સાહિત્ય-લેખો

ગીલ્લી દંડો – પ્રેમચંદ

[ કલોલના મૂળ વતની પણ વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી રહેતા  શ્રી સંદિપભાઈ બારોટે “ગીલ્લી દંડો” નામની આ સુંદર વાર્તા વડગામ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપી છે. સંદિપભાઈએ ફિલ્મ મેકિંગનો કોર્સ કરેલ છે તેમજ અમુક હિન્દી સિરીયલોમાં આસી.ડાયરેક્ટર તરીકે કામ કરેલ છે અને હાલમાં પાલનપુર મુકામે એડ એજન્સી ચલાવે છે. ]

 

ગાડી પૂરવેગમાં સડક પર દોડી રહી છે. રસ્તો શહેરના રસ્તા જેટલો પહોળો તો નહોતો પરંતું અહી શહેર જેટલું ટ્રાફિક પણ નહોતું. મંદ ક્યાંક એકલ દોકલ વાહનો સામે આવી જતા. ગાડીની પાછળની સીટ પર બેઠેલા ચંદ્રકાંત મહેતાએ ઘડિયાળમાં જોયું. દસ ને પંદર મીનીટ થયી હતી. એમને ડ્રાઈવરને કહ્યું “આગળથી ડાબી તરફ વાળી લેજે ત્યાંથી નજદીક પડશે.”

ડ્રાયવરે ગાડી ડાબી બાજુ વાળી લીધી. પછી ચંદ્રકાંત મહેતા ને પૂછ્યું “ સાહેબ અહીના રસ્તાની તમને કેવી રીતે ખબર છે? તમે અહી પહેલા આવેલા છો?”

ચદ્રકાંત મહેતાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું “ અરે હું અહી ફક્ત આવેલો નહિ અહી રહેલો પણ છુ. મેં મારું બાળપણ અહી જ વિતાવ્યું છે. અહી બાળપણમાં એકે એક ગલી એકે એક ઘરે રખડ્યા છીએ.ગામની બાજુમાં આવેલી નદીની કોતરોની ઝાડીમાંથી વિનીવીની વીની બોર, ગુંડા, આંબલી અને કાતરના ખિસ્સા ભર્યા છે. અને અહીના મેદાનોમાં આખોઆખો દિવસ ગીલ્લી દંડો રમ્યા છીએ.”

ડ્રાયવર આશ્ચર્ય થી પાછળની બાજુ ચંદ્રકાંત મહેતા સામું જુએ છે.ત્યાજ ચંદ્રકાંત મહેતા ડ્રાયવર ને કહે છે “અરે આગળ જો. ગાડી નીચે…”

ડ્રાયવર જુએ છે તો ગાડી સડકની જરા વધારે જમણી બાજુ ઉતારી રહી હોય છે. ડ્રાયવર ડ્રાયવીંગ પર કાબુ કરી ગાડી ને પાછી સડક તરફ વાળે છે. ત્યાં સામેથી આવતા ચાર પાંચ માણસોની બિલકુલ નજદીકથી ગાડી પસાર થાય છે.

સામેથી આવતા માણસો ગાડીને જોયી બાજુમાં તો ખસી ગયા હતા પણ હવે તેમાંથી એક માણસ ગુસ્સે થયી બૂમ પડે છે “ અલ્યા ઓંધળા, મારી નોખાવા શ ક શું??” પછી ટોળામાંના માણસો સામું જોયી કહે છે “ આ ગાડીઓવાળા ની નજુરોમાં આપની કિંમત ચીડી-મકોડા જેટલી જ હોય શ. કચડી નોખાં વાર ય ન કર.”

ગાડીમાં ચંદ્રકાંત મહેતા કહે છે “સંભાળીને ચલાવ. હમણા પેલા માણસોને સાથે કાર અથડાય જાત.”

ડ્રાયવર કહે છે “ સોરી સાહેબ, પાછળ જોવામાં ધ્યાનચૂક થી ગયી. પણ સાહેબ તમે અને ગીલ્લી દંડો????..”

ચંદ્રકાંત મહેતા થોડું હસીને કહે છે “ હા, ગીલ્લી દંડો. ક્રિકેટ, વોલીબોલ જેવી શહેરની રમતો  તો શહેરમાં ગયા પછી જોઈ ત્યાં સુધી તો અહી ગીલ્લી દંડો જ રમ્યા છીએ. અને આમેય ગીલ્લી દંડો રમત મને આજેય સૌથી વધારે ગમે છે. કશીયે મૂડી કે માથાકૂટ વગરની રમત. ક્રિકેટ, વોલીબોલ. ટેનીસ જેવી શહેરની રમતો મોંઘી બહુ. પૈસા ખર્ચી એના સાધનો ન લાવીએ ત્યાં સુધી રમી જ ન સકાય. એના પછીયે ખેલાડીયો ભેગા કરવાના, સ્પેશિયલ મેદાન કે કોર્ટ હોય તો જ રમી સકાય, જયારે ગીલ્લી દંડા માં ખાલી એક ઝાડની ડાળી તોડી એટલે રમવા માટે ગીલ્લી દંડો તૈયાર. ફક્ત બે જણ હોય તોય રમી શકાય. હા ગીલ્લી વાગવાથી આંખ ફૂટવાનો દર રહે પણ એવું તો ક્રિકેટ અને ફૂટબોલ માં પણ માથું ફૂટવાનો કે પગ ભાગવાનો દર ક્યાં નથી રહેતો….”

આમ ચંદ્રકાંત મહેતા વાત પૂરી કરે ત્યાં જ ગાડી ગામની ઓફિસે પહોચી ગઈ. ત્યાં ઓફિસની બહાર જ કોન્ટ્રાકટર, એક એન્જીનીયર અને એક મજદૂર ઉભા હોય છે. પટાવાળો દોડીને ગાડીનો દરવાજો ખોલે છે. ચંદ્રકાંત મહેતા ગાડીમાંથી બહાર નીકળે છે ત્યાં જ કોન્ટ્રાકટર આવી ને કહે છે “ નમસ્તે સાહેબ.” ચંદ્રકાંત મહેતા ફક્ત માથું હલાવે છે. એન્જીનીર અને કોન્ટ્રાકટર ચંદ્રકાંત મહેતા ને ઓફિસની અંદર જવા કહે છે પણ ચંદ્રકાંત મહેતા ત્યાં જ ઉભા રહી પૂછે છે “ કામ કેટલે પહોચ્યું?”

કોન્ટ્રાકટર કહે છે “ સાહેબ, બે ચેકડેમનું કામ પતિ ગયું છે”

ચંદ્રકાંત મહેતા એન્જીનીયર સામું જોય કહે છે “ કેટલું કામ પતિ ગયું એ નહિ કેટલું કામ બાકી છે એ કહો.”

“ સાહેબ ત્રણ ચેકડેમ નું કામ બાકી છે” એન્જીનીયર બોલ્યો.

હવે ચંદ્રકાંત મહેતા ગુસ્સે ભરાય કહે છે “ વરસાદની સીઝન ચાલુ થયી ગયી અને હજી ત્રણ ચેકડેમનું કામ બાકી છે. ચોમાસું ગયા પછી બનવાનો પ્લાન છે કે શું?”

એન્જીનીયર કઈ બોલે એ પહેલા કોન્ટ્રાકટર વચ્ચે બોલે છે “ સાહેબ થોડું જ કામ બાકી છે. કદાચ આવતા અઠવાડિયા સુધી પૂરું થઇ જશે”

ચંદ્રકાંત મહેતા કોન્ટ્રાકટર સામું જોઈ બોલે છે “ તો ચાલો સાઈટ પર જઈશું?”

“ અત્યારે?”કોન્ટ્રાકટર થોડો ઘબરાય ને કહે છે

“કેમ? અત્યારે કઈ વાંધો છે?”

“ ના સાહેબ, આ તો ગરમી છે એટલે..”

“ મને ગરમી નથી લાગતી. તમને લાગતી હોય તો તમે અહી જ રહો.”

“ ના, ના, સાહેબ હું પણ આવું છુ.”કોન્ટ્રાકટર થોડો ઘબરાય ને કહે છે.

બધા સાઈટ પર પહોચે છે. ત્યાં એક ચેકડેમમાં તિરાડો પડેલી હોય છે. આ જોઈ ચંદ્રકાંત મહેતા ગુસ્સે ભરાય છે.  “ આ શું? નવા બનાવેલા ચેકડેમમાં તિરાડો પડવાનું ચાલુ થઇ ગયું. આ ચેક ડેમો વરસાદના પાણીમાં કઈ રીતે ટકશે?”

આમ ચંદ્રકાંત મહેતા કોન્ટ્રાકટર અને એન્જીનીયર ને ધમકાવતા હોય છે ત્યાં જ એક ગીલ્લી ચંદ્રકાંત મહેતા ના પગ પાસે આવીને પડે છે. કોન્ટ્રાકટર ગીલ્લી ઉઠાવી ગીલ્લી લેવા આવતા છોકરાઓ ની સામી લાલ આંખ કરે છે. પેલા છોકરાઓ ત્યાં જ અટકી જાય છે. ચંદ્રકાંત મહેતા છોકરાઓ સામું જુએ છે. એમાંથી એક છોકરો ભાગવા જાય છે ત્યાં જ બીજો એને કોલરથી પકડે છે.

“ચો નાહ શ? અજી તાર પડું ભરવાનું બાકી શ.”

“પણ મોઈ તો જઈ” બીજો નાનો છોકરો એનો કોલર છોડાવાની કોશિશ કરે છે.

“ તો જા લેતાય.”

“ મુ શું કોમ જવ. તે મારી શ તો તું લેતાય”

“ મેં મારી શ એટલ?? પડું તારું શ એટલ તાર લાવવાની હોય”

“ ના મુ ની જવ. તું લેવા જતો હોય તો લાય , નઈ તો મુ તો ઘેર હેડ્યો”

“ ઈમ પડું ભર્યા વગર થોડો ઘેર જવા દવ” બીજો એને બીજા હાથથી મજબૂત પકડે છે.

આ દ્રશ્ય જોય ચંદ્રકાંત મહેતા ને પોતાનું બાળપણનું દ્રશ્ય યાદ આવે છે. આવા જ પદામાંથી પોતે છુટવા માગતા હતા પણ ભગલો એને જવા દેતો નહોતો.

“ ચો હેંડ્યો.” ભાગલાએ એને બોચીમાંથી પકડ્યો.

“ પોણી પીવા જવ શું”

“ પદૂ ભરીન જા.” ભાગલાએ બોચીણી પકડ મજબૂત કરી.

“ પણ તું તો આખા બપોરનો પદાવ શ. અવ બૌ તરસ લાગી શ, મારું ગળું હુકાય શ”

“ તો મુ શું કરું? પદુ ની પત્ તો હુંધી ચોય ણી જવા દાવ”

“ એવું થોડું હોય, પડું બાકી હોય એટલ માર પોની પીવા ય ન જવાનું”

“ના”

“ તો કાલ મેં તન કેરી ખાવા આપી તી એ પાછી લાય”

“ એ તો ખાઈ જયો, ચોથી પાશી લાઉં”

“ તો કાઢ પેટમાંથી બાર. જ્યોં હુંધી તું મારી કેરી પાશી નઈ આલ તો હુંધી મુ તન તારો દાવ નઈ આપું.” આટલું કહી એમને ભાગલા ના હાથ પર બચકું ભર્યું. ભાગલાની પકડ ઢીલી થઇ એટલે એ બોચી છોડાવી નાઠો. ભગલા એ હાથ ચોળતા ચોળતા નીચે પડેલો દંડો છુટ્ટો માર્યો. એને વાગ્યો.પણ એતો પાછળ જોયા વિના હાથથી ચોળતા ચોળતા ઘર તરફ દોડી ગયો.

ચન્દ્રકાન્ત મહેતા ને જાણે અચાનક સાથળ પર ચચરાટી થઇ. એમનો હાથ અમસ્તો જ સાથળ પર જતો રહ્યો. એમને છોકરા ઉભા હતા એ તરફ જોયું, ત્યાં કોઈ નહોતું, છતાંય એમને ત્યાં ગુસ્સામાં કોઈ ઉભું હોય એવો આભાસ થયો. એમને ત્યાં ઉભેલા એક મજદૂરને પાસે બોલાવી પૂછ્યું

” તું અહી ગામમાં કોઈ ભગલા ને ઓળખે છે?”

“ચીયો ભગલો” મજ્દૂરે પૂછ્યું.

“ભગલો……”

“ભગલો ચમાર?”

“હા” ચંદ્રકાંત મહેતા એ થોડું અચકાય ને કહ્યું.

“ઓળખું શું સાહેબ”

“ તો તું એને બોલાવી લાવીશ. મારે એનું થોડું કામ છે”

“હા સાહેબ. પણ અટાણ તો એ કોમે જ્યોં હશે. હોજે ઘેર આવશે”

“ તો સવારે આવી શકશે?”

“ ઠીક શ સાહેબ. હું હોજે ઇન વાત કરીશ.”

“ ઠીક છે” આટલું કહી ચંદ્રકાંત મહેતા એ ઘડિયાળમાં જોયું. ત્રણ ને પિસ્તાલીશ મીનીટ થયી હતી. ચંદ્રકાંત મહેતા એ કોન્ટ્રાકટર અને એન્જીનીયર સામું જોયી કહ્યું “ તો હું હવે નીકળું છુ. કાલે પાછો આવીશ. ત્યારે મારે આ તિરાડો ન જોઈએ.”

“ ઠીક છે સહેબ. નહિ હોય. આજે જ હું આનું સમારકામ કરાવી દઈશ” કોન્ટ્રાકટર બોલ્યો.

ચંદ્રકાંત મહેતા ત્યાંથી નીકળે છે. ગાડી ફરી ગામના ધુળિયા રસ્તા પરથી પસાર થાય છે. ધૂળ ઉડે છે. ત્યાં બાજુમાં કામથી પાછા આવેલા મજ્દૂરમાંથી એજ મજદૂર જે સવારે ગુસ્સે થયો હતો એ ફરી ગુસ્સે થાય છે. જમીન પરથી નાનો કાંકરો ઉઠાવી જઈ રહેતી કારની દિશામાં ફેંકે છે.

બીજા દિવસે ચંદ્રકાંત મહેતા ગામની ઓફિસે પહોંચે છે તો ત્યાં એક મજદૂર ઉભેલો દેખાય છે. ચંદ્રકાંત મહેતાને ચહેરો થોડો પરિચિત લાગ્યો પછી તરત જ એમની નજર એને ઓળખી જાય. તે કારમાંથી ઉતારી એની તરફ જાય છે.

“ભગ….” ચંદ્રકાંત ઓળખી ગયા હોવા છંતા ખાતરી કરવા થોડી શંકાથી પૂછે છે.

“હા સાહેબ ભગો”

“ મને ઓળખ્યો ભગલા?”

ભગો થોડી તીણી નજરથી જુએ છે પછી ઓળખી લીધો હોય એમ બોલે છે.

“ચંદ…”

“ચંદ્રકાંત મહેતા, એક્શન સાહેબ છે” બહાર આવેલો કોન્ટ્રાકટર નજદીક આવી ભગલાનેકહે છે.

ચંદ્રકાંત મહેતા કોન્ટ્રાકટરને બોલતો અટકાવે છે. “ તમે અંદર જાઓ. મારે આનું થોડું કામ છે. હું થોડી વારમાં પાછો આવું છુ. ડ્રાયવર દોડતો આવે છે. પણ ચંદ્રકાંત મહેતા કારની ચાવી લઇ એને પાછો મોકલે છે.ચંદ્રકાંત મહેતા ભગાને કારમાં બેસાડી કારને ગામથી દૂર આવેલા એક મેદાને લઇ જાય છે.ત્યાં ઊતરી ચંદ્રકાંત મહેતા કારની ડેકીમાંથી એક ગીલ્લી દંડો કાઢી કહે છે

“ભગા,યાદ છે મારે તારું હજી એક પડું ભરવાનું બાકી છે.”

“સાહેબ?” ભગો આંચકો અનુભવે છે.

‘હા, એ દિવસે હું પડું ભર્યા વિના ભાગી ગયો હતો. ઘરે ગયા પછી ખબર પડી કે મારા પિતાની બદલી “ અમદાવાદ’ શહેરમાં થઇ ગયી. અને તારું મારા પર એક ઋણ રહી ગયું.”

“સાહેબ, ઈમાં ઋણ શાનું? ચાલશે હવ”

“ના,ભગા, મારે આજે પડું ભરવું છે. શહેરમાં ગયા પછી ઘણી રમતો રમ્યો. પણ ગીલ્લી દંડા જેવી મજા એકેય રમતમાં ન આવી. આજે ઘણા સમય  પછી મોકો મળ્યો છે. મારે આજે મન ભરીને ગીલ્લી દંડો રમવો છે. મહેરબાની કરી તું આજે ના ન પાડીશ”

ભગો કમને ચંદ્રકાંત મહેતાની ખુશી ખાતર રમવા તૈયાર થાય છે. ચંદ્રકાંત મહેતા ભગાની મેદાન ની વચ્ચે લઇ જઇ ગાલ પકડી ભગાના હાથમાં દંડો પકડાવે છે. ભાગો પડું ભરાવાનું ચાલુ કરે છે. એ ગીલ્લી ને મારે છે નજદીક જ જઈને પડે છે. ચંદ્રકાંત મહેતા આશ્ચર્યથી ભગા સામું જુએ છે.

“સાહેબ, ઘણા ટાઈમથી નહિ રમ્યો. એટલ હવ નહિ ફાવતું.” ભગાએ કહ્યું.

ચંદ્રકાંત મહેતા ભગાને આઉટ કરી ભગાનું પડું પૂરું કરે છે. એ પછી પણ ચંદ્રકાંત મહેતા ભગાને વધારે રમવાનું કહે છે. ભગો કમને રમવા રાજી થાય છે. ચંદ્રકાંત મહેતા દાવ લે છે. રમતા રમતા ચંદ્રકાંત મહેતા ખોટું બોલે છે પણ ભગો ચંદ્રકાંત મહેતા જે પણ અન્યાય કરે છે એ માની લે છે. ચંદ્રકાંત મહેતા ભગાને પદાવે છે છતાંય એમને લાગે છે કે ભગો હવે પહેલા જેવો નથી રહ્યો જે કઈ પણ ખોટું ચલાવી નહોતો લેતો. ભગો છેવટે કહે છે “ સાહેબ, જૈયે હવ. જમવાની વેળા થઈ”

“ઠીક છે. પણ આજે બહુ મજા પડી નહિ??” ચંદ્રકાંત મહેતા બોલ્યા.

“હા સાહેબ, તમે નોના અતા ઇના કરતા અવ હારું રમો શો.”

ચન્દ્રકાંત મહેતા બોલ્યા “ સાચું કહું ભગા, હું નાનો હતો ત્યારથી તારા જેવો ખેલાડી બનવા માગતો હતો. નાનપણમાં બધા તને એની ટીમમાં લેવા મથતા.અને તું જે ટીમમાં હોય એ ટીમની જીત નક્કી ગણાતી.પછી તું પડું ભરાવ્યા કરતો ને બધા પડું ભર્યા કરતા, હું પણ. ત્યારથી મારી ઈચ્છા હતી કે હું તને એક વાર પડું ભરાવું. તેથી જ અહીંથી શહેરમાં ગયા પછી મેં ત્યાં એક ગીલ્લી દંડો બનાવ્યો. પછી હું એકલો એકલો મારા ઘરના કમ્પાઉન્ડમાં ગીલ્લી દંડાની પ્રેકટીશ કર્યા કરતો. તેથી જ હવે હું સારું રમું છુ. આજે તને પડું ભરાવ્યા પછી લાગ્યું કે છેવટે ગીલ્લી દંડની હરીફાઈમાં મારી જીત થયી”

“હા સાહેબ” ભગલો હસીને બોલ્યો.

આમ કહી ભગલો અને ચંદ્રકાંત મહેતા પાછા ફરે છે.

અઠવાડિયા પછી ચંદ્રકાંત મહેતા ગામમાં ફરી પાછા આવે છે. તેઓ સાઈટની મુલાકાત માટે જતા હોય છે ત્યાં જ એક મેદાન પાસે એને છોકરાઓની ભીડ દેખાય છે, જે ચીચીયારિયો પાડતા હોય છે. ચંદ્રકાંત મહેતા પૂછે છે.

ત્યાં શું છે? કેમ ત્યાં ભીડ છે?”

“ કઈ નહિ સાહેબ આજે ત્યાં ગીલ્લી દંડાની મેચ છે” કોન્ટ્રાકટર કહે છે.

ચંદ્રકાંત મહેતા એ તરફ આગળ વધે છે.ત્યાં છોકરાઓ ની ભીડ પાછળ જઈને જુએ છે તો ત્યાં ગીલ્લી દંડાનીમેચમાં ભગલો પણ રમતો હોય છે. ભગલાની ટીમની ફિલ્ડીંગ હોય છે. સામેની ટીમનો ખેલાડી ગીલ્લી ઉછાળે છે ભગલો ત્યાંથી નિશાન તાકે છે. ગીલ્લી ડંડાને હળવેથી અડીને જાય છે. પણ સામેની ટીમ વાળા માનવા નથી દેતા. ભગલો ઝઘડો કરી પોતાની વાત છેવટે મનાવી એને આઉટ કરાવીને જ રહે છે. એમ કરતા કરતા ભગાની ટીમ સામેવાળાની ટીમને તરત જ આઉટ કરી નાખે છે. પછી ભગલાની ટીમની વારી આવી છે. ચન્દ્રકાંત મહેતા જુએ છે કે ભગલો હજીયે પહેલા જેવું જ રમે છે. ગીલ્લી ઉછાળે છે તો દુર દૂર જઈને પડે છે. છેવટે ભગલો એકલા હાથે જ ટીમ ને જીતાડી દે છે. સામેની ટીમ વાળા ભાગલાને ખભા ઉપર ઉચકી લે છે.

ચંદ્રકાંત મહેતા ચાલતા ચાલતા મેદાન વચ્ચે ભગલા પાસે જાય છે. ભગો ચંદ્રકાંત મહેતા ને જોઈ બધાને ખભા ઉપર થી નીચે ઉતારે છે.

ચંદ્રકાંત મહેતા પૂછે છે “ તું હજીયે એવો જ પાક્કો ખેલાડી છે તો કાલે કેમ???”

ભગો નીચે જુએ છે પછી કહે છે “”સાહેબ હરીફાઈ બરાબરના લોકો વચ્ચે થાય છે નોનપણમાં આપડે રમતા તા તાર આપડે હરખા હતા. એ વખતે તમે “ચન્દુડો” હતા હવે “ચંદ્રકાંત મહેતા” શો. હવ તમે મોટા મોનશ શો અને અમે નોના મોનસ. અન સાહેબ તમે તો જોનો જ છો ક દુનીયામો હમેશા મોટા મોન્શો પદાવ શ અન નોના મોન્સો પદ શ”.”

આટલો કહી ભગલો ચાલવા માંડે છે. ચંદ્રકાંત મહેતા જઇ રહેલ ભાગલાની સામું જુએ છે..

IInspired by- Gulli-danda- short story by Premchand

SCRITED BY :  S@ndip B@rot