ગામડાઓ નો પરિચય

જૂનીનગરી……

વડગામ મહાલની ત્રણ વિશેષતાઓ છે.તેમા એક એ છે કે ભાગ્યે જ કોઈ ગામમા વડનુ વ્રુક્ષ નહિ હોય.બીજુ પચાસ ટકા જેટલા ગામો નદી કિનારે નજીકમાં આવેલા છે.ત્રીજી બાબત એ છે કે,પૌરાણિક દેવસ્થાનો-નદીના કિનારે છે.તેમા શેરપુરા (સે) અને જુની નગરીનું એક સૈકાથી વધારે પૌરાણિક ભૂખલા ગામની પાસે મહાદેવનું મંદિર નદી કિનારે આજે પણ હયાત છે.

જૂની નગરી રજવાડી નગરી હતી.લોકો ખૂબ જ સુખી હતા,પાલણપુર સ્ટેટ અને દાંતા સ્ટેટના સિમાડે ધાડપાડુ બહારવટીયાઓનો ત્રાસ હતો.જુની નગરી નદી કિનારે છેવાડાનું ગામ હતુ.આ નગરી બે વખત લૂંટાઈ હતી.રજવાડાઓની આપસી રક્ષા સમજૂતી થયા બાદ જુની નગરી નવેસરથી વસાવવામાં  આવેલ.

જુની નગરી મૂળ જાગીરદારોનું ગામ તેમા પટેલ,બ્રાહ્મણ,ઠાકોર જાગીરદાર મુસ્લીમની વસ્તી મુખ્ય હતી.ખેતીવાડી પર નભતુ આ ગામ આ વિસ્તારમાં મહેસુલ ભરવામા અગ્રેસર રહેતુ.પાલણપુરના નવાબ સાહેબ તાલેમહંમદખાન પાડોશી રજવાડાઓની સાથે રાજકીય મસલતો માટે આ ગામ માં  બેઠકોનું આયોજન કરાવતા.એક વખત નવાબ સાહેબે ગામના જાગીરદાર ભીખુમીયાં બિહારીના કુટુંબમાં  લગ્ન પ્રસંગે ખાસ હાજરી આપી હતી.

વધારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીનો વધારે આવરો રહેતો હોવાથી ગામની ખેતીની જમીનોનું  ભારે ધોવાણ થતા અને ગામ લોકોનો વસવાટ જોખમી બનતા ઈ.સ.૧૯૩૨ની આસપાસ નવી નગરી વસાવવામાં આવેલ હોવાનું કહેવાય છે.લોકોમાં અરસ-પરસ ગજબનો ભાઈચારો અને વિશ્વાસ હતો.અને મોટા મનથી એક બીજાના સુખ-દુ:ખમાં લોકો સહભાગી થતા હતા.નવી નગરી વસ્યા બાદ ખેતીની જમીનો પણ અરસ-પરસની સમજુતીથી અદલ-બદલ કરી લીધેલ.આજે પણ લોકો સુખેથી હળીમળીને ખેતી કરે છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

Hadmatiya , Harde Vasana , Hasanpur , Iqbalgadh , Juni Nagari , Juni Sendhani , … . are the villages along with this village in the same Vadgam Taluk