વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો ભવ્ય મેળો ભરાયો.
પરંપરા મુજબ રૂપાલ ગામે વર્ષોથી શ્રાવણ વદ સાતમનો મેળો યોજાય છે,જે અતર્ગત આ વર્ષે પણ તા.૦૯.૦૮.૨૦૧૨ને ગુરૂવારના રોજ યોજાયેલા મેળામાં ઉત્તર ગુજરાતના ભાવિકો મોટી સંખ્યામાં શીતળામાના દર્શને ઉમટી પડ્યા હતા.આ દિવસે ભાવિકો દ્વારા પેંડા શ્રીફળ,ચાંદીના તાર,આંકડી.મોતીચૂર અને સુખડીના પ્રસાદનો ભોગ ધરાવી પોતાની માનેલી માનતાઓ પુરી કરી હતી.દરેક કુંટુંબ,પશુધન,ગામ સુખી સંપન્ન નિરોગી રહે એ માટે માતાજીના ભક્તો દ્વારા દર્શન કરી દુવા માંગવામાં આવી હતી.મેળામા ઉમટી પડેલા ભાવિકો માટે સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા પિવાનું પાણી,પ્રાથમિક સગવડો ,સફાઈની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલ:-શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી-વડગામ,ફોટોગ્રાફ્સ:-શ્રી વિજય મેવાડા(મેમદપુર) અને શ્રી સંદિપ ચૌધરી.(રૂપાલ)
રૂપાલ ગામ વિશે વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.