આપાણા તહેવારો

વડગામમાં રામનવમી ની ભવ્ય ઉજવણી…

3ચૈત્ર સુદ નવમીના રોજ વડગામ મુકામે વડગામ ગામના ભાવિક ગ્રામજનો ના સહયોગથી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ તેમજ વડગામ હિન્દુ ઉત્સવ સમિતિ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામ ના જ્ન્મ દિવસ નિમિત્તે શ્રી રામ નવમી મહોત્સવ ૨૦૧૯ ની ઉજવણીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું.

2વડગામમાં જૈન દેરાસર અને શિકોતર માતાજી મંદિરથી અર્બુદા નગર જવાના રોડ તરફ આવેલું ભગવાન શ્રી રામચંન્દ્રજીનું મંદિર અંદાજીત ૧૦૦ વર્ષ જુનું  પ્રાચિન ઐતિહાસિક મંદિર છે. શ્રી રામચંન્દ્રજીનું આ મંદિર વડાગામમાં મોટા મંદિર તરીકે ઓળખાતું. આ મંદિરના ટ્રસ્ટની રચના ઇ.સ. ૧૯૫૨ માં કરવામાં આવી હતી.

5એવું કહેવાય છે કે પાલનપુર નવાબ સાહેબને વડગામમાં આવેલ ભગવાન શ્રી રામચંન્દ્રજીના મંદિરમાં અપૂર્વ શ્રધ્ધાભાવ હતો એટલે જ્યારે જ્યારે તેઓની સવારી છેલ્લા વડગામ મુકામે પધારતી ત્યારે નવાબ સાહેબ વડગામના ગોંદરે હાથી ઉપરથી ઉતરી ત્યાંથી ચાલતા ભગવાન શ્રી રામચંન્દ્રજીના દર્શને જતા…. આ મંદિર માટે તેમણે જગ્યા પણ ફાળવી હતી….આ મંદિરમાં સાધુ સંતો નો ઉતારો થતો અને તેઓના ભોજન માટે મંદિરમાં કાળી રોટી (માલપુવા)ની વ્યવસ્થા થતી.

8સમયના પ્રવાહની સાથે  આ મંદિરની જાહોજલાલી મંદ પડતી ગઈ આમ પણ આપણે આપણી વિકાસના નામે આપણા ઐતિહાસિક સ્થળોને બરાબાર જાળવી શક્તા નથી એ આપણી મોટી ખામી છે પરિણામ સ્વરૂપે વડગામ તાલુકાના કેટલાય ગૌરવંત ઐતિહાસિક સ્થળોએ પોતાની ઓળખ ગુમાવી દીધી છે જે નવી પેઢી માટે જીવન પ્રેરક બની શકી હોત…!!!

7આપણી પ્રાચિન સભ્યતા,સંસ્કૃતિ, પરંપરા  અને ઉત્સવો આપણને જીવન સારી રીતે જીવવા માટે બળ પુરુ પાડતા હોય છે એનો મોડે મોડે પણ ગામના યુવાનોને ખ્યાલ આવ્યો અને તા.૧૪.૦૪.૨૦૧૯ના રોજ વડગામ મુકામે શ્રી રામચંન્દ્રજીના જન્મદિવસને ધામધૂમથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ગામના યુવાનોએ છેલ્લા અઠવાડિયાથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી…ગામમાં તોરણો બાંધીને રાત્રે રામધૂન સાથે રાતફેરી સાથે સતત મિટીંગોનું આયોજન કરીને તેમજ વોટ્સએપ ગ્રુપની રચના કરીને રામજન્મ દિવસ ઉજવણીના  સંદેશાઓ અને માહિતી ગ્રુપમાં વહેતા કરીને કાર્યક્રમ ને સફળ બનાવવા તનતોડ પ્રયત્નો આરંભ્યા હતા.

9તા. ૧૪ એપ્રિલ ૨૦૧૯ ને સવારે ૯.૦૦ કલાકે આયોજન મુજ્બ ગામના ગણમાન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં નિજ મંદિરે પૂજા અર્ચના કરી સૌ પ્રથમ વાર રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રના નું પ્રસ્થાન થયું હતું. વડગામ નગરમાં મેવાડા વાસ, મદિના મસ્જિદ, રાધાકૃષ્ણ મંદિર, બસસ્ટેંડ, ભોજક વાડી એરિયામાંથી ડિજે ના તાલે હર્ષપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પસાર થઈ હતી. ઠેરે ભાવિક ભક્તજનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત અને ભગવાનશ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. વડગામની મદિના મસ્જિદ આગળ ગામના મુસ્લિન બિરાદરઓ દ્વારા શોભાયાત્રનું સ્વાગત કરી ભગવાનની રામને ફુલોનો હાર પહેરાવી કોમી એકતાનું દ્રષ્ટાંત પુરુ પાડ્યું હતું….રાધાકૃષ્ણ મંદિર મહંત દ્વારા રથયાત્રનું સ્વાગત કરી મંદિર માં આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

6ગરમીના વાતાવરણમાં પણ શોભાયાત્રામાં ભાવિક ભક્તજ્નો નો ઉત્સાહ ચરમસીમાએ હતો..સમગ્ર યાત્રા દરમિયાન ઠંડા પાણીની મીનરલ વોટરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.શોભાયાત્રાના સમગ્ર નગર પરિભ્રમણ દરમિયાન યુવાનો ભગવા રંગે રંગાય હતા…જય શ્રી રામના નારા સાથે અબીલ ગુલાલની છોળો વચ્ચે ડિજે ના તાલે ઝુમતુ યૌવનધન અને સાથે  જે ભાવનાત્મક્તાનું પૂર હતું તે નયનરમ્ય હતું. વિશેષ તો ગામની અઢારેય આલમ આ શોભાયાત્રામાં સામેલ હતી અને જાતિવાદને તડકે મૂકી ખભેખભા મિલાવી જે ઉજવણી કરી રહ્યા હતા તે જોતા એવું લાગે કે ઉત્સવોની ઉજવણી કેટલી મહત્વપૂર્ણ છે. અંતે નગર પ્રરિભમણ કરી શોભાયાત્રા નિજ મંદિર પરત ફરી હતી જ્યા ચા પાણીની વ્યવ્સ્થા ગોઠ્વામાં આવી હતી. બપોર બાર કલાકે ભગવાન શ્રી રામના જ્ન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી અને રાત્રે ભજન સતસંગનો કાર્યક્ર્મ ગોઠવવામાં આવ્યો હતો….

IMG_20190414_103713

શોભાયાત્રાનો વિડિયો જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો..

વડગામ રામનવમી શોભાયાત્રા વિડીયો ક્લીપ

વડગામ.કોમ આયોજકો તેમજ સમગ્ર ગ્રામજનો ને ભગવાનશ્રી રામચંન્દ્રજીના જન્મદિનની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવે છે…….