દીધી

શુષ્ક”માનું એજ કવાયત કરી હતી

-શુષ્ક” પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) – [ પીરોજપુરા-વડગામ]