Uncategorized, જનરલ માહિતી, વિશેષ પ્રવૃતિઓ

વડગામ માટે આશિર્વાદરૂપ સરકારી આર્યુવેદ હોસ્પિટલ.

Aryvedik-Hosp-Vadgam-5વડગામ થી વરવાડીયા જવાના રોડ ઉપર પાણીના ટાંકા પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આર્યુવેદ હોસ્પિટલ વડગામની જનતા માટે આશિર્વાદરૂપ બની રહી છે. શાંત વાતાવરણમાં ૧૦ એકર એરીયામાં ફેલાયેલું આર્યુવેદિક કેમ્પ્સ વડગામ તાલુકાનું એક આદર્શ કેમ્પસ છે. આ  હોસ્પિટલમા કાર્યરત ડૉ. અલ્પેશભાઈ જોષી કે જેઓ વડગામ તાલુકાના જ મેમદપુર ગામના વતની છે તેઓની દિર્ઘદ્રષ્ટી સાથેની સર્જનાત્મક મહેનત અને દર્દીઓની ઉત્તમ સારવાર થકી સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખરા અર્થમાં વડગામ પંથકમાં એક આદર્શ હોસ્પિટલ બનવા જઈ રહી છે. કોઇ કરે કે ના કરે પણ વડગામ.કોમે વડગામ તાલુકામાં જોવા જેવા સ્થળોની યાદીમાં  વડગામની આ સરકારી આર્યુવેદિક હોસ્પિટલનો પણ સમાવેશ કરી દીધો છે કારણ કે આ હોસ્પિટલમાં માત્ર સારવાર હેતુ જ જવું એ જરૂરી નથી તમે માત્ર મુલાકાત હેતુ પણ જઈ શકો છો. સ્વચ્છ સંકુલ અને સ્વચ્છ હોસ્પિટલ ની સાથે વિવિધ પ્રકારના અનેક આર્યુવેદિક છોડ અને બગીચો જોઈને પ્રથમ નજરે જ ખ્યાલ આવી જાય કે આ હોસ્પિટલ કંઇક વિશેષ છે. મોટેભાગે જાહેર સ્થળો અને એ પણ સરકારી સંકુલો અવ્યવસ્થિત જોવા મળતા હોય છે ત્યારે દ્રષ્ટિ હોય તો આ હોસ્પીટલમાં માર્ક કરવા જેવું ઘણું બધું છે. વિવિધ રોગોની અને તેના ઈલાજ ની માહિતી આપતા તેમજ વિવિધ આર્યુવેદિક છોડ ની સમજ અને તેની ઉપયોગીતા ની માહીતી આપતા સુંદર પોસ્ટરો સુઘડ રીતે દીવાલો ઉપર ચીપકાયેલા છે. તમે કાંઈ ન જુઓ પણ માત્ર આ પોસ્ટરો માં જણાવેલ માહિતી વાંચીને પરત આવો તો પણ ફેરો ફોગટ જાય એવું નથી. તદુરસ્તીસભર સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું એની સમજ મેળવી શકો છો પોતાની જાત ને કેળવી શાકો છો. ડૉ. અલ્પેશભાઈ એ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની મદદથી હોસ્પિટલ ના પાછળ ના ભાગમાં અમે વિવિધ આર્યુવેદિક અને અન્ય છોડ રોપાવ્યા છે. પાણીની તંગી વચ્ચે આ છોડ ને ઉછેરવાનું ભગીરથ કામ ડૉ. અલ્પેશભાઈ અને તેમનો સ્ટાફ ઉઠાવી ર્રહ્યો છે. ડૉ. અલ્પેશભાઈ નું સ્વપ્ન છે કે સમગ્ર સંકુલ ને ગ્રીન બેલ્ટ તરીકે વિકસીત કરવું છે અને એ કામ અમે કરીશું. મુખ્ય સમસ્યા પાણી ની છે હાલ ગ્રામપ્રચાયંત માંથી અડધા ની પાઇપ મારફતે જે પાણી પુરૂ પાડવામાં આવે છે તે પૂરતું નથી ત્યારે મુખ્ય સવાલ એ છે કે આટલું અદ્દભુત કાર્ય પુરી સભાનતા સાથે હોસ્પિટલ પ્રાંગણમાં થઇ રહ્યું હોય ત્યારે પાણી ની સમસ્યા કેવી રીતે ઉકેલવી એ બાબતે લગત સરકારી વિભાગે રસ લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢવો જોઈએ તો હોસ્પિટલ જે રીતે વિકસી રહી છે તે જોતા તેને બળ મળી શકે. આ ઉપરાંત સરકારશ્રીના નિયમ મુજબ પાંચ એકર જમીન હોય તો આર્યુવેદ કોલેજ માટે પણ મંજુરી મળી શકે તો એ બાબતે પણ વડગામ આર્યુવેદ હોસ્પિટલને કોલેજ ની ફાળવણી થઈ શકે પણ ખાટલે મોટી ખોડ જાગે કોણ ? રજૂઆત કરે કોણ ? અને કરે તો લાંબાગાળામો સહકાર આપે કોણ ? આપણે શું ?

Aryvedik-Hosp-Vadgam-2હાલ દૈનિક લગભગ ૧૦૦ જેટલી ઓપીડી આ હોસ્પિટલ માં થાય છે જે અમુક વર્ષો પહેલા માંડ ૫ થી ૧૦ જેટલી રહેતી હતી તેનું મૂળ કારણ એ છે કે મોટી મોટી ખાનગી હોસ્પિટલોની સારવાર લેવાથી અને ગજાવર ખર્ચ કર્યા બાદ પણ જે પરિણામ મળવું જોઈએ એ ના મળે ત્યારે આ હોસ્પિટલ માં મળતી સારવાર ને લીધે દર્દીઓના ઘણા હઠીલા રોગો સામે સારા પરિણામો મળી રહ્યા છે અને તે પણ કોઈ જાત નો ખર્ચ કાર્ય વિના અને આ બાબત ની વાત વડગામ.કોમ જાણવા મળી એક દર્દી પાસેથી તેણે જણાવ્યું કે મેં મોટી હોસ્પિટલોમાં પાણી ની જેમ પૈસા ખર્ચ્યા હોવા છતાં મને જે પરિણામ ના મળ્યું એ હોસ્પિટલ ની સારવાર થી ઘણી રાહત જણાય છે. કેવા નો મતલબ એ નથી કે સબ દુખો કી દવા યહાં હૈ પણ દર્દીઓ માટે એક આશાની કિરણ બની રહેલી આ હોસ્પિટલ વડગામ પંથક માટે આશીર્વાદરૂપ છે અને એટલે તો બનાસકાંઠા ના ડીસા,પાલનપુર તેમજ દુર સદુર તાલુકાના લોકો પણ અહી સારવાર હેતુ આવી રહ્યા છે.

Aryvedik-Hosp-Vadgam-4તાજેતરમા આર્યુવેદિક હોસ્પીટલમાં પંચકર્મ સારવારની સુવિધા શરૂ કરવામાં આવી છે. વમન, વિરેચન, નસ્ય, નીરુહબસ્તી તથા અનુવાસન (બસ્તિ) એ પાંચ કર્મો એ પંચકર્મ છે.

Aryvedik-Hosp-Vadgam-1જરૂરી સ્ટાફ અને પાણીની અછતના અભાવે હોસ્પિટલમાં ઉપલબ્ધ સંશાધનોનો વ્યાપક ઉપયોગ થઈ શકતો નથી જે લાંબાગાળે વડગામ તાલુકાની એક મહત્વપૂર્ણ હોસ્પિટલને તથા વડગામ તાલુકાના હિતને નુકશાન કરતા સાબિત થઈ શકે છે. મોટેભાગે રાંડ્યા પછીનું ડહાપણ જોવા મળતું હોય છે પણ પાણી પહેલા પાળ બાંધવાનું કોઈને સુઝતું નથી. વ્યક્તિગત વિકાસની સાથે સામુહિક વિકાસ તરફ જરૂરી જાગૃક્તા સાથે અને બદલાતા સમય સાથે તાલ મેળવી ચાલવાની માનસિકતા નહિ કેળવાય તો અંધકારમય ભાવી તરફ હોતી હે ચલતી હૈ તો છે જ…..

Aryvedik-Hosp-Vadgam-7સરકારી આર્યુવેદ હોસ્પિટલને સુવિકસિત કરવામાં તેમજ દર્દીઓને ઉચ્ચ તબીબી સારવાર પુરી પાડવા બદ બદલ ડૉ. અલ્પેશભાઈ ,હોસ્પિટલ સ્ટાફ તેમજ સરકારશ્રી ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

———————————————————————